શોધખોળ કરો

1.5 ટન AC આખી રાત ચલાવશો તો વીજળીનું બિલ કેટલું આવે ? જાણો  

દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 40ને પાર કરી ગયો છે. આવી સ્થિતિમાં હવે એસી વગર ઘરમાં રહેવું મુશ્કેલ બની જશે.

દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 40ને પાર કરી ગયો છે. આવી સ્થિતિમાં હવે એસી વગર ઘરમાં રહેવું મુશ્કેલ બની જશે. તમામ લોકો પોતાના ઘરમાં એસી અથવા તો કુલરનો ઉપયોગ કરતા હોય છે. ગરમીથી બચવા માટે એસી સૌથી બેસ્ટ માનવામાં આવે છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો 1.5 ટનનું એસી લગાવે છે. જો કે તમારા રૂમની સાઈઝ પ્રમાણે AC લગાવવું જોઈએ. ACની સાથે લોકોને બિલનું પણ ટેન્શન છે.

સતત એસીનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બીલ પણ વધારે આવે છે. એસી ચલાવતા સમયે લોકો તેમના બીલને લઈ પણ ચિંતિત હોય છે. અહીં આપણે 1.5 ટન AC ના 3 સ્ટાર અને 5 સ્ટાર વર્ઝનના આધારે બિલની ગણતરી કરીશું. જેથી કરીને તમે તમારા વીજળી બીલનો સાચો અંદાજ લગાવી શકો. 

કોઈપણ એર કંડિશનર ચલાવવાનું બીલ કેટલું વધશે તે તેના પાવર વપરાશ પર આધારિત છે. જો તમે 5 સ્ટાર રેટિંગ સાથે 1.5 ટનનું સ્પ્લિટ AC ઇન્સ્ટોલ કરવા માંગો છો, તો તે પ્રતિ કલાક આશરે 840 વોટ (0.8kWh) વીજળી વાપરે છે. જો તમે દિવસમાં લગભગ 8 કલાક AC નો ઉપયોગ કરો છો, તો આ હિસાબે તમારું AC એક દિવસમાં 6.4 યુનિટ વીજળી વાપરે છે. જો તમારી જગ્યાએ વીજળીનો દર 7.50 રૂપિયા પ્રતિ યુનિટ છે તો તેના હિસાબે એક દિવસમાં બિલ 48 રૂપિયા અને મહિનામાં અંદાજે 1500 રૂપિયા આવશે.

બીજી તરફ, 3 સ્ટાર રેટિંગ ધરાવતું 1.5 ટનનું AC એક કલાકમાં 1104 વોટ (1.10 kWh) વીજળી વાપરે છે. જો તમે તેને 8 કલાક ચલાવો છો, તો એક દિવસમાં 9 યુનિટ વીજળીનો વપરાશ થશે. આ હિસાબે એક દિવસમાં 67.5 રૂપિયા અને મહિનામાં 2,000 રૂપિયા બિલ આવશે. AC ખરીદતા પહેલા તમારે તમારા બજેટ અને તેના એનર્જી રેટિંગને પણ ધ્યાનમાં રાખવું જોઈએ.

ACને સમયાંતરે સર્વિસ કરાવવી જરૂરી છે, નહીં તો AC કોમ્પ્રેસર પર વધુ ભાર રહેશે અને તે બગડી પણ શકે છે. ઉપરાંત, જૂના અથવા સર્વિસ વિનાના એસીનું બિલ વધારે આવશે. જો તમારે એસીનું બીલ ઓછી આવે તેમ કરવું હોય તો હંમેશા તમારા એસીની સર્વિસ કરાવીને રાખો. સર્વિસ બાદ  જ એસીનો ઉપયોગ કરવો જોઈએ આ કારણે એસીના કમ્પ્રેશર પર વધુ પડતો લોડ આવતો નથી અને વીજળીનું બીલ ઓછું આવશે.   

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Embed widget