શોધખોળ કરો
Advertisement
4G ફોન થશે આઉટ, ભારતનો પહેલો 5G સ્માર્ટફોન ક્યારે થશે લોંચ જાણો કિંમત અને ચકરાઈ જવાય તેવાં ફીચર્સ
રિપોર્ટ એવા પણ છે કે, ફોનમાં કંપની 6 કેમેરા આપી શકે છે. ખાસ વાત છે કે, આ ફોનને રિયલમી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ ઇવેન્ટમાં લૉન્ચ કરવાની હતી, પણ કોરોના વાયરસના કારણે ટળી ગઇ હતી
નવી દિલ્હીઃ ભારતમાં હવે ટુંકસમયમાં 4જીની જગ્યાએ લોકોના હાથમાં હવે 5જી ફોન આવી શકે છે, કેમકે ચીનની સ્માર્ટફોન મેકર કંપની રિયલમીએ આ માટેની બધી તૈયારી નાંખી છે. ખરેખરમાં રિયલમી ભારતમાં રિયલમી X50 Pro 5જી સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહી છે. આને ભારતનો પ્રથમ 5જી સ્માર્ટફોન પણ ગણવામાં આવી રહ્યો છે.
કંપનીના એક અધિકારીએ આ અંગે ખુલાસો કર્યો છે કે, રિયલમીના 5જી ફોનની કિંમત 50 હજાર રૂપિયા હોઇ શકે છે.
રિયલમી ઓફિશલે કહ્યું કે, વર્ષ 2018માં અસ્તિત્વમાં આવેલી રિયલમી 24 ફેબ્રુઆરીએ ભારતમા પોતાનો પહેલા 5જી સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહી છે. જોકે ભારતમાં હજુ 5જી નેટવર્ક અવેલેબલ નથી. રિયલમી X50 Pro સ્માર્ટફોનના ફિચર્સ..... રિયલમી X50 Pro સ્માર્ટફોનમાં ક્વાલકૉમના ફ્લેગશિપ પ્રૉસેસર સ્નેપડ્રેગન 865ની સાથે આવશે. આ ઉપરાંત આમાં 12જીબી સુધીની રેમ અને 256જીબી સુધીનું UFS 3.0 સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. આ ફોન 65 વૉટની SuperDart ચાર્જ ટેકનોલૉજીની સાથે આવશે. રિપોર્ટ એવા પણ છે કે, ફોનમાં કંપની 6 કેમેરા આપી શકે છે. ખાસ વાત છે કે, આ ફોનને રિયલમી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ ઇવેન્ટમાં લૉન્ચ કરવાની હતી, પણ કોરોના વાયરસના કારણે ટળી ગઇ હતી.The new #realmeX50Pro has 6 reasons for you to look at every detail from a different angle. What's more? 20x Zoom on the #real5G smartphone.
Launching India's first 5G smartphone at 2:30 PM, 24th Feb on our official channels. #real5G Head here: https://t.co/xQsEu3XJS3 pic.twitter.com/kFW5rhooKB — realme (@realmemobiles) February 18, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement