શોધખોળ કરો

Fan કે Blower Cooler? ઉનાળામાં ઓછા ખર્ચે કોણ આપશે વધુ ઠંડક? ખરીદી કરતા પહેલા, ખરીદતા પહેલા જાણીલો તમારા માટે શું રહેશે બેસ્ટ

Fan Vs Blower Cooler: જ્યારે કુલિંગની વાત આવે છે ત્યારે તે મોટે ભાગે તમારા રૂમના કદ અને વેન્ટિલેશન પર આધાર રાખે છે. જો તમારો ઓરડો મોટો અને જગ્યા ધરાવતો હોય, તો Fan Cooler વધુ અસરકારક રહેશે, કારણ કે તે સમગ્ર જગ્યામાં હવાનું પરિભ્રમણ કરે છે.

Fan Vs Blower Cooler: ઉનાળાની સિઝન આવતાની સાથે જ સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે ઓછી વીજળીના ખર્ચે રૂમને ઠંડો કેવી રીતે રાખવો. આવી સ્થિતિમાં બજારમાં બે લોકપ્રિય વિકલ્પો મળે છે: Fan Cooler અને Blower Cooler. બંને કૂલર હવાને ઠંડી કરવાનું કામ કરે છે પરંતુ તેમની કાર્યપદ્ધતિ અને પરફોર્મન્સ અલગ હોય છે. યોગ્ય પસંદગી કરવા માટે તેમનો તફાવત સમજવો જરૂરી છે.

 

Fan Cooler શું હોય છે?

Fan Cooler માં પંખા (Fan) ની મદદથી હવાને કુલિંગ પેડ્સ દ્વારા બહાર ફેંકવામાં આવે છે. આમાં હવાનો પ્રવાહ (ફ્લો) વધારે હોય છે જેથી તે મોટા રૂમ કે હોલમાં પણ સારી કુલિંગ આપી શકે છે. આ કૂલર મોટા વિસ્તારમાં હવા ફેલાવવા માટે વધુ સારું માનવામાં આવે છે. જો તમારો રૂમ મોટો છે અથવા વેન્ટિલેશન સારું છે તો Fan Cooler તમારા માટે સારો વિકલ્પ બની શકે છે.

Blower Cooler કેવી રીતે કામ કરે છે?

Blower Cooler માં ફેનની જગ્યાએ બ્લોઅર લાગેલું હોય છે જે હવાને ભારે દબાણ સાથે બહાર કાઢે છે. આનો એર થ્રો વધુ ફોકસ્ડ હોય છે, એટલે કે તે હવાને એક દિશામાં ઝડપથી પહોંચાડે છે. આ નાના રૂમ અથવા બંધ જગ્યાઓ માટે વધુ યોગ્ય છે જ્યાં તમને સીધી અને ઝડપી ઠંડક જોઈતી હોય.

વીજળીના વપરાશમાં કોણ આગળ છે?

જો વીજળીના વપરાશની વાત કરીએ તો, બંને કૂલર AC ની સરખામણીમાં ઘણી ઓછી વીજળી વાપરે છે. પરંતુ Fan Cooler સામાન્ય રીતે Blower Cooler ની સરખામણીમાં થોડી ઓછી વીજળી ખર્ચે છે કારણ કે તેમાં સાદા ફેનનો ઉપયોગ થાય છે. Blower Cooler માં મોટર થોડી વધુ પાવરફુલ હોય છે જેના કારણે તેનો વીજળી વપરાશ થોડો વધી શકે છે.

કુલિંગ પરફોર્મન્સમાં કોણ વધુ સારું?

કુલિંગની વાત કરીએ તો તે તમારા રૂમના કદ અને વેન્ટિલેશન પર આધાર રાખે છે. જો તમારો રૂમ મોટો અને ખુલ્લો છે તો Fan Cooler વધુ અસરકારક રહેશે કારણ કે તે હવાને ચારે તરફ ફેલાવે છે. બીજી તરફ, જો રૂમ નાનો છે અથવા બારીઓ ઓછી છે તો Blower Cooler વધુ સારી ઠંડક આપશે કારણ કે તે હવાને સીધી તમારી તરફ ફેંકે છે. Fan Cooler સામાન્ય રીતે ઓછો અવાજ કરે છે અને લાંબા સમય સુધી ઉપયોગમાં વધુ આરામદાયક લાગે છે. બીજી બાજુ, Blower Cooler થોડો વધારે અવાજ કરી શકે છે પરંતુ તેની કુલિંગ ઝડપી અનુભવાય છે.

તમારા માટે કયું કૂલર બેસ્ટ છે?

જો તમે ઓછા વીજળીના ખર્ચે મોટા રૂમને ઠંડો કરવા માંગતા હોવ તો Fan Cooler વધુ સારું રહેશે. પરંતુ જો તમારો રૂમ નાનો છે અને તમારે તરત જ ઠંડક જોઈએ છે તો Blower Cooler એક યોગ્ય વિકલ્પ હોઈ શકે છે. Fan અને Blower Cooler બંનેના પોતપોતાના ફાયદા છે.

ટોપ સ્ટોરી

5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
Phone Charging Tips: રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
Phone Charging Tips :રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ
Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
રામલીલા મેદાનમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, રેલીમાં 10 લાખ લોકો પહોંચવાનો દાવો
રામલીલા મેદાનમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, રેલીમાં 10 લાખ લોકો પહોંચવાનો દાવો
IND vs NZ: હેમિલ્ટનમાં થશે રનનો વરસાદ કે ચાલશે બોલરોનો જાદુ? જાણો પીચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન
IND vs NZ: હેમિલ્ટનમાં થશે રનનો વરસાદ કે ચાલશે બોલરોનો જાદુ? જાણો પીચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન
બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી
અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
Embed widget