શોધખોળ કરો

મોબાઈલ યુઝર્સની બલ્લે-બલ્લે! હવે ડેટા વગરના રિચાર્જ પ્લાન્સ થશે સસ્તા, જાણો શું છે TRAI નો પ્લાન

TRAI Cheaper Recharge Plans: હવે આ નવા પ્લાનથી એવા યુઝર્સને સૌથી વધુ ફાયદો થશે જેઓ ડેટા વગરના પ્લાન્સનો ઉપયોગ કરવા માંગે છે અથવા તો ફીચર ફોનનો ઉપયોગ કરે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મોંઘા રિચાર્જને કારણે TRAI સસ્તા પ્લાન લાવશે.
  • ટેલિકોમ કંપનીઓ ડેટા વગરના વોઈસ-SMS પ્લાન આપશે.
  • યુઝર્સ જરૂરિયાત મુજબ પ્લાન પસંદ કરી પૈસા બચાવશે.
  • આ નવા પ્લાન્સની કિંમતમાં 50% થી વધુ ઘટાડો શક્ય છે.

TRAI Cheaper Recharge Plans: આજકાલ સ્માર્ટફોન લગભગ તમામ લોકોના હાથમાં પહોંચી ગયો છે. પરંતુ મોંઘા રિચાર્જ પ્લાન્સે લોકોને ખૂબ પરેશાન કર્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હવે ટ્રાઈ (TRAI) એ એક નવો પ્લાન તૈયાર કર્યો છે જેનાથી લોકોને સસ્તા પ્લાન્સ પણ મળી શકશે. તમને જણાવી દઈએ કે પહેલા ડેટા વગરના પ્લાન્સ માટે પણ લોકોએ વધુ પૈસા ચૂકવવા પડતા હતા પરંતુ હવે એવું નહીં રહે. ચાલો જાણીએ શું છે ટ્રાઈનો નવો પ્લાન.

 

આ છે TRAI નો નવો પ્લાન

તમારી માહિતી માટે જણાવી દઈએ કે વર્તમાન સમયમાં કોલ અને SMS વાળા પ્લાન લિમિટેડ વેલિડિટી સાથે આવે છે. હવે જો નવો નિયમ લાગુ થાય છે, તો જે કંપનીઓ પાસે 7, 28, 56 અને 84 દિવસની વેલિડિટીવાળા ડેટા પ્લાન ઉપલબ્ધ છે, તેમણે આ જ વેલિડિટી સાથે વૉઇસ-ઓન્લી (માત્ર કોલિંગ) અને SMS-ઓન્લી પ્લાન પણ લોન્ચ કરવા પડશે. આનાથી યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ પ્લાન પસંદ કરી શકશે અને ફાલતુ ડેટા માટે વધારાના પૈસા પણ ચૂકવવા નહીં પડે.

આ પણ વાંચો...Best Laptops For Startups: નવા સ્ટાર્ટઅપ માટે આ લેપટૉપ છે ટેકીઝની પહેલી પસંદ, અહીં જુઓ પુરેપુરી લિસ્ટ

ડેટા વગરના પ્લાન્સ થશે સસ્તા

મીડિયા રિપોર્ટ અનુસાર, TRAI નું કહેવું છે કે જે યુઝર્સને મોબાઈલ ડેટાની જરૂર નથી, તેમને માત્ર કોલિંગ અને SMS માટે અલગ પ્લાન પસંદ કરવાનો ઓપ્શન મળવો જોઈએ. તમને જણાવી દઈએ કે અત્યારે લોકોને મજબૂરીમાં એવા પ્લાન લેવા પડે છે જેમાં લોકોને ડેટા મળે છે, પરંતુ તે ડેટાની યુઝરને કોઈ જરૂર હોતી નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને TRAI એ આ નવો પ્રસ્તાવ આપ્યો છે કે ટેલિકોમ કંપનીઓ ડેટાવાળા પ્લાનની સાથે સમાન વેલિડિટીવાળા માત્ર વૉઇસ અને SMS પ્લાન પણ રજૂ કરે.

આ યુઝર્સને થશે ફાયદો

હવે આ નવા પ્લાનથી એવા યુઝર્સને સૌથી વધુ ફાયદો થશે જેઓ ડેટા વગરના પ્લાન્સનો ઉપયોગ કરવા માંગે છે અથવા તો ફીચર ફોનનો ઉપયોગ કરે છે. આ સિવાય આ પ્લાન્સ એવા યુઝર્સ માટે પણ ફાયદાકારક સાબિત થશે જેઓ પોતાનું બીજું સિમ કાર્ડ પણ એક્ટિવ રાખવા માંગે છે. એટલા માટે જો ટ્રાઈનો આ નવો પ્લાન લાગુ થશે, તો ડેટા વગરના પ્લાન્સને પસંદ કરનારા યુઝર્સને ઘણો ફાયદો થશે.

કેટલા સસ્તા થશે પ્લાન

TRAI ના જણાવ્યા અનુસાર, ડેટા વગરના પ્લાન્સની કિંમતોમાં અંદાજે 50 ટકાથી વધુનો ઘટાડો થઈ શકે છે. જણાવી દઈએ કે અત્યારે જે પણ પ્લાન્સ ઉપલબ્ધ છે તેમાં સૌથી વધુ કિંમત ડેટાની હોય છે. હવે જ્યારે ડેટા જ નહીં રહે, તો કિંમત પહેલાની સરખામણીમાં ઘણી હદ સુધી ઓછી થઈ જશે.

Frequently Asked Questions

TRAI નો નવો પ્લાન શું છે?

TRAI ના નવા નિયમ મુજબ, ટેલિકોમ કંપનીઓએ ડેટા પ્લાનની સમાન વેલિડિટીવાળા માત્ર કોલિંગ અને SMS પ્લાન પણ લોન્ચ કરવા પડશે. આનાથી યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ પ્લાન પસંદ કરી શકશે.

આ નવા પ્લાનથી કયા યુઝર્સને ફાયદો થશે?

આ પ્લાનથી એવા યુઝર્સને ફાયદો થશે જેમને ડેટાની જરૂર નથી, ફીચર ફોનનો ઉપયોગ કરે છે અથવા પોતાનું બીજું સિમ કાર્ડ એક્ટિવ રાખવા માંગે છે.

ડેટા વગરના પ્લાન્સ કેટલા સસ્તા થશે?

TRAI અનુસાર, ડેટા વગરના પ્લાન્સની કિંમતોમાં અંદાજે 50 ટકાથી વધુનો ઘટાડો થઈ શકે છે. વર્તમાન પ્લાન્સમાં ડેટાની કિંમત સૌથી વધુ હોય છે, જે હવે ઘટશે.

TRAI આ નવો પ્લાન શા માટે લાવી રહ્યું છે?

TRAI નો ઉદ્દેશ્ય છે કે જે યુઝર્સને ડેટાની જરૂર નથી, તેમને માત્ર કોલિંગ અને SMS માટે અલગ પ્લાનનો વિકલ્પ મળે. આનાથી લોકોને ફાલતુ ડેટા માટે વધારાના પૈસા નહીં ચૂકવવા પડે.

ટોપ સ્ટોરી

15 હજાર રુપિયાના બજેટમાં 5G ફોન, Itel City 300 માં શું મળશે?
15 હજાર રુપિયાના બજેટમાં 5G ફોન, Itel City 300 માં શું મળશે?
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
Embed widget