શોધખોળ કરો
Advertisement
મોદી સરકાર ચીન સામે ત્રીજી ડિજિટલ સ્ટ્રાઈકની તૈયારીમાં, કઈ 250 ચાઈનીઝ પર આવશે પ્રતિબંધ ? જાણો વિગત
47 એપ પર મુકવામાં આવેલ પ્રતિબંધ પહેલા 57 ચીનની એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ ભારતે ગત મહિને ટિકટોક સહિતની 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મુકીને ડિજિટલ સ્ટ્રાઇક કરી હતી. સૂત્રોએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે, હવે સરકારs વધુ 47 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મુકવાનો ફેંસલો કર્યો છે. આ એપ્સ કેટલાક સમય પહેલા બેન કરવામાં આવેલી એપ્સના ક્લોન તરીકે કામ કરતી હતી.
સૂત્રોના કહેવા મુજબ, સરકાર હવે ત્રીજી સર્જિકલ સ્ટ્રાઈકની તૈયારીમાં છે. સરકાર 250 ચાઇનીઝ એપ સામે નેશનલ સિક્યોરિટીના ભંગની તપાસ કરી શકે છે. હાલ એક નવું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં કેટલીક ગેમિંગ એપ્સ પણ સામેલ છે. આગામી લિસ્ટમાં ભારતમાં અનેક પોપ્યુલર ચાઇનીઝ ગેમ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. નોંધનીય છે કે, આજે 47 એપ પર મુકવામાં આવેલ પ્રતિબંધ પહેલા 57 ચીનની એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
રિપોર્ટ મુજબ, લિસ્ટમાં પબજી અને અલી એક્સપ્રેસ જેવી લોકપ્રિય એપ્સ પણ છે. આ એપ્સના ભારતમાં કરોડો યૂઝર્સ છે. આ એપ્સ ચીન સાથે કથિત રીતે ડેટા શેર કરી રહી છે અને આ કારણે સરકારી એજન્સીઓ તેનો રિવ્યૂ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
બોલિવૂડ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion