શોધખોળ કરો

શું ઘરમાં રાખેલા ડિવાઈઝ કરી રહ્યા છે તમારી જાસૂસી? Smart TV અને Camera કેવી રીતે છે જોખમી?

Internet Connected Devices: સ્માર્ટ હોમ હવે ભવિષ્યની વાત નથી રહી. ઇન્ટરનેટથી જોડાયેલા ટીવી, કેમેરા, સ્માર્ટ સ્પીકર, ડોરબેલ, બેબી મોનિટર અને રોબોટ વેક્યૂમ જેવા ડિવાઇસ લાખો ઘરોનો હિસ્સો બની ચૂક્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આધુનિક ઘરોમાં ઇન્ટરનેટ કનેક્ટેડ ડિવાઇસ સતત ડેટા એકત્રિત કરે છે.
  • આ ડિવાઇસ ક્લાઉડ સર્વર દ્વારા ડેટાની આપ-લે કરે છે, સુરક્ષા મહત્વની.
  • બેકડોર અને ક્લાઉડ સિસ્ટમની ખામીઓ ડેટા સુરક્ષા માટે જોખમી છે.
  • તાજેતરની ઘટનાએ IoT ડિવાઇસ ડેટા સુરક્ષાની નબળાઈઓ દર્શાવી.

Internet Connected Devices: આજના સમયમાં કોઈ પણ આધુનિક ઘર પર નજર કરીએ તો તમને એવા ઘણા ડિવાઇસ મળી જશે જે ઇન્ટરનેટ સાથે કનેક્ટ હોય છે. લિવિંગ રૂમમાં રાખેલું સ્માર્ટ ટીવી, રોબોટ વેક્યૂમ, સ્માર્ટ કેમેરા અને સ્માર્ટવોચ તમારી એક્ટિવિટીનો રેકોર્ડ રાખે છે. આ તમામ ડિવાઇસ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) નો ભાગ છે જેનો હેતુ આપણી જિંદગીને સરળ અને સુવિધાજનક બનાવવાનો છે. પરંતુ આ સુવિધાઓ પાછળ એક મોટો સવાલ છુપાયેલો છે કે આખરે આ ડિવાઇસો દ્વારા એકત્રિત કરવામાં આવેલો ડેટા જાય છે ક્યાં?

 

ઘર બની ચૂક્યું છે એક ડિજિટલ નેટવર્ક

સ્માર્ટ હોમ હવે ભવિષ્યની વાત નથી રહી. ઇન્ટરનેટથી જોડાયેલા ટીવી, કેમેરા, સ્માર્ટ સ્પીકર, ડોરબેલ, બેબી મોનિટર અને રોબોટ વેક્યૂમ જેવા ડિવાઇસ લાખો ઘરોનો હિસ્સો બની ચૂક્યા છે. સસ્તા ડેટા દર, ઝડપી ઇન્ટરનેટ અને સસ્તા હાર્ડવેરે આ ડિવાઇસોને સામાન્ય લોકો સુધી પહોંચાડી દીધા છે.

જો કે, મોટાભાગના લોકો એ નથી સમજતા કે દરેક સ્માર્ટ ડિવાઇસ વાસ્તવમાં એક નાનું કમ્પ્યુટર છે જે સતત ઇન્ટરનેટ દ્વારા ડેટા મોકલે છે અને રિસીવ કરે છે. આ માહિતી અવારનવાર ઉત્પાદક કંપનીઓના ક્લાઉડ સર્વર્સ સુધી પહોંચે છે જ્યાં તેનું પ્રોસેસિંગ અને સ્ટોરેજ થાય છે.

આ પણ વાંચો...Gadgets For Students: વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી છે આ ગેજેટ્સ, ફટાફટ ચેક કરો લીસ્ટ

સ્માર્ટ ડિવાઇસ એકબીજા સાથે કેવી રીતે વાત કરે છે?

ઘણા IoT ડિવાઇસ MQTT નામના કોમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે. તેને સરળ ભાષામાં સમજીએ તો આ મશીનો માટે એક ટપાલ સેવા જેવું કામ કરે છે. ડિવાઇસ સીધા એકબીજાનો સંપર્ક નથી કરતા પરંતુ એક સેન્ટ્રલ સર્વર દ્વારા મેસેજની આપ-લે કરે છે. ઉદાહરણ તરીકે, એક રોબોટ વેક્યૂમ પોતાની બેટરી, સફાઈની સ્થિતિ અને મેપિંગને લગતી માહિતી સર્વર પર મોકલે છે જેને મોબાઈલ એપ રિસીવ કરી લે છે.

આ વ્યવસ્થા ત્યારે જ સુરક્ષિત રહે છે જ્યારે સાચી વ્યક્તિઓને જ ડેટા સુધી પહોંચવાની પરવાનગી મળે. જો આ કંટ્રોલ નબળો પડી જાય તો તમારી ખાનગી માહિતી અજાણ્યા લોકો સુધી પહોંચી શકે છે.

બેકડોર શું હોય છે અને તે કેટલું ખતરનાક છે?

સાયબર સુરક્ષાની દુનિયામાં બેકડોર એવો રસ્તો હોય છે જેનાથી કોઈ વ્યક્તિ કે સોફ્ટવેર સામાન્ય સેફ્ટી પદ્ધતિઓને બાયપાસ કરીને સિસ્ટમ સુધી પહોંચી શકે છે.

ઘણી વખત આ ખરાબ ડિઝાઇન અથવા પ્રોગ્રામિંગના કારણે બની જાય છે. બીજી તરફ, કેટલાક કિસ્સાઓમાં ડિવાઇસોની અંદર એવા સોફ્ટવેર પણ જોવા મળ્યા છે જે માલિકની જાણ વગર અન્ય એક્ટિવિટી માટે ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં ડિવાઇસ પોતાનું સામાન્ય કામ તો કરતું રહે છે પરંતુ પડદા પાછળ કોઈ અન્ય માટે પણ કામ કરી શકે છે.

રોબોટ વેક્યૂમથી બહાર આવી લાખો ઘરોની માહિતી

તાજેતરમાં જ એક રોબોટ વેક્યૂમ સાથે જોડાયેલી ઘટનાએ સ્માર્ટ ડિવાઇસ સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કરી દીધા છે. એક સોફ્ટવેર એન્જિનિયરે પોતાના વેક્યૂમને કંટ્રોલ કરવા માટે તેની નેટવર્ક સિસ્ટમનો અભ્યાસ કર્યો.

તપાસ દરમિયાન ખબર પડી કે સર્વરની સુરક્ષા વ્યવસ્થામાં ખામી હોવાના કારણે હજારો અન્ય ડિવાઇસોની માહિતી પણ દેખાઈ રહી હતી. આમાં ઘરોના ફ્લોર મેપ, કેમેરા ફીડ અને અન્ય સંવેદનશીલ ડેટા સામેલ હતો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આના માટે કોઈ અઘરી હેકિંગ ટેકનિકની જરૂર નહોતી. સમસ્યા સર્વર પર રહેલા Authorization માં હતી. આ ઘટનાએ સાબિત કર્યું કે ઘણી વખત ખતરો ડિવાઇસમાં નહીં પરંતુ તેને ચલાવનારી ક્લાઉડ સિસ્ટમમાં છુપાયેલો હોય છે.

Frequently Asked Questions

ઇન્ટરનેટ કનેક્ટેડ ડિવાઇસ (IoT) શું છે?

આ એવા આધુનિક ઉપકરણો છે જે ઇન્ટરનેટ સાથે જોડાઈને આપણું જીવન સરળ બનાવે છે. સ્માર્ટ ટીવી, રોબોટ વેક્યૂમ, અને સ્માર્ટવોચ જેવા ઉપકરણો તેના ઉદાહરણ છે.

ઇન્ટરનેટ કનેક્ટેડ ડિવાઇસ દ્વારા એકત્રિત ડેટા ક્યાં સંગ્રહાય છે?

આ ડિવાઇસ સતત ઇન્ટરનેટ દ્વારા ડેટા મોકલે અને મેળવે છે, જે ઉત્પાદક કંપનીઓના ક્લાઉડ સર્વર્સ પર પ્રોસેસ અને સ્ટોર થાય છે.

સ્માર્ટ ડિવાઇસ એકબીજા સાથે કેવી રીતે સંવાદ કરે છે?

ઘણા IoT ડિવાઇસ MQTT નામની કોમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે. તેઓ સીધા નહીં, પરંતુ સેન્ટ્રલ સર્વર દ્વારા મેસેજની આપ-લે કરે છે.

સાયબર સુરક્ષામાં 'બેકડોર' એટલે શું?

બેકડોર એક એવો રસ્તો છે જેનાથી કોઈ વ્યક્તિ કે સોફ્ટવેર સુરક્ષા પદ્ધતિઓને બાયપાસ કરીને સિસ્ટમ સુધી પહોંચી શકે છે. તે ખરાબ ડિઝાઇન કે પ્રોગ્રામિંગને કારણે હોઈ શકે છે.

તાજેતરમાં રોબોટ વેક્યૂમ સાથે જોડાયેલી સુરક્ષા સમસ્યા શું હતી?

સર્વરની સુરક્ષા વ્યવસ્થામાં ખામી (Authorization issue) હોવાને કારણે હજારો અન્ય ડિવાઇસના ફ્લોર મેપ, કેમેરા ફીડ અને સંવેદનશીલ ડેટા બહાર આવી રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget