શોધખોળ કરો

Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ

Mobile Data Saving Tips: જો તમે મોબાઇલ ડેટા ખતમ થઈ જવાની ટેન્શનના લીધે ફોન યુઝ નથી કરતા તો અમે તમારા માટે કામની ટિપ્સ લઈને આવ્યા છીએ. આ ટિપ્સ તમારો મોબાઇલ ડેટા ખતમ થતાં બચાવી લેશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • તમે ડેટા વૉર્નિંગ એલર્ટ સેટ કરી ઉપયોગ મેનેજ કરો.
  • કેટલીક એપ્સને માત્ર Wi-Fi પર સેટ કરી શકો છો.
  • ફોનમાં ડેટા સેવર મોડ ઓન કરવાથી ડેટા બચે.
  • વીડિયો ગુણવત્તા ઘટાડી અને એપ્સ સેટિંગ્સ બદલી ડેટા બચાવો.

Mobile Data Saving Tips: તમે ઘરની બહાર નીકળીને થોડીવાર જ ફોન યુઝ કરો છો અને એટલામાં જ મેસેજ આવી જાય છે કે તમારા ડેઇલી  મોબાઇલ ડેટાની 50 પ્રતિશત લિમિટ પૂરી થઈ ગઈ છે. આ જ કારણ છે કે ઘણા લોકો વાઇફાઇ સાથે કનેક્ટ ન હોવા પર ફોનનો ઉપયોગ ઓછો કરી દે છે. આ સિવાય તમે કોઈ જરૂરી કામથી બહાર નીકળ્યા છો અને મોબાઇલ ડેટા ખતમ થઈ જાય તો ઘણા કામ મુશ્કેલ થઈ શકે છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને ફોલો કરીને તમે મોબાઇલ ડેટાને ખતમ થતો રોકી શકો છો.

 

ડેટા વૉર્નિંગ એલર્ટ

તમે તમારા ફોનમાં ડેટા વૉર્નિંગ એલર્ટ સેટ કરી શકો છો. જેવા તમે તમારી સેટ કરેલી લિમિટની નજીક પહોંચશો, ફોન તમને એલર્ટ કરી દેશે. આ સેટિંગ તે સિચ્યુએશનમાં બહુ કામ આવે છે, જ્યારે તમે વાઇફાઇ કનેક્શન ઓન કરવાનું ભૂલી જાઓ છો અથવા ભૂલથી મોબાઇલ ડેટા પર રીલ્સ અને વીડિયો એક્સેસ કરવા લાગો છો. એલર્ટ આવતા જ તમને ખબર પડી જશે કે તમે મોબાઇલ ડેટાનો ઉપયોગ કરી રહ્યા છો. તેથી તમે લિમિટ પૂરી થતાં પહેલા જ મોબાઇલ ડેટાનો ઉપયોગ મેનેજ કરી શકશો.

આ પણ વાંચો...સિમ એક્ટિવ રાખવા BSNL નો સસ્તો પ્લાન, માત્ર 107 રુપિયામાં મળશે મફત કોલિંગ અને ડેટા બેનિફિટ્સ

એપ્સને વાઇફાઇ પર સેટ કરો

તમારા ફોનની દરેક એપને દરેક સમયે ઇન્ટરનેટથી કનેક્ટ રહેવું જરૂરી હોતું નથી. તેથી તમે કેટલીક એપ્સને માત્ર વાઇફાઇ પર સેટ કરી શકો છો. આનો મતલબ એ છે કે આ એપ્સ ત્યારે જ રિફ્રેશ થશે, જ્યારે તમારો ફોન વાઇફાઇ સાથે કનેક્ટ હશે. મોબાઇલ ડેટા ઓન હોવા પર આની બેકગ્રાઉન્ડ એક્ટિવિટી પણ બંધ થઈ જશે અને તમે આ ડેટાને બહેતર રીતે યુઝ કરી શકશો. તેથી ઘરની બહાર તમને જે એપ્સની જરૂર નથી પડતી, તેમને મોબાઇલ ડેટાની જગ્યાએ માત્ર વાઇફાઇ પર સેટ કરી દો. આનાથી તમે ઘણો ડેટા બચાવી શકશો.

ડેટા સેવર મોડ પણ આવશે કામ

તમારા ફોનમાં આપવામાં આવેલો ડેટા સેવર મોડ પણ મોબાઇલ ડેટા બચાવવામાં તમારી હેલ્પ કરે છે. આ મોડ ઓન થતાં જ બધી એપ્સની બેકગ્રાઉન્ડ એક્ટિવિટી બંધ થઈ જાય છે. આવી જ રીતે આ વેબ પેજીસને ઇમેજ લોડ કરવાથી પણ રોકી દે છે. જરૂર પડવા પર આને માત્ર એક ટેપથી ઓન અને ઓફ કરી શકાય છે.

આદતોમાં બદલાવ કરીને પણ બચાવી શકાય છે ડેટા

તમે તમારી કેટલીક આદતોમાં સુધારો કરીને પણ મોબાઇલ ડેટા બચાવી શકો છો. ઉદાહરણ તરીકે જો તમે યુટ્યુબ પર ફૂલ એચડીની વીડિયો ક્વોલિટીને 480 કે 720 પર સેટ કરી શકો છો. આવી જ રીતે બીજી એપ્સમાં પણ તમને ડેટા સેવ કરવાના ઓપ્શન મળી જશે. ડેટા બચાવવા માટે આ સેટિંગ્સને ઇનેબલ કરી લો.

Frequently Asked Questions

મોબાઇલ ડેટા વપરાશની ચેતવણી કેવી રીતે સેટ કરી શકાય?

તમે તમારા ફોનમાં ડેટા વૉર્નિંગ એલર્ટ સેટ કરી શકો છો. આ એલર્ટ તમને તમારી સેટ કરેલી લિમિટની નજીક પહોંચતા જ જાણ કરશે, જેથી તમે ડેટા મેનેજ કરી શકો.

એપ્સને મોબાઇલ ડેટાનો ઉપયોગ કરતા કેવી રીતે રોકવી?

તમે કેટલીક એપ્સને ફક્ત વાઇફાઇ પર રિફ્રેશ થવા માટે સેટ કરી શકો છો. આનાથી મોબાઇલ ડેટા ઓન હોય ત્યારે તેમની બેકગ્રાઉન્ડ એક્ટિવિટી બંધ થઈ જશે અને ડેટા બચશે.

ડેટા સેવર મોડ શું છે અને તે કેવી રીતે મદદ કરે છે?

ડેટા સેવર મોડ ફોનમાં ઉપલબ્ધ છે જે બધી એપ્સની બેકગ્રાઉન્ડ એક્ટિવિટી બંધ કરે છે. તે વેબ પેજીસને ઇમેજ લોડ કરતા પણ રોકે છે, જેથી ડેટા બચે છે.

મોબાઇલ ડેટા બચાવવા માટે કઈ આદતોમાં સુધારો કરી શકાય?

તમે YouTube પર વીડિયો ક્વોલિટી Full HD થી 480p/720p પર સેટ કરી શકો છો. અન્ય એપ્સમાં પણ ડેટા બચાવવાના વિકલ્પો શોધીને તેનો ઉપયોગ કરો.

ટોપ સ્ટોરી

30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
2.5K OLED સ્ક્રીન અને 8000mAh બેટરી, Oppo નું નવું ટેબલેટ લોન્ચ, જાણો કિંમત
2.5K OLED સ્ક્રીન અને 8000mAh બેટરી, Oppo નું નવું ટેબલેટ લોન્ચ, જાણો કિંમત
iPhone duo નો સ્ટોક એક કલાકમાં ખતમ, આજે બુક કરો તો જાન્યુઆરીમાં મળશે 
iPhone duo નો સ્ટોક એક કલાકમાં ખતમ, આજે બુક કરો તો જાન્યુઆરીમાં મળશે 
Jio અને Airtel ના પ્લાનમાં 11 રુપિયાનો તફાવત, જાણો ડેટા અને વેલિડીટીમાં કોણ આગળ
Jio અને Airtel ના પ્લાનમાં 11 રુપિયાનો તફાવત, જાણો ડેટા અને વેલિડીટીમાં કોણ આગળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?
Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધડામ
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધડામ
Ahmedabad: ખરાબ રોડ રસ્તાની ફરિયાદ બાદ એક્શનમાં સરકાર, જાહેર કરી નવી SOP
Ahmedabad: ખરાબ રોડ રસ્તાની ફરિયાદ બાદ એક્શનમાં સરકાર, જાહેર કરી નવી SOP
લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા
લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા
Aaj Nu Rashifal: સોમવારે બન્યો દુર્લભ યોગ! તુલા, ધન અને મીનને મળશે ભાગ્યનો સાથ, જાણો 12 રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે બન્યો દુર્લભ યોગ! તુલા, ધન અને મીનને મળશે ભાગ્યનો સાથ, જાણો 12 રાશિઓનું રાશિફળ
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી
સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
Embed widget