શોધખોળ કરો

Window AC Vs Desert Air Cooler: કયો વિકલ્પ તમારા માટે શ્રેષ્ઠ? જાણો કિંમત અને ફીચર્સ વચ્ચેનો તફાવત

Window AC Vs Desert Air Cooler: આ બંને ઉપકરણો ગરમીથી રાહત આપવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. જો કે, કિંમત અને સંચાલન ખર્ચની દ્રષ્ટિએ બંને વચ્ચે નોંધપાત્ર તફાવત છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગરમીમાં રાહત માટે AC અને કૂલર, બજેટ પ્રમાણે પસંદગી.
  • AC રેફ્રિજરેશનથી ઠંડક આપે, કૂલર પાણીથી હવા ઠંડી કરે.
  • AC વધુ ખર્ચાળ, કૂલર ઓછી કિંમત અને વીજળી બચાવે.
  • AC માં જાળવણી વધુ, કૂલરમાં સરળ ઉપયોગ અને ઓછી દેખભાળ.

Window AC Vs Desert Air Cooler: દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ ચાલુ છે. પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે. આવી ગરમીમાં સીલિંગ ફેન નિષ્ફળ સાબિત થયા છે અને રાહત મેળવવા માટે હવે AC અને કૂલર જરૂરી બની ગયા છે. જો તમારું બજેટ ઓછું હોય તો તમે ડેઝર્ટ કૂલર ખરીદી શકો છો, જ્યારે જો તમે વધુ ખર્ચ કરવા તૈયાર હોવ તો વિન્ડો એસી પણ એક સારો વિકલ્પ બની શકે છે. બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. આજે અમે તમને આ બંનેની કિંમત, ઓપરેટિંગ કોસ્ટ અને કામ કરવાની રીત વગેરે વિશે તમામ માહિતી આપવા જઈ રહ્યા છીએ.

Window AC Vs Desert Air Cooler: કામ કરવાની રીત

સ્પ્લિટ એસીની જેમ વિન્ડો એસી પણ રેફ્રિજરેશન સિસ્ટમથી રૂમ ઠંડો કરે છે. તે રૂમની ગરમ હવાને ખેંચીને બહાર કાઢી નાખે છે, જ્યારે રૂમમાં ઠંડી હવા ફેંકે છે. આનાથી થોડી જ મિનિટોમાં રૂમ ઠંડો થઈ જાય છે. બીજી તરફ કૂલરની વાત કરીએ તો, તે પાણીની મદદથી ઠંડી હવા આપે છે. તે પોતાની આસપાસની ગરમ હવાને ખેંચે છે અને તેને પાણીથી ભીના કૂલિંગ પેડ્સ દ્વારા ઠંડી કરી રૂમમાં ફેંકે છે. આ બંનેને વિન્ડોમાં લગાવી શકાય છે. એસીથી ઠંડક મેળવવા માટે રૂમ સંપૂર્ણપણે બંધ રાખવો પડશે, જ્યારે કૂલર માટે વેન્ટિલેશન જરૂરી છે.આ પણ

વાંચો...Jio નો 84 દિવસનો સૌથી સસ્તો પ્લાન, અનલિમિટેડ કોલિંગ સહિત મળશે આ લાભ 

Window AC Vs Desert Air Cooler: કયો વિકલ્પ વધુ સસ્તો?

વિન્ડો એસી ખરીદવા માટે તમારે વધુ પૈસા ખર્ચવા પડશે અને તેનો રનિંગ કોસ્ટ (ચલાવવાનો ખર્ચ) પણ વધુ છે. વિન્ડો એસીની કિંમત 25,000-40,000 રૂપિયાની વચ્ચે છે. આ ઉપરાંત જો તમે તેનો નિયમિત ઉપયોગ કરો છો, તો તમારું વીજળીનું બિલ 3,000-5,000 રૂપિયા સુધી વધી શકે છે. બીજી તરફ કૂલરની કિંમત ઓછી છે. માર્કેટમાં 8,000-15,000 રૂપિયા સુધી સારા કૂલર મળી જશે અને તે વીજળીના બિલ પર પણ ખાસ અસર પાડતા નથી.

વિન્ડો એસીમાં જાળવણીની માથાકૂટ વધુ

વિન્ડો એસી ઇન્સ્ટોલ કર્યા પછી તેની જાળવણીની માથાકૂટ ઘણી છે. દરેક સીઝનમાં તેની સર્વિસની જરૂર પડે છે, તેમજ વારંવાર એર ફિલ્ટર સાફ કરવા પડે છે. આ ઉપરાંત ગેસ રિફિલિંગ વગેરેનું પણ ધ્યાન રાખવું પડે છે. જ્યારે કૂલરના કિસ્સામાં આવી કોઈ માથાકૂટ નથી. માર્કેટમાંથી લાવ્યા પછી તેને માત્ર પ્લગ-ઇન કરવાની જરૂર હોય છે. તેની નિયમિત સર્વિસની પણ જરૂર પડતી નથી અને કૂલિંગ પેડ પણ આરામથી ઓછામાં ઓછી એક સીઝન ચાલી જાય છે.

Frequently Asked Questions

એસી અને ડેઝર્ટ એર કૂલરમાં શું તફાવત છે?

એસી રેફ્રિજરેશન સિસ્ટમથી રૂમ ઠંડો કરે છે, જ્યારે કૂલર પાણીની મદદથી ઠંડી હવા આપે છે. એસીને રૂમ બંધ રાખવો પડે છે, જ્યારે કૂલર માટે વેન્ટિલેશન જરૂરી છે.

વિન્ડો એસી ખરીદવા માટે કેટલો ખર્ચ આવી શકે છે?

વિન્ડો એસીની કિંમત સામાન્ય રીતે 25,000 થી 40,000 રૂપિયાની વચ્ચે હોય છે. તેના નિયમિત ઉપયોગથી વીજળીનું બિલ 3,000 થી 5,000 રૂપિયા વધી શકે છે.

ડેઝર્ટ એર કૂલર કેટલા રૂપિયામાં મળી શકે છે?

બજારમાં સારા ડેઝર્ટ એર કૂલર 8,000 થી 15,000 રૂપિયામાં ઉપલબ્ધ છે. તે વીજળીના બિલ પર પણ વધારે અસર કરતા નથી.

વિન્ડો એસી અને કૂલરના જાળવણી ખર્ચમાં શું તફાવત છે?

વિન્ડો એસીને વારંવાર સર્વિસ, ફિલ્ટર સફાઈ અને ગેસ રિફિલિંગની જરૂર પડે છે. જ્યારે કૂલરને આવી કોઈ જાળવણીની જરૂર નથી અને તે સરળતાથી ચાલે છે.

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ, સવારે 9:00 કલાકે શરૂ થશે મત ગણતરી
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ, સવારે 9:00 કલાકે શરૂ થશે મત ગણતરી
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
Embed widget