શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતમાં PUBG બેન થતાં જ અમૂલની સ્પેશ્યલ પૉસ્ટ થઇ રહી છે વાયરલ, જાણો કેમ
ભારતમાં PUBG મોબાઇલ ગેમ બેન થતાંજ ડેરી બ્રાન્ડ અમૂલનુ ડૂડલ ખુબ ચર્ચામાં છે. તેની સ્પેશ્યલ પૉસ્ટ ખુબ લોકપ્રિય થઇ રહી છે
નવી દિલ્હીઃ ભારત સરકારે ડિજીટલ પ્લેટફોર્મ પર મોટી એક્શન લીધી છે. ભારતમાં જોખમકારક સાબિત થાય એવી તમામ એપ્સને શોધી શોધીને બેન કરવામાં આવી રહી છે. સરકારે ચીનની કેટલીક પૉપ્યૂલર એપ્સ બેન કર્યા બાદ હવે વધુ 118 એપ્સ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આમાં ખાસ સૌથી વધુ પૉપ્યુલર PUBG એપ પણ સામેલ છે. PUBG ગેમ એપ ભારતમાં પ્રતિબંધિત થતાં જ સોશ્યલ મીડિયા પર કેટલીક ફની પૉસ્ટ વાયરલ થઇ હતી.
ભારતમાં PUBG મોબાઇલ ગેમ બેન થતાંજ ડેરી બ્રાન્ડ અમૂલનુ ડૂડલ ખુબ ચર્ચામાં છે. તેની સ્પેશ્યલ પૉસ્ટ ખુબ લોકપ્રિય થઇ રહી છે.
અમૂલના ડૂડલમાં ત્રણ બાળકોને બતાવવામાં આવ્યા છે, એક બાળકી PUBG ગેમ રમતા લડતી દેખાઇ રહી છે. ડૂડલમાં લખ્યું છે -- સાબજી, હાં, જી, Pub G? ના જી....
અમૂલનુ આ ટ્વીટ જોઇને લોકો હંસવા મજબૂર બન્યા છે. લોકો આને ખુબ પસંદ કરી રહ્યાં છે, અને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.
સરકારે 118 એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ...
ભારત સરકારે બુધવારે 118 મોબાઇલ એપ્સને બેન કરી દીધી હતી. પ્રતિબંધિત એપ્સના લિસ્ટમાં લોકપ્રિયા ગેમ PUBG પણ સામેલ હતી. સરકારના નિર્ણય બાદ સોશ્યલ મીડિયા પર કોઇ મીમ બનાવી રહ્યું હતુ તો કોઇ પોતાના અંદાજમાં PUBGની મજાક ઉડાવી રહ્યું હતુ. હવે અમૂલે પણ ખાસ ડૂડલ બનાવીને આ કડીમાં સામેલ થઇ ગયુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion