શોધખોળ કરો

હવે આંગળીના ટેરવે થશે UPI પેમેન્ટ! PhonePe એ 5000 સુધીના ટ્રાન્ઝેક્શન માટે PIN ની અનિવાર્યતા કરી દૂર

Phone Pe Without PIN Transaction: ફોનપેએ UPI ચુકવણીઓને સરળ બનાવવા માટે એક નવી બાયોમેટ્રિક સુવિધા ઉમેરી છે. નાના વ્યવહારો હવે ઝડપથી પૂર્ણ થશે, જેનાથી દર વખતે પિન દાખલ કરવાની જરૂર નહીં પડે.

Phone Pe Without PIN Transaction: દેશમાં હવે મોટાભાગના લોકો ઓનલાઈન પેમેન્ટ કરે છે અને આ માટે UPI સૌથી પસંદગીની રીત બની ચુકી છે. કરિયાણાની દુકાનથી લઈને કેબ, ફૂડ ડિલિવરી અને શોપિંગ સુધી, દરેક જગ્યાએ મોબાઈલથી પેમેન્ટ સામાન્ય વાત છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનની આ જ ઝડપ વચ્ચે PhonePe એ મોટો ફેરફાર કર્યો છે. હવે UPI પેમેન્ટ કરતી વખતે દરેક વખતે પિન નાખવો જરૂરી નહીં હોય.

કંપનીએ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની સુવિધા શરૂ કરી છે, જેનાથી યુઝર ફિંગરપ્રિન્ટ અથવા ફેસ અનલોક દ્વારા પેમેન્ટ કરી શકશે. આ ફીચર પેમેન્ટ પ્રોસેસને વધુ સરળ, ઝડપી અને ઓછી ઝંઝટવાળી બનાવવા માટે લેવામાં આવ્યું છે. તમે કેવી રીતે આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો અને હાલમાં કયા ફોનમાં આ ફીચર મળશે, જાણી લો સંપૂર્ણ સમાચાર.

5000 સુધીનું પેમેન્ટ પિન વગર:

જો તમે UPI નો ઉપયોગ નાની-મોટી ખરીદી માટે વધુ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. હવે 5000 રૂપિયા સુધીના UPI ટ્રાન્ઝેક્શન પિન નાખ્યા વગર કરી શકાશે. ઓછી કિંમતના ટ્રાન્ઝેક્શનમાં સ્માર્ટફોનની નેટિવ સિક્યુરિટી સિસ્ટમનો બીજા ઓથેન્ટિકેશન ફેક્ટર તરીકે ઉપયોગ કરવામાં આવશે. એનો અર્થ એ છે કે રાશન, ખાવા-પીવાનું, દવા કે નાની શોપિંગ જેવા રોજિંદા પેમેન્ટ માટે ફક્ત ફિંગરપ્રિન્ટ કે ફેસ રિકગ્નિશન પૂરતું હશે.

આ ફોનમાં મળશે સુવિધા:

જોકે મોટા ટ્રાન્ઝેક્શન માટે અત્યારે પણ UPI PIN જરૂરી રહેશે, જેથી સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થાય. કંપનીનું કહેવું છે કે આ ફીચર પેમેન્ટ ફ્લોમાં આવતી અડચણોને ઘટાડશે અને યુઝર્સને ઝડપથી ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવામાં મદદ કરશે. હાલમાં આ સુવિધા માત્ર એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આગામી સમયમાં તેને આઈફોન યુઝર્સ માટે પણ શરૂ કરવામાં આવશે.

કેવી રીતે કરશો આ ફીચરનો ઉપયોગ?

આ સુવિધાને એક્ટિવ કરવી સરળ છે. સૌથી પહેલા PhonePe એપ ખોલો અને તમારા પ્રોફાઇલ સેક્શનમાં જાઓ. ત્યાં Manage Payments નો ઓપ્શન મળશે. ત્યારબાદ બાયોમેટ્રિક પે આઇકોન પર ટેપ કરો. તમારા બેંક એકાઉન્ટ માટે UPI પેમેન્ટમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ઓન કરો.

પહેલીવાર સેટઅપ દરમિયાન તમારે તમારો UPI PIN અને બાયોમેટ્રિક બંનેથી કન્ફર્મ કરવાનું રહેશે. એકવાર પ્રક્રિયા પૂરી થયા પછી 5000 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન માટે પિન નાખવાની જરૂર નહીં પડે. ફોનની ઇનબિલ્ટ ફિંગરપ્રિન્ટ કે ફેસ અનલોક સિસ્ટમ જ સુરક્ષાના બીજા સ્તર તરીકે કામ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget