શોધખોળ કરો

Instagram માં આવ્યું Snapchat જેવું ફીચર! હવે ફોટા જોયા બાદ તરત જ થઈ જશે ગાયબ, જાણો કેવી રીતે કરે છે કામ

Instagram Instants: ઇન્સ્ટાગ્રામે હાલમાં ઇટાલી અને સ્પેન સહિત પસંદગીના દેશોમાં 'Instants' એપનું પરીક્ષણ શરૂ કર્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • Instagram Instants: ફોટો-વીડિયો શેરિંગ એપ
  • Italy, Spain માં ટેસ્ટિંગ
  • ફક્ત લાઈવ કેપ્ચર, ગેલેરીમાંથી અપલોડ નહીં થાય
  • મ્યુચ્યુઅલ ફોલોઅર્સ સાથે જ કન્ટેન્ટ શેર થશે.

Instagram Instants: Instagram એક નવા એક્સપેરિમેન્ટ સાથે સોશિયલ મીડિયાની દુનિયામાં હલચલ મચાવી રહ્યું છે. કંપની 'Instants' નામના એક નવા ઇમેજ-શેરિંગ એપનું ટેસ્ટિંગ કરી રહી છે જેમાં ફોટો અને વીડિયો થોડા સમય પછી પોતાની મેળે જ ગાયબ થઈ જાય છે. Meta ના આ પગલાને Snapchat અને BeReal જેવા પ્લેટફોર્મ્સ સામે સીધી ટક્કર તરીકે જોવામાં આવી રહ્યું છે.

 

પસંદગીના દેશોમાં શરૂ થયું ટેસ્ટિંગ

Instagram એ હાલમાં Instants એપનું કેટલાક ખાસ દેશોમાં ટેસ્ટિંગ શરૂ કર્યું છે જેમાં Italy અને Spain સામેલ છે. આ એપને એક અલગ (સ્ટેન્ડઅલોન) પ્લેટફોર્મ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે અને તેનું લિસ્ટિંગ Google Play Store પર પણ જોવામાં આવ્યું છે. જોકે, અત્યારે તે સામાન્ય યુઝર્સ માટે ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ નથી.

શું છે Instants એપની ખાસિયત

Instagram ના વર્તમાન પ્લેટફોર્મ પર જ્યાં અલ્ગોરિધમ અને એડિટ કરેલા કન્ટેન્ટનો દબદબો રહે છે, ત્યાં Instants ને બિલકુલ અલગ વિચાર સાથે બનાવવામાં આવી છે. તેનું ફોકસ રિયલ-લાઈફ અને એડિટ કર્યા વગરની તસવીરોને તરત જ શેર કરવા પર છે. આ એપમાં મોકલવામાં આવેલા ફોટો કે વીડિયોને માત્ર એક જ વાર જોઈ શકાય છે અને તે વધુમાં વધુ 24 કલાક સુધી જ ઉપલબ્ધ રહે છે, ત્યારબાદ તે પોતાની મેળે ગાયબ થઈ જાય છે. યુઝર્સ તેમાં નાન મોટા ટેક્સ્ટ ઉમેરી શકે છે પરંતુ ફિલ્ટર્સ કે એડવાન્સ એડિટિંગની સુવિધા આપવામાં આવી નથી.

કેમેરા રોલ નહીં, માત્ર લાઈવ કેપ્ચર

Instants ની એક ખાસ વાત એ પણ છે કે તેમાં ફોનની ગેલેરીમાંથી ફોટો અપલોડ કરવાનો વિકલ્પ નહીં મળે. યુઝર માત્ર એપની અંદર રહેલા કેમેરાથી જ ફોટો કે વીડિયો ક્લિક કરીને શેર કરી શકશે. આનાથી કન્ટેન્ટ વધુ ઓથેન્ટિક અને રિયલ ટાઈમ જળવાઈ રહેશે.

કયા લોકો સાથે શેર કરી શકશો

આ એપમાં યુઝર્સ પોતાના ફોટો માત્ર તે જ લોકો સાથે શેર કરી શકે છે જે તેમને ફોલો કરે છે અને જેમને તેઓ પણ ફોલો કરે છે. એટલે કે મ્યુચ્યુઅલ ફોલોઅર્સ અથવા ખાસ ફ્રેન્ડ્સ લિસ્ટ સાથે જ કન્ટેન્ટ શેર કરી શકાશે. આ લિસ્ટ Instagram અને Instants બંનેમાં સિંક (sync) રહે છે.

એપ અને ફીચર બંને સ્વરૂપે ઉપલબ્ધ

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે Instants ને કેટલીક જગ્યાએ એક અલગ એપ તરીકે અને કેટલાક ક્ષેત્રોમાં Instagram ની અંદર ફીચર તરીકે ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ પગલું એ વાત તરફ ઈશારો કરે છે કે Meta યુઝર્સને વધુ કેઝ્યુઅલ અને ઓછા દબાણવાળી રીતે જોડાવાની તક આપવા માંગે છે.

કેમ લાવી રહ્યું છે Meta આ ફેરફાર

છેલ્લા કેટલાક સમયથી Instagram આ દિશામાં કામ કરી રહ્યું છે કે યુઝર્સ વધુ નેચરલ અને દેખાડા વગરનું કન્ટેન્ટ શેર કરે. Instants એ જ વિચારનો ભાગ છે જ્યાં લોકોને એડિટ કર્યા વગર, તે જ ક્ષણની ઝલક મિત્રો સાથે શેર કરવાની તક મળશે.

Instants એપ સોશિયલ મીડિયાના તે ટ્રેન્ડને મજબૂત કરે છે જ્યાં ફોકસ પરફેક્ટ ફોટો નહીં પણ અસલી અને તરત શેર કરવામાં આવેલી ક્ષણો પર હોય છે. આવનારા સમયમાં એ જોવું રસપ્રદ રહેશે કે આ નવું ફીચર યુઝર્સ વચ્ચે કેટલું લોકપ્રિય થાય છે.

ટોપ સ્ટોરી

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?

વિડિઓઝ

Ahmedabad Crime: અમદાવાદમાં હનીટ્રેપનો મોટો કિસ્સો! વેપારી પાસેથી ₹6.5 લાખની ખંડણી
Varshik Rashifal : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
Embed widget