શોધખોળ કરો
Advertisement
શાનદાર બેટરી બેકઅપ માટે ખરીદો 6000mAh બેટરીવાળો સ્માર્ટફોન, આ છે ઓપ્શન
આજકાલ માર્કેટમાં એકથી એક શાનદાર ફીચર્સવાળા સ્માર્ટફોન મળે છે. સ્માર્ટફોનના સૌથી વધારે સારા ફીચર્સમાં ફોનની બેટરી, રેમ, સ્ટોરેજ, કેમેરા અને પ્રોસેસર હોય છે.
આજકાલ માર્કેટમાં એકથી એક શાનદાર ફીચર્સવાળા સ્માર્ટફોન મળે છે. સ્માર્ટફોનના સૌથી વધારે સારા ફીચર્સમાં ફોનની બેટરી, રેમ, સ્ટોરેજ, કેમેરા અને પ્રોસેસર હોય છે. જો તમે બેટરી માટે સારો ફોન ખરીદવા માંગો છો તો આજે અમે તમને 6000mAh બેટરીવાળા સ્માર્ટપોન વિશે જણાવીએ છીએ. સેમસંગથી લઈને પોકો સુધીના ઘણા ફોન છે જે કિંમતમાં શાનદારી બેટરી આપી રહ્યા છે.
1- Samsung Galaxy M31s- સેમસંગનો આ એક શાનદાર ફોન છે. આ સ્માર્ટફોનમાં તમને 6000 mAh ની બેટરી મળે છે, જે 5 વોટ સાથે ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. આ ફોનમાં 6.5 ઈંચ ફુલ એચડી પ્લસ સુપર એમોલેડ ઈનફિનિટી ઓ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં octa-core Exynos 9611 પ્રોસેસપ અને ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન છે.
2- Samsung Galaxy M31- સેમસંગ ગેલેક્સી એમ 31 સ્માર્ટફોનમાં તમને 6,000mAh ની બેટરી મળશે. આ સ્માર્ટફોન 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. ફોન ચાર્જિંગ કરવામાં ઘણો સમય લે છે. ફોનમાં 6.4-ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રેજન્યૂલેશન Full HD+ છે. સેમસંગના ફોનમાં Exynos 9611 ચિપસેટ સાથે 6GB RAM અને 64GB અને 128GB સ્ટોરેજ છે. ફોનમાં પ્રાઈમેરી કેમેરા 64-મેગાપિક્સલ, 8-મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ, 5-મેગાપિક્સલ મેક્રો સેંન્સર, 32-મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે.
3- Poco X3- આ ફોનમાં 6.67 ઈંચ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. જે 120 હર્ટ્ઝ રિફ્રેશ સાથે આવે છે. ફોનમાં 6000mAh ની બેટરી મળે છે, જે 33 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ડિસ્પ્લે HDR10 સર્ટિફિકેશનવાળી છે. આ ફોનમાં Qualcomm Snapdragon 732G SoC પ્રોસેસર છે. Adreno 618 GPU અને 8GB સુધી રેમ સાથે આવે છે.
4- Asus Rog Phone 3- બેટરીના હિસાબથી ખૂબ જ સારો અને સસ્તો ફોન છે. આ ફોનમાં 6,000mAh ની દમદાર બેટરી આપવામાં આવી છે. ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ ફિચર અને USB Type C ઓપ્શન આપવામાં આવ્યું છે. ફોનમાં ASUS ROG Phone 3 ગેમિંગ સ્માર્ટફોનના ફિચર્સની વાત કરવામાં આવે તો 6.59 ઈંચની AMOLED ડિસ્પ્લે સાથે આવે છે.
5- Samsung Galaxy F41- સેમસંગ ગેલેક્સી એફ 41 સ્માર્ટફોનમાં 6.4 ઈંચની ફુલ એચડી પ્લસ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં Infinity-U ડિસ્પ્લે પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનમાં તમને 6,000mAh ની બેટરી મળે છે જે 15W નો ફાસ્ટ ચાર્જિંગ સર્પોટ સાથે આવે છે. ફોનમાં ડિસ્પ્લે રિઝોલ્યૂશન 1080 x 2400 પિક્સલ આપવામાં આવ્યું છે. ફોનમાં Exynps 9611 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 6GB RAM + 64GB અને 6GB RAM + 128GB સ્ટોરેજ ઓપ્શન સાથે આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
Advertisement