શોધખોળ કરો
Advertisement
સાવધાનઃ હેકરો એક મેસેજ મોકલીને iPhone કે એપલના કોઇપણ ડિવાઇસને ક્રેશ કરી રહ્યાં છે, જાણો કઇ રીતે
હેકર્સ દ્વારા મોકલવામાં આવેલો એક ટેક્સ્ટ મસેજ તમારા આઇફોન, આઇપેડને ક્રેશ કરી શકે છે. આ નૉટિફિકેશન સિંધી ભાષામાં હોય છે, જેના પર ક્લિક કર્યા બાદ આઇફોન કે ડિવાઇસ ક્રેશ થઇ જાય છે
નવી દિલ્હીઃ તમારી પાસે આઇફોન કે એપલનુ કોઇ ડિવાઇસ છે તો સાવધાન થઇ જાઓ, હેકર્સ એપલ યૂઝર્સના ડિવાઇસ પર એક ખાસ નૉટિફિકેશન -મેસેજ મોકલીને વાયરસ મોકલી રહ્યાં છે. આવા મેસેજો દ્વારા હેકરો સિસ્ટમ ક્રેશ કરી રહ્યાં છે.
હેકર્સ દ્વારા મોકલવામાં આવેલો એક ટેક્સ્ટ મસેજ તમારા આઇફોન, આઇપેડને ક્રેશ કરી શકે છે. આ નૉટિફિકેશન સિંધી ભાષામાં હોય છે, જેના પર ક્લિક કર્યા બાદ આઇફોન કે ડિવાઇસ ક્રેશ થઇ જાય છે.
આ ટેક્સ્ટ મેસેજમાં ઇટાલીનો ઝંડો કે ઇમોજીની સાથે સિંધી ભાષામાં કંઇક લખેલુ હોય છે. સિંધી એક અધિકારિક ભાષા છે, જેનો ઉપયોગ પાકિસ્તાનમાં કરવામાં આવે છે.
રિપોર્ટ પ્રમાણે, આ બગ iPhone, MacBook, Apple Watch અને એપલ ટીવીને નુકશાન પહોંચાડી શકે છે. આ વાયરસ સીધો ઓપરેટિંગ સિસ્ટમ પર એટેક કરે છે, અને પછી ડિવાઇસની સ્ક્રીન પર આવે છે. જોકે રિસેટ/રિસ્ટાર્ટ કર્યા પછી ડિવાઇસ ઠીક થઇ જાય છે.
સોશ્યલ મીડિયામાં કેટલાક લોકોએ ઇટાલિયન ફ્લેગવાળા નૉટિફિકેશનની તસવીરો શેર કરી છે. આને આની માહિતી આપી છે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ બગ સૌથી પહેલા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામ પર દેખાયો હતો. બાદમાં ટ્વીટર વૉટ્સએપ અને આઇમેસેજ જેવી બીજી એપમાં ઝડપથી સર્ક્યૂલર થવા લાગ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion