શોધખોળ કરો

ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી

Reliance Jio Satellite LEO Network: રિલાયન્સ જીઓને પોતાનું સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે એક મહત્વપૂર્ણ મંજૂરી મળી ગઈ છે. હવે ઇન્ટરનેશનલ લેવલ પર મંજૂરી મળ્યા બાદ કંપની સેટેલાઇટ ડિપ્લોય શકશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રિલાયન્સ જીઓને LEO સેટેલાઇટ નેટવર્ક માટે મંજૂરી મળી.
  • ૧૬૦૦ સેટેલાઇટથી ભારતભરમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળશે.
  • આ નેટવર્ક 5Tbps ક્ષમતા સાથે 20-22 ગ્રાઉન્ડ સ્ટેશન બનાવશે.
  • આંતરરાષ્ટ્રીય ઓર્બિટલ રાઇટ્સ માટે જીઓ સરકારની મદદ માંગશે.

Reliance Jio Satellite LEO Network: સેટેલાઇટ ઇન્ટરનેટ માટે રિલાયન્સ જીઓને એક જરૂરી મંજૂરી મળી ગઈ છે. વાસ્તવમાં, જીઓ લો-અર્થ ઓર્બિટમાં 1600 સેટેલાઇટ ડિપ્લોય કરવા માંગે છે. દેશના સ્પેસ રેગ્યુલેટર IN-SPACe એ કંપનીના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ISRO અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) ની સાથે મળીને કરવામાં આવેલા ટેકનિકલ રિવ્યુમાં જીઓના પ્લાનને ટેકનિકલ રીતે યોગ્ય માનવામાં આવ્યો છે. આ મંજૂરી મળ્યા બાદ હવે જીઓ ઓર્બિટલ સ્લોટ માટે ઇન્ટરનેશનલ ફાઇલિંગ કરી શકશે. આ સાથે જ જીઓનો ભારતનો પ્રથમ સેટેલાઇટ બ્રોડબેન્ડ કોન્સ્ટેલેશન બનાવવાનો રસ્તો સાફ થઈ જશે.

 

આ છે જીઓનું આખું પ્લાનિંગ:

જીઓ લો-અર્થ ઓર્બિટમાં 1600 સેટેલાઇટ ડિપ્લોય કરવા માંગે છે. ધરતીથી 160-2000 કિલોમીટર ઉપરના ઓર્બિટ ઝોનને લો-અર્થ ઓર્બિટ (LEO) કહેવામાં આવે છે. 1600 સેટેલાઇટની મદદથી જીઓ સ્પેસમાં એક કોમ્યુનિકેશન નેટવર્ક બનાવશે, જે દેશભરમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ અને મોબાઇલ કનેક્ટિવિટી આપવાના કામમાં આવશે. એલોન મસ્કની કંપની સ્ટારલિંક પહેલેથી જ સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રોવાઇડ કરી રહી છે, પરંતુ તેને હજુ ભારતમાં પોતાની સર્વિસ શરૂ કરવાની મંજૂરી મળી નથી.

આ પણ વાંચો...ચોમાસામાં ભૂલથી પણ ન કરતા આ ભૂલ, સોલાર પેનલ થઈ શકે છે ખરાબ; આ સરળ ટ્રિક બચાવશે હજારો રૂપિયા

20-22 ગ્રાઉન્ડ સ્ટેશન પણ બનાવશે જીઓ:

જીઓના પ્રસ્તાવ મુજબ, સેટેલાઇટ નેટવર્કને 4.5-5Tbps ની કેપેસિટી ઓફર કરવાના હિસાબે ડિઝાઇન કરવામાં આવશે. આ બીજા ઘણા સેટેલાઇટ પ્રોજેક્ટ્સની સરખામણીમાં ખૂબ જ વધારે છે. પોતાના સેટેલાઇટ ઓપરેશન અને નેટવર્ક સર્વિસને સપોર્ટ કરવા માટે જીઓ દેશભરમાં 20-22 ગ્રાઉન્ડ સ્ટેશન પણ તૈયાર કરશે. આ નેટવર્ક કન્ઝ્યુમર અને એન્ટરપ્રાઇઝ સેગમેન્ટની સર્વિસ આપવા માટે ઉપયોગમાં લેવાશે. આ સિવાય જીઓ બ્રોડબેન્ડ અને સેલ્યુલર બેકહોલ જેવી ફિક્સ્ડ સેટેલાઇટ સર્વિસની સાથે-સાથે ડાયરેક્ટ-ટુ-ડિવાઇસ જેવી મોબાઇલ સેટેલાઇટ સર્વિસ આપવાની પણ યોજના બનાવી રહ્યું છે.

કોમ્પિટિટરની સરખામણીએ સોલિડ છે જીઓનો પ્રપોઝલ:

IN-SPACe એ મંજૂરી આપતાં કહ્યું છે કે જીઓનો પ્રપોઝલ ટેકનિકલ રીતે સેટેલાઇટ સિસ્ટમ ધરાવતી દુનિયાની મોટી કંપનીઓના સ્તરનો છે. જો કેપેસિટીની વાત કરીએ તો સ્ટારલિંકને ભારતમાં 600Gbps ની સ્પીડનું એપ્રૂવલ મળેલું છે. જ્યારે એમેઝોનનો પ્રોજેક્ટ કુઇપર 3Tbps ની સ્પીડ ઓફર કરશે. આ પ્રોજેક્ટને પણ હજુ ભારતમાં મંજૂરી મળવાની બાકી છે. આ બધાની સરખામણીમાં જીઓ લગભગ 5Tbps સુધીની સ્પીડનો પ્રપોઝલ લઈને આવ્યું છે.

મંજૂરી મળ્યા પછી હવે આગામી સ્ટેપ શું?:

જીઓને અત્યારે ભારત સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે, પરંતુ સેટેલાઇટ ડિપ્લોય કરતા પહેલા ઇન્ટરનેશનલ લેવલ પર ઘણી અન્ય મંજૂરીઓ લેવી પડશે. આમાં ઇન્ટરનેશનલ ઓર્બિટલ રાઇટ્સ પણ સામેલ છે. આ માટે જીઓએ ભારત સરકાર પાસે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) પાસેથી રાઇટ્સ અપાવવામાં મદદ માંગી છે.

Frequently Asked Questions

રિલાયન્સ જીઓને સેટેલાઇટ ઇન્ટરનેટ માટે કઈ મંજૂરી મળી છે?

જીઓને લો-અર્થ ઓર્બિટમાં 1600 સેટેલાઇટ ડિપ્લોય કરવા માટે IN-SPACe તરફથી જરૂરી મંજૂરી મળી છે. આ મંજૂરી બાદ જીઓ હવે ઇન્ટરનેશનલ ફાઇલિંગ કરી શકશે.

જીઓનો સેટેલાઇટ ઇન્ટરનેટ માટેનો મુખ્ય પ્લાન શું છે?

જીઓ 1600 સેટેલાઇટ દ્વારા સ્પેસમાં કોમ્યુનિકેશન નેટવર્ક બનાવશે, જે દેશભરમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ અને મોબાઇલ કનેક્ટિવિટી આપશે. તે 20-22 ગ્રાઉન્ડ સ્ટેશન પણ બનાવશે.

અન્ય કંપનીઓની સરખામણીમાં જીઓનો પ્રપોઝલ કેટલી સ્પીડ ઓફર કરશે?

જીઓનો પ્રપોઝલ 4.5-5Tbps ની કેપેસિટી ઓફર કરવા માટે ડિઝાઇન કરાયો છે, જે સ્ટારલિંકના 600Gbps અને એમેઝોનના 3Tbps (જેને હજુ મંજૂરી નથી મળી) કરતાં વધુ છે.

આ મંજૂરી મળ્યા પછી જીઓનું આગામી પગલું શું હશે?

આ મંજૂરી પછી જીઓએ ઇન્ટરનેશનલ ઓર્બિટલ રાઇટ્સ સહિત અન્ય આંતરરાષ્ટ્રીય મંજૂરીઓ લેવાની રહેશે. જીઓએ ભારત સરકારને ITU પાસેથી રાઇટ્સ અપાવવામાં મદદ માંગી છે.

Advertisement

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
Embed widget