Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી
Redmi એ ભારતમાં વધુ એક બજેટ-ફ્રેન્ડલી સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ચીની કંપનીએ તાજેતરમાં આ ફોન વૈશ્વિક બજારમાં લોન્ચ કર્યો છે.

- Redmi 17 5G ભારતમાં ₹23,999 ની શરૂઆતની કિંમતે લોન્ચ.
- 7900mAh બેટરી, શક્તિશાળી સ્નેપડ્રેગન 4 Gen 5 પ્રોસેસર આકર્ષણ.
- 6.9 ઇંચ HD+ ડિસ્પ્લે, 50MP કેમેરા, IP64 રેટિંગ ધરાવે છે.
- 10 સપ્ટેમ્બરે Amazon, Mi.com પરથી ફોન ઉપલબ્ધ થશે.
Redmi એ ભારતમાં વધુ એક બજેટ-ફ્રેન્ડલી સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ચીની કંપનીએ તાજેતરમાં આ ફોન વૈશ્વિક બજારમાં લોન્ચ કર્યો છે. તે મોટી બેટરી અને શાનદાર ફીચર્સ સાથે આવે છે. કંપનીએ વૈશ્વિક બજારમાં આ ફોનની સાથે Redmi 17 4G પણ લોન્ચ કર્યો છે. આ ફોનમાં યૂઝર્સને 7900mAh ની શાનદાર બેટરી મળશે.
Redmi 17 5G ની કિંમત
Redmi નો આ 5G ફોન ભારતમાં બે સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે: 6GB RAM + 128GB અને 8GB RAM + 128GB. ફોન ₹39,999 થી શરૂ થાય છે, જેમાં ટોપ વેરિઅન્ટની કિંમત ₹41,999 છે. જોકે આ ફોન ભારતમાં ₹23,999 થી શરૂ કરીને વેચાણ માટે ઉપલબ્ધ થશે, જેમાં ટોપ વેરિઅન્ટ ₹26,999 માં ઉપલબ્ધ થશે.
આ ફોન ત્રણ રંગ વિકલ્પોમાં આવે છે: Absolute Black, Endless Blue અને Eternal Orange. આ વેચાણ 10 સપ્ટેમ્બરે ઈ-કોમર્સ વેબસાઇટ્સ Amazon India અને Mi.com પર યોજાશે.
Redmi 17 5G ના ફીચર્સ
Redmiનો આ બજેટ-ફ્રેંડલી ફોન 6.9-ઇંચ HD+ ડિસ્પ્લે સાથે આવે છે. ફોનનું રિઝોલ્યુશન 720 x 1600 પિક્સેલ છે અને તે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે અને 825 nits સુધીની પીક બ્રાઇટનેસ ધરાવે છે. Redmi એ ડિસ્પ્લે પ્રોટેક્શન માટે ફ્લેગશિપ-લેવલ કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i પ્રદાન કર્યું છે.
આ પણ વાંચો- 4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
Redmi 17 5G ક્વાલકોમ સ્નેપડ્રેગન 4 Gen 5 ચિપસેટ દ્વારા સંચાલિત છે. જે 8GB RAM અને 128GB સુધી સ્ટોરેજ સાથે જોડાયેલ છે. ફોનના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2TB સુધી વધારી શકાય છે. ફોનમાં IP64 રેટિંગ પણ છે જે તેને પાણી અને ધૂળ સામે પ્રતિરોધક બનાવે છે. આ બજેટ-ફ્રેંડલી સ્માર્ટફોનમાં પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. ફોનમાં 50MP મુખ્ય કેમેરા અને સેકન્ડરી કેમેરા છે. સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે, Redmi ફોનમાં 8MP કેમેરા છે. આ ફોન એન્ડ્રોઇડ 16 પર આધારિત HyperOS 3 પર ચાલે છે. ફોનમાં 7900mAh બેટરી છે અને 45W ફાસ્ટ ચાર્જિંગ ઓફર કરે છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં ડ્યુઅલ 5G સિમ કાર્ડ, વાઇફાઇ, NFC, બ્લૂટૂથ, USB ટાઇપ-C અને 3.5mm ઓડિયો જેકનો સમાવેશ થાય છે.






















