(Source: ECI/ABP News/ABP Majha)
Solar Product: ખરીદો સસ્તાંમાં આ સોલાર જનરેટર, ટીવી, પંખાથી લઇને ઘરની તમામ વસ્તુઓ ચલાવવા નહીં પડે લાઇટની જરૂર
માર્કેટમાં આ સૉલાર ડિવાઇસ ખુબ ધૂમ મચાવી રહ્યું છે, તેની કિંમત છે માત્ર 17,999 રૂપિયા. આ ડિવાઇસ તમને પાવર બેકઅપ આપે છે
Solar Genrerator, Power Backup: આજકાલ દરેક જગ્યાએ લાઇટને લગતી મુશ્કેલીઓ સર્જાઇ રહી છે, ઘર હોય કે ઓફિસ કે પછી કારખાનુ-ગોડાઉન તમામ જગ્યાએ ઇલેક્ટ્રિસીટી કાપ એક મોટી સમસ્યા બની ગઇ છે, આને દુર કરવા માટે મોટાભાગના લોકો જનરેટર વસાવે છે, પરંતુ જનરેટરમાં ઇંધણ તમારુ બજેટ બગાડી દે છે. જો તમે આ તમામ સમસ્યાઓમાથી છૂટકારો મેળવવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને એક ખાસ પ્રૉડક્ટ્સ વિશે બતાવી રહ્યાં છે, અને તે છે સૉલાર જનરેટર (Solar Genrerator).
માર્કેટમાં આ સૉલાર ડિવાઇસ ખુબ ધૂમ મચાવી રહ્યું છે, તેની કિંમત છે માત્ર 17,999 રૂપિયા. આ ડિવાઇસ તમને પાવર બેકઅપ આપે છે, અને ઇલેક્ટ્રિકસિટી હોય કે ના હોય તમારા તમામ ગેજેટ્સ જેવા કે પંખાથી લઇને લાઇટ, કૉમ્પ્યૂટર વગેરેને ચલાવી શકે છે. આમા ખાસ છે કે, તમે સૂર્યની ઉર્જાથી આ ડિવાઇસને ચલાવો છો, એટલે લાઇટની ઝઝંટ રહેતી નથી. જાણો શું આ ડિવાઇસ વિશે...
કયુ છે આ જનરેટર -
આ સૉલાર જનરેટરનુ નામ છે SR Portables Solar Generator (Thia) છે. તે સાઇઝમાં ખૂબ જ નાનું છે અને તમે તેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો. તેનો ઉપયોગ ટીવી અને લેપટોપ જેવા નાના ઉપકરણો ચલાવવા માટે કરી શકાય છે. તે કલાકો સુધી પાવર બેકઅપ આપવામાં સક્ષમ છે.
Solar Genreratorની વિશેષતાઓ -
આના ખાસ ફિચર્સ અને વિશેષતાઓ અંગે વાત કરીએ તો, તો આ 130 વોૉટ કલાકની ક્ષમતા સાથે આવે છે, જેનું વજન 1.5 કિલો છે. આટલું લાઈટ હોવા છતાં, તમે તેના કારણે તમારા ઘરના ટીવી ફેન અને લેપટોપને પણ ચલાવી શકો છો. પાવર જતી રહે ત્યારે પણ તમે કલાકો સુધી તેનો ઉપયોગ કરી શકો છો અને તમે સ્માર્ટફોન સહિત સ્માર્ટફોન એસેસરીઝ પણ ચાર્જ કરી શકો છો. જેમ કે અમે તમને કહ્યું હતું કે આ એક પોર્ટેબલ સોલર પાવર જનરેટર છે, તેથી તમે તેને ગમે ત્યાં લઈ જઈ શકો છો અને તેને બેગમાં રાખીને મુસાફરી પણ કરી શકો છો.
આ સોલર પાવર જનરેટરને તડકામાં મુકીને પણ ચાર્જ કરી શકાય છે, પરંતુ જો તમે તેને તડકામાં ચાર્જ કરવા માંગતા ન હોય તો આપ તેને ડાયરેક્ટ ઈલેક્ટ્રીસીટીથી પણ ચાર્જ કરી શકો છો. ઘર માટે આ સોલર પાવર જનરેટરનો ઉપયોગ એક શ્રેષ્ઠ બેકઅપ ઉપકરણ તરીકે થઈ શકે છે અને તમે તેનો ઉપયોગ તમારા ઘરના વીજળીના બિલને મેનેજ કરવા માટે પણ કરી શકો છો.