શોધખોળ કરો
Advertisement
Xiaomiનો આ લેટેસ્ટ સ્માર્ટફોન સસ્તામાં ખરીદવાનો મોકો, જાણો ઓફર વિશે.....
ઇ-કોમર્સ કંપની અમેઝોન અનુસાર આ ફોન પર 750 રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. જોકે તમારે ફોનનુ પેમેન્ટ HDFC કાર્ડ દ્વારા કપવુ પડશે. HDFC કાર્ડધારકોને જ આ ફાયદો મળશે. જાણો કિંમત અને સ્પેશિફિકેશન્સ વિશે....
નવી દિલ્હીઃ જો તમે એક નવો સ્માર્ટફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તે તમારી પાસે શાનદાર મોકો છે. ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમીના રેડમી 9 પાવર પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઇ-કોમર્સ કંપની અમેઝોન અનુસાર આ ફોન પર 750 રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. જોકે તમારે ફોનનુ પેમેન્ટ HDFC કાર્ડ દ્વારા કપવુ પડશે. HDFC કાર્ડધારકોને જ આ ફાયદો મળશે. જાણો કિંમત અને સ્પેશિફિકેશન્સ વિશે.....
આ છે કિંમત...
રેડમી 9 પાવર પહેલા માત્ર બે વેરિએન્ટમાં જ અવેલેબલ હતો, વળી હવે કંપનીએ આ ફોનનુ નવુ વેરિએન્ટ 6GB + 128GB પણ લૉન્ચ કર્યુ છે. આના 4GB +64GBની કિંમત 10,999 રૂપિયા છે અને 4GB +128GB ની કિંમત 11,999 રાખવામાં આવી છે. આના લેટેસ્ટ વેરિએન્ટ 6GB +128GBની કિંમત 12,999 રૂપિયા રાખવામાં આવી છે.
સ્પેશિફિકેશન્સ....
રેડમી 9 પાવરમાં 6.53- ઇંચની ફૂલ-HD+ ડૉટ નૉચ ડિસ્પ્લે છે. ફોન લેટેસ્ટ એમઆઇયુઆઇ 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોન Qualcomm Snapdragon 662 પ્રૉસેસર વાળો છે. આ ફોન નૉટ 9 4Gના રિબેજ્ડ વર્ઝન છે. કંપનીએ તાજેતરમાંજ આને ચીનમાં લૉન્ચ કર્યો હતો. તમને આ ફોનમાં ડ્યૂલ નેનો સિમ પોર્ટ મળશે. આ ફોનમાં 6000mAhની પાવરફૂલ બેટરી આપવામાં આવી છે, જે 18Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કેમેરા....
રેડમી 9 પાવરમાં તમને 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-એન્ગલ વાઇડ લેન્સ વાળુ સેકન્ડરી સેન્સર, 2- મેગાપિક્સલનો મેક્રો શૂટર અને 2- મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યુ છે. ફોનમાં સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
બિઝનેસ
Advertisement