Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનનો સેલ આજથી શરુ, પ્રથમ 24 કલાકમાં 1 લાખ લોકોએ કર્યો બુક
ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં તેની પકડ વધુ મજબૂત કરવા સેમસંગે ગયા મહિને 2 સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા.
Samsung Galaxy Z Fold 5 and Galaxy Z Flip 5: ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં તેની પકડ વધુ મજબૂત કરવા સેમસંગે ગયા મહિને 2 સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. Samsung Galaxy Z Fold 5 અને Galaxy Z Flip 5 સ્માર્ટફોનનું વેચાણ આજથી શરૂ થઈ ગયું છે. બંને ફોન ફ્લિપકાર્ટ, એમેઝોન અને સેમસંગની સત્તાવાર વેબસાઇટ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. કંપની સ્માર્ટફોન પર 8000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. આજે વેચાણ શરૂ થયા પહેલા કંપનીને પ્રી-બુકિંગ દરમિયાન 1 લાખથી વધુ ઓર્ડર મળ્યા છે, જે પાછળના જનરેશનના ફોલ્ડેબલ અને ફ્લિપ ફોન્સ કરતાં 1.7 ગણા વધુ છે.
કિંમત
Galaxy Z Flip 5 ના 8GB + 256GB વેરિઅન્ટની કિંમત 99,999 રૂપિયા છે અને 8GB + 512GB વેરિઅન્ટની કિંમત 1,09,999 રૂપિયા છે. બીજી તરફ, Galaxy Z Fold 5 ની કિંમત 12GB+256GB વેરિઅન્ટ માટે રૂ. 1,54,999, 12GB+512GB વેરિઅન્ટ માટે રૂ. 1,64,999 અને 12GB+1TB મોડલ માટે રૂ. 1,84,999 છે. સેમસંગ એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને રૂ. 8,000નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને સેમસંગ શોપ એપ યૂઝર્સને મર્યાદિત સમય માટે ફોન ખરીદવા પર રૂ. 2,000નું વધારાનું વેલકમ વાઉચર ઓફર કરી રહ્યું છે. આ સિવાય સેમસંગના ઓનલાઈન સ્ટોર અથવા સેમસંગ શોપ એપ પરથી ફોલ્ડેબલ ફોન ખરીદવા પર 12,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ છે.
સ્પેસિફિકેશન
ફ્લિપ 5માં 120hz ના રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચની પૂર્ણ-HD+ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે છે. ફોનમાં Snapdragon 8 Gen 2 પ્રોસેસર અને 12+12MPના બે કેમેરા ઉપલબ્ધ છે. સ્માર્ટફોન 25W વાયર્ડ ચાર્જિંગ સાથે 3700mAh બેટરી મળે છે. 7.6-ઇંચ QXGA+ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે છે જે 120Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. કવર ડિસ્પ્લે 6.2-ઇંચ HD+ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે છે. ફોટોગ્રાફી માટે 50MP વાઇડ કેમેરા 10MP ટેલિફોટો કેમેરા અને 12MP અલ્ટ્રાવાઇડ કેમેરા ઉપલબ્ધ છે. અંદર 4MP અંડર-ડિસ્પ્લે કેમેરા છે, જ્યારે કવર પર 10MP સેલ્ફી કેમેરા છે. સ્માર્ટફોનમાં 4400mAh બેટરી 25W વાયર્ડ ચાર્જિંગ સાથે આવે છે.
સ્માર્ટફોન આ મહિને લોન્ચ થઈ રહ્યા છે
આ મહિને Realme 2 સ્માર્ટફોન લોન્ચ કરશે જેમાં Realme 11 અને Realme 11x 5G સામેલ છે. ત્યારબાદ Jio ફોન લોન્ચ થશે. આ પછી IQOO Z7 Pro 5G ફોન લોન્ચ થશે. આ તમામ સ્માર્ટફોનને બજેટ રેન્જમાં લોન્ચ કરવામાં આવશે.