શોધખોળ કરો
Advertisement
FAU-G ગેમની ધમાલ, એક જ દિવસમાં લાખો લોકોએ કરી દીધી ડાઉનલૉડ, આંકડો જાણીને તમે પણ ચોંકી જશો.......
ગૂગલ પ્લે સ્ટૉર પર FAU-Gને 4.1 રેટિંગ મળ્યુ છે. આ ગેમને પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરી 2021ના દિવસે લૉન્ચ કરવામાં આવી હતી. લૉ પહેલા જ આના પ્રી-રજિસ્ટ્રેશને 50 લાખથી વધુના આંકડાને પાર કરી લીધો હતો
નવી દિલ્હીઃ Fearless and Unites Guards FAU-Gએ લૉન્ચના પહેલા જ દિવસે ધમાલ મચાવી દીધી છે. પહેલા જ દિવસે આ ગેમને 10 લાખથી વધુ લોકો ડાઉનલૉડ કરી ચૂક્યા છે. ગૂગલ પ્લે સ્ટૉર પર FAU-Gને 4.1 રેટિંગ મળ્યુ છે. આ ગેમને પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરી 2021ના દિવસે લૉન્ચ કરવામાં આવી હતી. લૉ પહેલા જ આના પ્રી-રજિસ્ટ્રેશને 50 લાખથી વધુના આંકડાને પાર કરી લીધો હતો.
ત્રણ ભાષાઓમાં થઇ લૉન્ચ.....
FAU-G ગેમને અત્યારે ઇંગ્લિશ, હિન્દી અને તામિલ ત્રણ ભાષાઓમાં જ લૉન્ચ કરવામાં આવી છે. કંપનીનુ કહેવુ છે કે બહુ જલ્દી આ ગેમ બીજી ભાષાઓમાં પણ અવેલેબલ થશે. આની સાઇઝ 460MBની છે. આ ગેમનુ પ્રમૉશન એક્ટર અક્ષય કુમાર કરી રહ્યો છે. તેને આ ગેમને લઇને ટ્વીટર પર એક વીડિયો અને ડાઉનલૉડ લિંક પણ શેર કરી છે.
સિંગલ પ્લેયર મૉડની સાથે લૉન્ચ કરવામાં આવી છે આ ગેમ
FAU-G ગેમ સિંગલ પ્લેયર મૉડની સાથે લૉન્ચ કરવામાં આવી છે, પરંતુ બહુ જલ્દી આમાં રૉયલ બેટલ મૉડ અને મલ્ટી યૂઝર મૉડ પણ સામેલ કરવામાં આવી શકે છે. FAU-Gમાં લદ્દાખમાં ચીનના સૈનિકો અને ભારતીય ફૌજીઓની લડાઇ હશે. આ ગેમ દ્વારા યૂઝર્સ લદ્દાખમાં ચીની ઘૂસણખોરો વિરુદ્ધ જંગ લડી શકશે. ગેમની શરૂઆતમાં હાલ ત્રણ કેરેક્ટર આપવામાં આવી રહ્યાં છે. તમે આ ત્રણેય કેરેક્ટર્સને પોતાની પસંદ પ્રમાણે સિલેક્ટ કરી શકો છો.
ગેમમાં છે ત્રણ મૉડ
FAU-G ગેમમાં અત્યારે ત્રણ મૉડ Campaign, Team Deathmatch અને Free for All આપવામાં આવ્યા છે, પરંતુ અત્યાર ફક્ત કેમ્પેઇન મૉડ યૂઝર્સને મળી રહ્યો છે. FAU-G ગેમને ગૂગલ પ્લે સ્ટૉરમાંથી ડાઉનલૉડ કરવામાં આવી શકે છે, જેના માટે તમારે FAU-G ટાઇપ કરીને સર્ચ કરવુ પડશે. જે યૂઝર્સે આને પ્રી-રજિસ્ટર્ડ કરી છે, તે આમ જ ડાઉનલૉડ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement