શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સેમસંગના દમદાર Galaxy M01 સ્માર્ટફોનની ડિટેલ લીક, જાણો કોને-કોને આપશે માર્કેટમાં ટક્કર
સેમસંગ ગેલેક્સી M01s વેબસાઇટ પર મૉડલ નંબર SM-M017F/DSની સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. ખાસ વાત છે કે આ ફોન એન્ડ્રૉઇડ 9 પર કામ કરી શકે છે. આ સ્માર્ટફોન સિંગલ બેન્ડ 2.4 GHz WI-Fi 802.11 b/g/n નેટવર્ક પર ફિચર હશે
નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર સેમસંગ ભારતમાં બહુ જલ્દી પોતાના દમદાર સ્માર્ટફોન Galaxy M01 લૉન્ચ કરશે, જોકે, હજુ ક્યારે લૉન્ચ થશે તેની માહિતી નથી. બીજીબાજુ ગેલેક્સી M01ના લૉન્ચિંગ પહેલા તેની સાથે જોડાયેલી કેટલાક મહત્વની ડિટેલ લીક થઇ ગઇ છે. આ ફોન Wi-Fi Alliance વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે.
સેમસંગ ગેલેક્સી M01s વેબસાઇટ પર મૉડલ નંબર SM-M017F/DSની સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. ખાસ વાત છે કે આ ફોન એન્ડ્રૉઇડ 9 પર કામ કરી શકે છે. આ સ્માર્ટફોન સિંગલ બેન્ડ 2.4 GHz WI-Fi 802.11 b/g/n નેટવર્ક પર ફિચર હશે.
સેમસંગનો આ સ્માર્ટફોન ડ્યૂલ સિમ સ્લૉટની સુવિધા સાથે માર્કેટમાં આવશે, આ ફોન મીડિયાટેક હીલિયો પી22(MT6762V) પ્રૉસેસર બેઝ્ડ હશે, સાથે આમાં 3GB રેમ પણ આપવામાં આવશે.
માર્કેટમાં થશે મોટી ટક્કર
બજેટ સેગમેન્ટમાં સ્માર્ટફોનનો સીધો મુકાબલો ચીનની સ્માર્ટફોન કંપની વિવો, રેડમી અને રિયલમી સાથે થશે. ક્વૉલિટીના મામલે આજે પણ સેમસંગના સ્માર્ટફોન સૌથી બેસ્ટ માનવામાં આવે છે. જ્યારે ચીની સ્માર્ટફોનની લાઇફ બહુજ ઓછી હોય છે. નવા Galaxy M01ના આવ્યા બાદ બજેટ સેગેમેન્ટમાં ટક્કર મજબૂત થવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion