શોધખોળ કરો
Advertisement
Googleએ વિદ્યાર્થીઓ માટે લૉન્ચ કર્યુ ખાસ ફિચર, હવે સ્ટૂડન્ટ્સ ઘરે બેસીને ભણી શકશે
ગૂગલે આ ફિચરને યુટ્યૂબ લર્નિંગ નામ આપ્યુ છે. યુટ્યૂબ લર્નિંગ ફિચરમાં ફિઝિક્સ, મેથ્સ, બાયૉ, લેગ્વેઝ સ્ટડીઝ અને સ્ટડી હેક્સ જેવા વિષયોની કન્ટેન્ટ અવેલેબલ છે
નવી દિલ્હીઃ હાલ લૉકડાઉનમાં ઘરે રહીને બૉરિંગ થઇ ગયેલા વિદ્યાર્થીઓ માટે ગૂગલ એક ખાસ ફિચર લઇને આવ્યુ છે, આ ફિચર ખાસ કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટેનુ છે. ગૂગલે યુટ્યૂબ પર એક નવુ ફિચર રિલીઝ કર્યુ છે, જેની મદદથી વિદ્યાર્થીઓ ઘરે બેસીને ભણી અને વાંચી શકશે.
ગૂગલે આ ફિચરને યુટ્યૂબ લર્નિંગ નામ આપ્યુ છે. યુટ્યૂબ લર્નિંગ ફિચરમાં ફિઝિક્સ, મેથ્સ, બાયૉ, લેગ્વેઝ સ્ટડીઝ અને સ્ટડી હેક્સ જેવા વિષયોની કન્ટેન્ટ અવેલેબલ છે.
આ યુટ્યૂબના એજ્યૂકેશન ફૉક્સ્ડ ક્રિએટર્સ માટે લાવવામાં આવ્યુ છે. યૂઝર્સ યુટ્યૂબ લર્નિંગને એક્સપ્લૉર ટેબની મદદથી મોબાઇલ અને ડેસ્કટૉપ બન્ને પર એક્સેસ કરી શકે છે.
યુટ્યૂબ અનુસાર, પાઠ્યક્રમ સંબંધિત વિષયો ઉપરાંત યુટ્યૂબ લર્નિંગમાં ફોટોગ્રાપી અને યોગ જેવા ટૉપિક્સ પણ વીડિયો કન્ટેન્ટમાં અવેલેબલ છે. ગૂગલે કહ્યું કે, આ નવુ ફિચર એવા લોકો માટે બેસ્ટ છે જે નવી સ્કિલ્સ શીખવા માંગી રહ્યાં છે.
ખાસ વાત છે હાલ યુટ્યૂબ લર્નિંગમાં ઇંગ્લિશ અને હિન્દીમાં કન્ટેન્ટ અવેલેબલ છે. કંપનીનો દાવો છે કે, બહુ જલ્દી તામિલ, તેલુગુ, મરાઠી, બંગાલી અને અન્ય ભાષાઓમાં કન્ટેન્ટ અવેલેબલ કરાવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion