શોધખોળ કરો

Induction Electricity Consumption: જો આખો દિવસ ઇન્ડક્શન પર રસોઈ બનાવવામાં આવે તો કેટલું આવશે વીજળી બિલ?

Induction Electricity Consumption: ઘણા ઘરોમાં ઇન્ડક્શન કૂકટોપ ગેસ સ્ટવનો એક વ્યવહારુ વિકલ્પ બની ગયા છે, જ્યારે અન્ય લોકો તેનો ઉપયોગ ફક્ત બેકઅપ વિકલ્પ તરીકે કરે છે. જો કે, ઘણા લોકો ચિંતા કરે છે કે તેનો ઉપયોગ કરવાથી વીજળીનું બિલ ખૂબ ઊંચું આવશે.

Induction Electricity Consumption: આજકાલ એલપીજી ગેસ સિલિન્ડરની વધતી જતી કિંમતો અને ઘણી વખત થતી અસુવિધાને કારણે લોકો હવે ઇન્ડક્શન કૂકટોપનો ઉપયોગ વધુ કરી રહ્યા છે. ઘણા ઘરોમાં તે ગેસનો વિકલ્પ બની ગયો છે, જ્યારે કેટલાક લોકો તેને ફક્ત બેકઅપ તરીકે વાપરે છે. પરંતુ આના ઉપયોગ સાથે દરેકના મનમાં એક સવાલ ચોક્કસ આવે છે કે શું ઇન્ડક્શન પર રસોઈ બનાવવી મોંઘી પડે છે? ઘણા લોકો વિચારે છે કે આનાથી વીજળીનું બિલ ખૂબ વધારે આવશે. તો ચાલો જાણીએ કે જો તમે આખો દિવસ ઇન્ડક્શન પર રસોઈ બનાવો છો, તો વીજળીનું બિલ કેટલું આવી શકે છે.

આખો દિવસ ઇન્ડક્શન પર રસોઈ બનાવવાથી કેટલું બિલ આવશે?
જો તમે આખો દિવસ એટલે કે અંદાજે 8 થી 10 કલાક ઇન્ડક્શન પર રસોઈ બનાવો છો અને તમારું ઇન્ડક્શન 1000 વૉટનું છે, તો તે દરરોજ લગભગ 8 થી 10 યુનિટ વીજળી વાપરશે. જેના કારણે મહિનાનો કુલ વપરાશ અંદાજે 240 થી 300 યુનિટ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, જો પ્રતિ યુનિટ વીજળીની કિંમત 7 રૂપિયા માનવામાં આવે, તો તમારું મહિનાનું વીજળી બિલ અંદાજે 1600 થી 2100 રૂપિયા સુધી આવી શકે છે.

ઇન્ડક્શન કેટલી વીજળી વાપરે છે?
ઇન્ડક્શન કૂકટોપ સામાન્ય રીતે 1000W, 1600W અથવા 2000W ની ક્ષમતા ધરાવતા હોય છે. તેનો વીજ વપરાશ એ વાત પર નિર્ભર કરે છે કે તમે તેને કેટલી વાર અને કેટલા પાવર પર ચલાવો છો. દાખલા તરીકે, જો તમે 1000 વૉટનું ઇન્ડક્શન દરરોજ લગભગ 4 કલાક વાપરો છો, તો તે પ્રતિ કલાક 1 યુનિટ લેખે દિવસના 4 યુનિટ વીજળી વાપરશે, અને આ રીતે 30 દિવસમાં કુલ વપરાશ લગભગ 120 યુનિટ સુધી પહોંચી જાય છે.

વધારે વૉટવાળું ઇન્ડક્શન કેટલી વીજળી વાપરે છે?
જો તમારી પાસે 1600W કે 2000W નું ઇન્ડક્શન છે, તો તેનો અર્થ એ નથી કે તમારું વીજળી બિલ હંમેશા વધારે જ આવશે. ઇન્ડક્શનને દરેક સમયે ફુલ પાવર પર ચલાવવું જરૂરી હોતું નથી. તમે જરૂરિયાત મુજબ તેની પાવર સેટિંગ ઓછી કે વધારે કરી શકો છો. જો તમે તેને 1000W ની આસપાસ વાપરો છો, તો વીજળીનો વપરાશ પણ લગભગ એટલો જ થશે જેટલો 1000W ના ઇન્ડક્શનમાં થાય છે. તેથી ખરો ખર્ચ તમે કયા પાવર લેવલ પર રસોઈ બનાવી રહ્યા છો તેના પર આધારિત છે.

ઇન્ડક્શનમાં ટેમ્પરેચર ઓછું રાખવાથી બિલ કેવી રીતે ઘટે છે?
ઇન્ડક્શન કૂકટોપમાં ટેમ્પરેચર એટલે કે પાવરને ઓછો કે વધારે કરવાનો ઓપ્શન હોય છે, અને આ જ તમારા વીજળી બિલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જ્યારે તમે ઓછા પાવર કે ધીમા તાપે રસોઈ બનાવો છો ત્યારે ઇન્ડક્શન ઓછી વીજળી વાપરે છે, જ્યારે તેને ફૂલ પાવર પર ચલાવવાથી વીજળીનો વપરાશ વધી જાય છે.

ટોપ સ્ટોરી

Phone Safety Tips: ફોન ચોરી થયા પછી પણ ચોર સ્વિચ ઓફ નહીં કરી શકે, અત્યારે જ ઓન કરો આ સેટિંગ
Phone Safety Tips: ફોન ચોરી થયા પછી પણ ચોર સ્વિચ ઓફ નહીં કરી શકે, અત્યારે જ ઓન કરો આ સેટિંગ
Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ
Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Embed widget