શોધખોળ કરો
Samsung Galaxy S20ના લોન્ચિંગ પહેલા લીક થયા ફીચર્સ, જાણો વિગતે
રિપોર્ટ અનુસાર, નવા Galaxy S20ને 5G કેનેક્ટિવિટી સાથે બજારમાં ઉતારી શકે છે.

નવી દિલ્હી: સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ આ વર્ષે અનેક નવા સ્માર્ટફોન માર્કેટમાં લઈને આવી રહી છે. જેમાં કંપની Galaxy S20 ને પણ આ વર્ષે લોન્ચ કરવાની તૈયારીમાં છે, જો કે સેમસંગે અત્યાર સુધી લોન્ચિંગ તારીખ, કિંમત અને સ્પેસિફિકેનની સત્તાવાર જાણકારી આપી નથી, પરંતુ આ નવો સ્માર્ટફોન લોન્ચ થાય તે પહેલા જ તેના ફિચર્સ અંગેની જાણકારી લીક થઈ ગઈ છે.
રિપોર્ટ અનુસાર, નવા Galaxy S20ને 5G કેનેક્ટિવિટી સાથે બજારમાં ઉતારી શકે છે. આ ફોનની ડિસ્પ્લે 6.2 ઈંચની પંચહોલ એમોલેડ ડિસ્પ્લે હોઈ શકે છે. જેનુ રિઝોલ્યૂશન 3200×1440 પિક્સલ હશે.
કેમેરાની વાત કરીએ તો ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે. રિયરમાં 64 મેગાપિક્સલ ટેલિ લેન્સ કેમેરા આપવામાં આવશે, સાથે 12 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર અને 12 મેગાપિક્સલ વાઈડ એન્ગલ લેન્સ આવશે. જ્યારે સેલ્ફી માટે 10 મેગાપિક્સલ કેમેરા હશે.
આ ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ સાથે એક્સીનોસ 990 પ્રોસેસર આપવામાં આવશે. સાથે ફોનમાં 4000 એમએએચની બેટરી મળી શકે છે, જે ફાસ્ટ ચાર્જિંગ ફીચરથી લેસ હશે.

વધુ વાંચો