શોધખોળ કરો
Advertisement
ફેસબુક મેસેન્જરમાં આવ્યુ આ નવુ ફિચર, જોઇ શકશો બીજાના ફોનની સ્ક્રિન
આ નવા ફિચરની મદદથી યૂઝર સ્ક્રીન શેર કરી શકે છે. આ ઉપરાંત ગ્રુપ વીડિયો કૉલના સમયે પણ આ નવા ફિચરનો યૂઝ કરી શકે છે
નવી દિલ્હીઃ ફેસબુક પોતાના યૂઝર્સના એક્સપીરિયન્સને વધુ બેસ્ટ બનાવવા માટે એક ખાસ ફિચર લઇને આવ્યુ છે. કંપનીએ પોતાના નવા અપડેટમાં એક સ્ક્રીન શેરિંગ ફિચર રિલીઝ કર્યુ છે. ફેસબુકે આ ફિચર પોતાની મેસેજન્જર એપમાં આપ્યુ છે.
આ નવા ફિચરની મદદથી યૂઝર સ્ક્રીન શેર કરી શકે છે. આ ઉપરાંત ગ્રુપ વીડિયો કૉલના સમયે પણ આ નવા ફિચરનો યૂઝ કરી શકે છે.
તાજેતરમાં ફેસબુકે જાહેરાત કરી હતી કે એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ સ્ક્રીન શેર ફિચરનો ઉપયોગ કરી શકે છે. હવે આ ફિચર યૂઝર્સ માટે રૉલઆઉટ કરી દેવામાં આવ્યુ છે. ખાસ વાત છે કે હવે એપમાં પણ આને યૂઝ કરી શકાશે, જ્યારે પહેલા આ ફિચર માત્ર મેસેન્જર વેબ પર જ મળતુ હતુ.
મેસેન્જર એપનુ નવુ ફિચર વન ટુ વન વીડિયો કૉલ ઉપરાંત 8 યૂઝર્સ સુધીના ગ્રુપ કૉલમાં પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે યૂઝર્સને પોતાના મેસેન્જરને ઓપન કરીને વીડિયો કૉલ કરવો પડશે. કૉલ કનેક્ટ થયા બાદ સ્ક્રીનના બૉટમ ટેબમાં શેર યોર સ્ક્રીનનો ઓપ્શન મળશે, જેના પર કૉલ કનેક્ટ થવા પર સ્ક્રીન બૉમ ટેબમાં શેર યોર સ્ક્રિનનો ઓપ્શન મળી જશે. આના પર ટેપ કર્યા બાદ બીજો યૂઝર તમારી ફોન સ્ક્રીન પોતાના ફોન પર જોઇ શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
રાજકોટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion