શોધખોળ કરો
Advertisement
નોકિયાએ લૉન્ચ કર્યો દમદાર ફિચર ફોન, ફૂલ ચાર્જ કરવાથી 6.3 કલાકનો મળશે બેકઅપ
ફોનમાં બ્લૂટૂથ 4.2, 3.5 mm હેડફોન અને USB પોર્ટ છે, અને પાવર માટે ફોનમાં 1,200mAhની બેટરી આપવામાં આવી છે, કંપની અનુસાર આ ફોનની યૂઝર્સને 6.3 કલાકો બેકઅપ આપશે
નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર નોકિયા (HMD ગ્લૉબલ)એ હવે પોતાનો નવો ફિચર ફોન લૉન્ચ કરી દીધો છે, આ ફોનનુ નામ Nokia 220 4G છે અને હાલ આને ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. ફિચર ફોન સેગમેન્ટમાં નોકિયાનો મુકાબલો કરવા બીજી કોઇ કંપની નથી.
નવા Nokia 220 4Gમાં કેટલાક મજેદાર ફિચર આપવામાં આવ્યા છે., આમાં ટૉર્ચ, એફએમ રેડિયો, ડ્યૂલ સિમ, એમપી3 પ્લેયર અને સ્પીડ ડાયલિંગ જેવા મનપસંદ ફિચર્સ આપવામાં આવ્યા છે. કંપની પહેલાથી જ ફિચર ફોનમાં આવા મજેદાર અને દમદાર ફિચર આપતી રહી છે.
ફોનમાં આ ઉપરાંત અનેક ફિચર્સ આપ્યા છે, જે ખરેખર જબરદસ્ત છે. આમાં 2.4 ઇચની QVGA ડિસ્પ્લે આપવામાં આવી છે. આમાં 16 MP રેમ અને 24MPનું ઇન્ટરનલ સ્ટૉરેજની સુવિધા છે. આમાં ફોટોગ્રાફી માટે VGA કેમેરા સાથે એલઇડી ફ્લેશ લાઇટ છે. ફોનમાં લોકપ્રિય Snake ગેમ પણ આપવામાં આવી છે.
ફોનમાં બ્લૂટૂથ 4.2, 3.5 mm હેડફોન અને USB પોર્ટ છે, અને પાવર માટે ફોનમાં 1,200mAhની બેટરી આપવામાં આવી છે, કંપની અનુસાર આ ફોનની યૂઝર્સને 6.3 કલાકો બેકઅપ આપશે.
કિંમતની વાત કરીએ તો Nokia 220 4G ફિચર ફોનની કિંમત 229 ચીની યુઆન (લગભગ 3,200 રૂપિયા) રાખવામાં આવી છે. કંપની આ ફોનનુ વેચાણ 7 મેથી શરૂ કરશે. જોકે, ભારતમાં આના લૉન્ચિંગ વિશે સસ્પેન્સ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
સુરત
ગુજરાત
રાજકોટ
Advertisement