શોધખોળ કરો
Advertisement
ફ્લિપકાર્ટ પર Redmi 9i ફોન મળી રહ્યો છે સસ્તી કિંમતમાં, ખરીદવા પર મળશે આટલુ બધુ ડિસ્કાઉન્ટ
ફોટોગ્રાફી માટે ફોનમાં સિંગલ રિયર અને સિંગલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે. આમાં એફ/2.2 અપર્ચરની સાથે 13 મેગાપિક્સલ રિયર કેમેરા છે. વળી સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે એફ/2.2 અપર્ચરની સાથે 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો મળે છે
નવી દિલ્હીઃ ફેસ્ટિવ સિઝનની ફ્લિપકાર્ટ દિવાળી ધમાકા ડેનો આજે છેલ્લો દિવસ છે. તમારી પાસે આ સેલમાં મળી રહેલી ઓફરનો લાભ ઉઠાવવા માટે બહુ ઓછો સમય છે. આ સેલમાં Redmi 9i પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આવામાં આ ફોન તમે સસ્તી કિંમતે ખરીદી શકો છો. જાણો શું છે ઓફર....
આવી છે ઓફર
ફ્લિપકાર્ટ પર આ ફોનને ‘Most Affordable 4GB RAM’ કેટેગરીમાં રાખવામાં આવ્યો છે, આ ફોનના 4જીબી રેમ +128જીબી સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 9,299 છે. પરંતુ સેલમાં 8,299 રૂપિયામાં મળી રહ્યો છે. જો તમે HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ અને Credit/Debit EMI કાર્ડનો યુઝ કરો છો તો 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત સ્પેશ્યલ પ્રાઇઝ અંતર્ગત 1700 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.
Redmi 9iના સ્પેશિફિકેશન્સ
Redmi 9i સ્માર્ટફોનમાં 6.53 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, આનુ રિઝૉલ્યૂશન 720x1,600 પિક્સલ છે. આ ફોન ઓક્ટાકૉર મીડિયાટેક હીલિયો G25 પ્રૉસેસર વાળો છે. ફોન મિડનાઇટ બ્લેક, સી બ્લૂ અને નેચર ગ્રીન કલર ઓપ્શનમાં અવેલેબલ છે.
ફોટોગ્રાફી માટે ફોનમાં સિંગલ રિયર અને સિંગલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે. આમાં એફ/2.2 અપર્ચરની સાથે 13 મેગાપિક્સલ રિયર કેમેરા છે. વળી સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે એફ/2.2 અપર્ચરની સાથે 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો મળે છે. ફોનમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે, જે 10Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement