શોધખોળ કરો

'કોકરોચ જનતા પાર્ટી' સામે મોટી કાર્યવાહી, ભારતમાં 'X' એકાઉન્ટ સસ્પેન્ડ

Cockroach Janata Party: ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા આપવામાં આવેલા નિવેદનના વિરોધમાં રચાયેલ 'કોકરોચ જનતા પાર્ટી'નું 'X' એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી આ પાર્ટી ઇન્ટરનેટ પર ઉગ્ર ચર્ચાનો વિષય બની છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચીફ જસ્ટિસના નિવેદનના વિરોધમાં 'કોકરોચ જનતા પાર્ટી' શરૂ કરાઈ.
  • પક્ષનું X (ટ્વિટર) એકાઉન્ટ હેકિંગના પ્રયાસ બાદ બંધ કરાયું.
  • CJP ની મુખ્ય માંગણીઓમાં રાજ્યસભામાં CJIની નિમણૂક પર પ્રતિબંધ.
  • પક્ષપલટ કરનારાઓ પર ૨૦ વર્ષનો ચૂંટણી પ્રતિબંધની માંગ.

Cockroach Janata Party: ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાના નિવેદનના વિરોધમાં શરૂ થયેલી 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) નું X (ટ્વિટર) એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટરનેટ પર આ પાર્ટીની ખૂબ ચર્ચા થઈ રહી છે. CJP ના ફાઉન્ડર અભિજીત દીપકેએ જણાવ્યું કે પહેલા આ એકાઉન્ટને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે એકાઉન્ટ હેક ન થયું, ત્યારે તેને બંધ કરી દેવામાં આવ્યું છે. X પર આ પાર્ટીના 1.6 લાખથી વધુ ફોલોઅર્સ હતા, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 13 મિલિયનથી વધુ થઈ ગઈ છે. X પર પાર્ટીનું એકાઉન્ટ ઓપન કરતા લખેલું આવે છે કે કાનૂની માંગ (Legal Demand) ને કારણે આ એકાઉન્ટને  withheld કરવામાં આવ્યું છે.

કેવી રીતે થઈ આ અભિયાનની શરૂઆત?

CJP નામે આ ઓનલાઈન કેમ્પેનની શરૂઆત 16 મે ના રોજ થઈ હતી. હકીકતમાં, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સૂર્યકાંતે દેશના કેટલાક ખાસ બેરોજગાર યુવાનોના વલણને લઈને 'કોકરોચ' શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેના વિરોધમાં દીપકેએ લખ્યું કે જો બધા જ 'કોકરોચ' ભેગા થઈ જાય તો શું થાય? ત્યારબાદ સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી નામે ઓનલાઈન કેમ્પેન શરૂ થઈ ગયું અને જોતજોતામાં લોકો તેની સાથે જોડાવા લાગ્યા. ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની બાબતમાં CJP એ કેન્દ્રમાં સરકાર ચલાવી રહેલી ભારતીય જનતા પાર્ટીને પણ પાછળ છોડી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર, 6 લાખ લોકોએ આ માટે પોતાનું રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું છે. સોશિયલ મીડિયા પર પાર્ટીના ફોલોઅર્સની યાદીમાં ઘણા મોટા નેતાઓ અને સેલિબ્રિટીઝ પણ સામેલ છે.

આ પણ વાંચો...આ પણ વાંચો...New Aadhaar App: mAadhaar એપ થશે બંધ, જાણો નવા આધાર એપમાં કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન

કોણ છે અભિજીત દીપકે?

કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર 30 વર્ષીય અભિજીત દીપકે છે. તેમણે મહારાષ્ટ્રના પુણે શહેરથી પત્રકારત્વમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂરી કરી છે. ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા, જ્યાં તેમણે પ્રખ્યાત બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે. દીપકે વ્યવસાયે પોલિટિકલ કોમ્યુનિકેશન સ્ટ્રેટેજિસ્ટ છે, જે રાજકીય પક્ષો માટે ડિજિટલ વ્યૂહરચના તૈયાર કરે છે.

CJP ની મુખ્ય માંગણીઓ

કોકરોચ જનતા પાર્ટીની વેબસાઈટ પણ લાઈવ છે અને પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો  પણ બહાર પાડ્યો છે. જેમાં નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે:

  • ચીફ જસ્ટિસને નિવૃત્તિ પછી રાજ્યસભામાં ન મોકલવા.

  • ગૃહમાં બેઠકોની સંખ્યા વધાર્યા વિના મહિલાઓ માટે 50 ટકા અનામતની વ્યવસ્થા કરવી.

  • પક્ષપલટો કરનાર સાંસદો અને ધારાસભ્યો પર ચૂંટણી લડવા માટે 20 વર્ષનો પ્રતિબંધ મૂકવો.

અહીં જુઓ દીપકેનું નિવેદન...

View this post on Instagram
 
A post shared by Cockroach Janta Party (@cockroachjantaparty)

Frequently Asked Questions

કોકરોચ જનતા પાર્ટી (CJP) શું છે?

CJP એક ઓનલાઈન અભિયાન છે જે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) દ્વારા કેટલાક બેરોજગાર યુવાનો માટે 'કોકરોચ' શબ્દના ઉપયોગના વિરોધમાં શરૂ થયું હતું.

કોકરોચ જનતા પાર્ટીના X (ટ્વિટર) એકાઉન્ટનું શું થયું?

CJP ના X એકાઉન્ટને હેક કરવાનો પ્રયાસ કર્યા બાદ 'કાનૂની માંગ'ને કારણે બંધ (withheld) કરી દેવામાં આવ્યું છે. આ પહેલાં તેના 1.6 લાખથી વધુ ફોલોઅર્સ હતા.

કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર કોણ છે?

કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર 30 વર્ષીય અભિજીત દીપકે છે, જેઓ વ્યવસાયે પોલિટિકલ કોમ્યુનિકેશન સ્ટ્રેટેજિસ્ટ છે.

CJP ની મુખ્ય માંગણીઓ શું છે?

CJP ની મુખ્ય માંગણીઓમાં CJI ને નિવૃત્તિ પછી રાજ્યસભામાં ન મોકલવા, મહિલા અનામત, અને પક્ષપલટુઓ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.

ટોપ સ્ટોરી

IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

વિડિઓઝ

Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
Embed widget