શોધખોળ કરો

શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો

Digital Wallet: ડિજિટલ વોલેટ એ એક એવી એપ કે ઓનલાઈન સિસ્ટમ છે જેમાં પેમેન્ટ સંબંધિત માહિતીનો ડિજિટલ રીતે ઉપયોગ કરવામાં આવે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ડિજિટલ વોલેટના વધતા ઉપયોગથી સાયબર ફ્રોડનો ખતરો વધ્યો છે.
  • ફેક કસ્ટમર કેર, ફિશિંગ લિંક્સથી નાણાકીય છેતરપિંડી શક્ય બની છે.
  • ફોન ચોરી અને નબળો સ્ક્રીન લોક સુરક્ષા જોખમ વધારે છે.
  • સુરક્ષા માટે એપ અપડેટ, મજબૂત સ્ક્રીન લોક રાખવો જરૂરી છે.

Digital Wallet: ડિજિટલ દુનિયામાં હવે મોટાભાગના લોકો ઓનલાઈન કામ કરવા લાગ્યા છે. ઓનલાઈન પેમેન્ટથી લઈને એપ્લિકેશન ફોર્મ ભરવા સુધીની મોટાભાગની બાબતો હવે ઓનલાઈન શક્ય બની ગઈ છે. હવે લોકો ડિજિટલ પેમેન્ટ કરે છે. આજે ઘણી બધી ઓનલાઈન પેમેન્ટ એપ્સ ઉપલબ્ધ છે જ્યાં યુઝર્સને ડિજિટલ વોલેટનો ઓપ્શન મળે છે, જેમાં પૈસા સીધા બેંકમાંથી કપાવાને બદલે એપના વોલેટમાંથી કપાય છે. પરંતુ વધતી ટેકનોલોજીની સાથે જ સાયબર ફ્રોડનું જોખમ પણ ઘણું વધી ગયું છે. એવામાં સવાલ થાય છે કે શું ડિજિટલ વોલેટનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે સુરક્ષિત છે કે નહીં? ચાલો જાણીએ ડિજિટલ વોલેટથી કયા-કયા જોખમો થઈ શકે છે.

 

શું હોય છે ડિજિટલ વોલેટ?

હકીકતમાં, ડિજિટલ વોલેટ એ એક એવી એપ કે ઓનલાઈન સિસ્ટમ છે જેમાં પેમેન્ટ સંબંધિત માહિતીનો ડિજિટલ રીતે ઉપયોગ થાય છે. જેમાં બેંક એકાઉન્ટ, કાર્ડ કે અન્ય પેમેન્ટ મેથડ્સને લિંક કરીને પેમેન્ટ કરવામાં આવે છે. આમાં યુઝરને દરેક વખતે કેશ કે કાર્ડ કાઢવાની જરૂર પડતી નથી.

આ પણ વાંચો...BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત

જોકે, ડિજિટલ વોલેટ અને UPI એક જ વસ્તુ નથી. તમને જણાવી દઈએ કે UPI સીધા બેંક એકાઉન્ટમાંથી પેમેન્ટ કરવાની સુવિધા આપે છે, જ્યારે ડિજિટલ વોલેટમાં પૈસા એપની અંદર જમા રહે છે અને તેનો બાદમાં ગમે ત્યાં ઉપયોગ કરી શકાય છે.

ફેક કસ્ટમર કેરથી રહો સાવધાન

અનેકવાર લોકો ઇન્ટરનેટ પર ડિજિટલ વોલેટનો કસ્ટમર કેર નંબર સર્ચ કરે છે અને કોઈ ફેક નંબર પર કોલ કરી બેસે છે. લોકોને ખબર જ નથી હોતી કે જેની સાથે તેઓ વાત કરી રહ્યા છે તે કોઈ કસ્ટમર કેર એજન્ટ નથી પણ સાયબર ઠગ છે. આ ગુનેગારો કોલ પર લોકોની સમસ્યા ઉકેલવાના નામે તેમની પાસે OTP, PIN કે સ્ક્રીન શેર કરવા માટે પણ કહે છે. એવામાં ધ્યાનમાં રાખો કે OTP, UPI PIN, પાસવર્ડ કે કાર્ડનો CVV ક્યારેય કોઈની પણ સાથે શેર કરવો જોઈએ નહીં.

ફિશિંગ અને ફેક લિંકનું જોખમ

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હવે સાયબર ઠગ પણ ખૂબ એડવાન્સ થઈ ગયા છે. ફિશિંગ માટે હવે સૌથી સરળ ટાર્ગેટ ડિજિટલ વોલેટ યુઝર્સ બન્યા છે. સાયબર ગુનેગારો બેંક, વોલેટ કંપની કે કસ્ટમર કેર ઓફિસર બનીને મેસેજ મોકલે છે.

આ મેસેજમાં અવારનવાર કોઈ લિંક પર ક્લિક કરવા, KYC અપડેટ કરવા કે એકાઉન્ટ વેરિફાઈ કરવા માટે કહેવામાં આવે છે. આવી લિંક પર માહિતી આપવાથી તમારો પાસવર્ડ, કાર્ડ ડિટેલ્સ કે અન્ય મહત્વપૂર્ણ માહિતી ઠગ સુધી પહોંચી જાય છે.

ફોન ચોરી થવા પર વધી શકે છે જોખમ

જો સ્માર્ટફોન ચોરી થઈ જાય કે ખોવાઈ જાય અને તેમાં ડિજિટલ વોલેટ કે પેમેન્ટ એપ લોગ-ઈન હોય તો જોખમ વધી શકે છે. ફોનમાં નબળો સ્ક્રિન લોક હોય તો કોઈ પણ વ્યક્તિ તમારી એપ્સ સુધી સરળતાથી પહોંચી જાય છે. તેથી મજબૂત PIN કે પાસકોડનો ઉપયોગ કરવો યુઝર્સ માટે વધુ સારો વિકલ્પ છે.

ડિજિટલ વોલેટને સુરક્ષિત કેવી રીતે રાખવું?

ડિજિટલ વોલેટનો ઉપયોગ કરતી વખતે કેટલીક નાની સાવચેતીઓ રાખીને તમે મોટા નુકસાનથી બચી શકો છો:

  • એપને હંમેશા અપડેટ રાખો.
  • ફોનમાં મજબૂત સ્ક્રીન લોક લગાવો.
  • અજાણી લિંક્સથી દૂર રહો.
  • કોઈ પણ વ્યક્તિના કહેવાથી રિમોટ-એક્સેસ કે સ્ક્રીન-શેરિંગ એપ ઈન્સ્ટોલ ન કરો.
  • બેંક અને પેમેન્ટ એપથી આવતા એલર્ટ પર નજર રાખો.
  • કોઈ અજાણ્યા ટ્રાન્ઝેક્શનની જાણ થાય તો તુરંત સંબંધિત બેંકનો સંપર્ક કરવો જોઈએ.

 

Frequently Asked Questions

ડિજિટલ વોલેટ શું છે અને તે UPI થી કેવી રીતે અલગ પડે છે?

ડિજિટલ વોલેટ એ એક એપ કે ઓનલાઈન સિસ્ટમ છે જેમાં પેમેન્ટ સંબંધિત માહિતીનો ડિજિટલ રીતે ઉપયોગ થાય છે. UPI સીધા બેંકમાંથી પેમેન્ટ કરે છે, જ્યારે ડિજિટલ વોલેટમાં પૈસા એપમાં જમા રહે છે.

ડિજિટલ વોલેટનો ઉપયોગ કરતી વખતે કયા મુખ્ય જોખમો હોય છે?

ડિજિટલ વોલેટનો ઉપયોગ કરતી વખતે ફેક કસ્ટમર કેર, ફિશિંગ લિંક્સ અને ફોન ચોરી થવાનું જોખમ રહેલું છે. સાયબર ઠગ OTP, PIN કે તમારી વ્યક્તિગત માહિતી મેળવવાનો પ્રયાસ કરી શકે છે.

ડિજિટલ વોલેટની માહિતી સુરક્ષિત રાખવા માટે મારે શું શેર કરવાનું ટાળવું જોઈએ?

તમારે ક્યારેય કોઈની સાથે OTP, UPI PIN, પાસવર્ડ કે કાર્ડનો CVV શેર કરવો જોઈએ નહીં. સાયબર ઠગ આ માહિતી મેળવીને છેતરપિંડી કરી શકે છે.

હું મારા ડિજિટલ વોલેટને કેવી રીતે સુરક્ષિત રાખી શકું?

એપને અપડેટ રાખો, મજબૂત સ્ક્રીન લોક લગાવો અને અજાણી લિંક્સથી દૂર રહો. કોઈ અજાણ્યા ટ્રાન્ઝેક્શનની જાણ થાય તો તુરંત સંબંધિત બેંકનો સંપર્ક કરવો જોઈએ.

Advertisement

ટોપ સ્ટોરી

જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન
જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Advertisement

વિડિઓઝ

Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક
Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન
જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન
બેન્ક એકાઉન્ટ વિના મોકલી શકાશે 50,000 રૂપિયા? જાણો, RBIના નવા મની ટ્રાન્સફરના નિયમો
બેન્ક એકાઉન્ટ વિના મોકલી શકાશે 50,000 રૂપિયા? જાણો, RBIના નવા મની ટ્રાન્સફરના નિયમો
Embed widget