શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કાર માટે વીઆઇપીએ કે ફેન્સી નંબર જોઇએ છે? તો આ રીતે કરો એપ્લાય ફટાક દઇને મળી જશે મનગમતો નંબર.....
જો તમે પણ તમારી કાર માટે લકી, વીઆઇપી કે ફેન્સી નંબર મેળવવા માંગતા હોય તો અહીં બેસ્ટ પ્રૉસેસ બતાવવામાં આવી છે, જેનાથી તમે ફટાક દઇને તમારો મનગમતો નંબર મેળવી શકો છો. જાણો એપ્લાય કરવાની આખી પ્રૉસેસ......
નવી દિલ્હીઃ કાર કે વ્હીકલનો સ્પેશ્યલ નંબર કેટલાક લોકો માટે ખુબ મહત્વનો હોય છે. લોકો આવા નંબરોને ખાસ મહત્વ પણ આપતા હોય છે, કેટલાક માટે આવા નંબરો લકી સાબિત થતાં હોય છે. જો તમે પણ તમારી કાર માટે લકી, વીઆઇપી કે ફેન્સી નંબર મેળવવા માંગતા હોય તો અહીં બેસ્ટ પ્રૉસેસ બતાવવામાં આવી છે, જેનાથી તમે ફટાક દઇને તમારો મનગમતો નંબર મેળવી શકો છો. જાણો એપ્લાય કરવાની આખી પ્રૉસેસ......
આ રીતે કરો VIP નંબર માટે એપ્લાય....
ગાડીનો વીઆઇપી નંબર લેવો છે તો સૌથી પહેલા તમે કેન્દ્ર સરકારની વેબસાઇટ parivahan.gov.in જાઓ.
આ માટે ઓનલાઇન મેન્યૂ પર જઇને ફેન્સી નંબર પર ક્લિક કરો.
ક્લિક કર્યા બાદ એક પેજ ખુલશે, અહીં પર ન્યૂ પબ્લિક યૂઝર પર ક્લિક કરીને એક યૂઝર આઇ જનરેટ કરવો પડશે.
આ માટે તમારી પાસે માંગવામા આવેલી ડિટેલ ભરવી પડશે. આટલુ કર્યા બાદ યૂઝર આઇડી બની જશે.
હવે યૂઝર આઇડી લૉગ ઇન કર્યા બાદ એક ઇન્ટરફેસ ખુલશે.
અહીં પર જઇને નંબરની એમાઉન્ટ લખી હશે.
હવે નંબર સેક્શન પર ક્લિક કરીને પોતાના નિયરબાય આરટીઓને સિલેક્ટ કરવી પડશે.
આટલુ કર્યા બાદ તમારે વ્હીકલ કેટેગરી સિલેક્ટ કરવી પડશે.
હવે તમને વ્હીકલ સીરીઝ વિશે પુછવામાં આવશે, તમે તમારી પસંદગીની સીરીઝને સિલેક્ટ કરી શકો છો.
આ પછી તમારી સામે ફેન્સી નંબરનુ લિસ્ટ આવી જશે, અને આની સામે આની કિંમત પણ લખી હશે.
હવે તમારે Continue to register પર ક્લિક કરવુ પડશે.
આટલુ કર્યા બાદ એક ફોર્મ તમારી સામે આવી જશે, જેને તમારે ભરીને સબમીટ કરવુ પડશે.
આ પછી તમે નેટ બેન્કિંગ પે પર જઇને પે કરી શકો છો.
પેમેન્ટ કર્યા બાદ એક સ્લિપ મળશે, આ પછી આ નંબર તમારા માટે રજિસ્ટર થઇ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion