શોધખોળ કરો
અમેઝોન સેલમાં આ પ્રીમિયમ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, જાણી લો ઓફર શું છે.....
કાલથી શરૂ થયેલો આ સેલ 25 ફેબ્રુઆરી સુધી ચાલશે, જાણો કયા કયા ફોન પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ....

(પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ ઇ-કોમર્સ પ્લેટફોર્મ અમેઝોન પર Fab Phones Festની શરૂઆત થઇ ચૂકી છે, આ સેલ માટે અમેઝોન પર એક માઇક્રો પેજ પણ બનાવવામાં આવ્યુ છે. જ્યાં સેલ સાથે રિલેટેડ ડિટેલ્સ આપવામાં આવી છે. અમેઝોનના આ સેલમાં સૌથી વધુ વેચાનારા સ્માર્ટફોન્સ પર લગભગ 40 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કાલથી શરૂ થયેલો આ સેલ 25 ફેબ્રુઆરી સુધી ચાલશે, જાણો કયા કયા ફોન પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ..... આ બ્રાન્ડ્સના ફોન પર મળશે ડિસ્કાઉન્ટ.... અમેઝોનના આ સેલમાં બજેટ ફોનથી લઇને પ્રીમિયમ ફોન પર સારુ એવુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. સેલમાં iPhone, Honor, Redmi, OnePlus, Samsung, Oppo, Vivo, Nokia, Techno અને Coolpad જેવી બ્રાન્ડ્સના ફોન પર 40 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે આ સેલમાં ફોનની એસેસરીઝ પર પણ 40 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. મળશે આ ઓફર્સ પણ.... સાથે જ કેટલીય સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર પણ આપવામાં આવી રહી છે. જો તમે Kotak Bank કાર્ડથી પેમેન્ટ કરો છો તો 10 ટકાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત નૉ કૉસ્ટ EMI અને એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે. એટલે કે તમારા જુના મોબાઇલને આપીને નવો મોબાઇલ લઇ શકો છો.
વધુ વાંચો





















