શોધખોળ કરો
Advertisement
ભારતીય માર્કેટમાં આજે આવશે આ કંપનીનો સસ્તો 5G ફોન, કિંમત ને ફિચર્સ વિશે જાણો એક ક્લિકમાં......
મોટોરોલા પોતાનો આ દમદાર મોટો G 5G ફોન લૉન્ચ કરશે, આ ફોન યુરોપમાં પહેલા જ લૉન્ચ થઇ ચૂક્યો છે. મોટોરોલાનો આ ફોન ભારતમાં સૌથી સસ્તાં ફોનમાંનો એક હશે. આ ફોનની કિંમત 25000ની આસપાસ માનવામાં આવી રહી છે. આમાં 5000એમએએચની બેટરી આપવામાં આવી છે
નવી દિલ્હીઃ અમેરિકન ટેક કંપની મોટોરોલો ભારતમાં ચીની કંપનીઓને ટક્કર આપવા માટે આજે પોતાનો દમદાર 5G ફોન લૉન્ચ કરવા જઇ રહી છે. આજે બપોરે મોટોરોલા પોતાનો આ દમદાર મોટો G 5G ફોન લૉન્ચ કરશે, આ ફોન યુરોપમાં પહેલા જ લૉન્ચ થઇ ચૂક્યો છે. મોટોરોલાનો આ ફોન ભારતમાં સૌથી સસ્તાં ફોનમાંનો એક હશે. આ ફોનની કિંમત 25000ની આસપાસ માનવામાં આવી રહી છે. આમાં 5000એમએએચની બેટરી આપવામાં આવી છે, જાણો શું છે સ્પેશિફિકેશન્સ.....
સંભવિત સ્પેશિફિકેશન્સ....
મોટોરોલા મોટો જી 5Gમાં 6.7 ઇંચની ફૂલ એચડી+ (1080x2400 पिक्सल) LTPS ડિસ્પ્લે હશે. આ ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 750G પ્રૉસેસર, સાથે 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપાવામાં આવ્યુ છે. આ ફોન એન્ડ્રોઇડ 10 પર કામ કરે છે. ફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી સપોર્ટની વાત કરીએ તો આમાં 5G, NFC, બ્લૂટૂથ 5.1, વાઇ-ફાઇ 802.11 એસી, યુએસબી ટાઇપ સી પોર્ટ અને જીપીએસ પોર્ટ આપવામાં આવ્યા છે.
ફોનનો કેમેરો
મોટો G 5Gમાં ત્રિપલ રિયર કેમેરા સેટએપ આપવામાં આવ્યો છે, જેમાં પ્રાઇમરી સેન્સર 48 મેગાપિક્સલનુ છે. ફોનમાં 8 મેગાપિક્સલ વાઇડ એન્ગલ અને 2 મેગાપિક્સલ મેક્રો સેન્સર પણ આપવામાં આવ્યુ છે. વળી સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
આ હોઇ શકે છે કિંમત
યુરોપમાં આ ફોનના 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 299.99 યૂરો એટલે કે 26,300 રૂપિયા હતી. માનવામાં આવે છે કે ભારતમાં આ ફોનને આટલી જ કિંમતે લૉન્ચ કરવામાં આવી શકે છે. આ ફોનમાં તમને વૉલ્કેનિક ગ્રે, ફ્રૉસ્ટેડ સિલ્વર કલર ઓપ્શન મળી શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion