શોધખોળ કરો

ભારતીય યુઝર્સને મળ્યુ Tweet Edit કરવાનો ઓપ્શન, PayTMના ફાઉન્ડરે આપી જાણકારી

PayTMના સ્થાપક વિજય શેખર શર્માએ ટ્વિટ કરીને ટ્વિટરના એડિટ બટન વિશે જણાવ્યું હતું

લોકપ્રિય માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરની માલિકી એલન મસ્ક પાસે આવી ગઇ છે. આવનારા સમયમાં તેમાં ઘણા બદલાવ જોવા મળી શકે છે. કંપનીએ થોડા સમય પહેલા તેમાં એડિટ બટન ઉમેર્યું હતું. હવે એવું લાગે છે કે ટ્વિટરનું આ ફીચર ભારતીય યુઝર્સ માટે પણ લોન્ચ કરી દેવામાં આવ્યુ છે.

PayTMના સ્થાપક વિજય શેખર શર્માએ ટ્વિટ કરીને ટ્વિટરના એડિટ બટન વિશે જણાવ્યું હતું. વિજય શેખરના મતે તેમને એડિટ બટનનો વિકલ્પ મળી રહ્યો છે. તેમણે આ અંગેનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.

તેમણે એક ટ્વીટ કર્યું હતું, જે બાદમાં એડિટ કરવામાં આવ્યું હતું. એડિટેડ ટ્વીટમાં લખ્યું છે કે આ એડિટેડ ટ્વીટ છે. કંપનીએ એવી માહિતી પણ આપી છે કે તેને છેલ્લે 28 ઓક્ટોબરે રાત્રે 10.53 વાગ્યે એડિટ કરવામાં આવ્યું હતું.

તેમણે આ ટ્વીટની નીચે સ્ક્રીનશોટ શેર કરીને આ ફીચર વિશે જણાવ્યું હતુ. એટલે કે ટ્વિટ કર્યા પછી પણ તેને એડિટ કરવાનો વિકલ્પ મળી રહ્યો છે. આ ફેસબુકની એડિટ પોસ્ટ જેવું જ છે. આ સુવિધા અત્યારે બધા યુઝર્સ માટે ઉપલબ્ધ નથી.

એક રિપોર્ટ અનુસાર, આ ફીચર Twitter iPhone યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં આ ટેસ્ટિંગ ફીચરમાં હોઇ શકે છે.  ઉલ્લેખનીય છે કે કંપનીએ આ મહિનાની શરૂઆતમાં યુએસ અને અન્ય દેશોના પસંદ કરેલા યુઝર્સ સાથે આ ફીચર શરૂ કર્યું હતું.

હવે આ સુવિધા ભારતમાં પણ પસંદગીના યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. આમાં એક સારી વાત એ છે કે ટ્વિટ એડિટ વિશે આપવામાં આવેલી માહિતી પર ક્લિક કરીને જૂની ટ્વિટ જોઈ શકાય છે. જો આ સુવિધા ભારતમાં શરૂ થઈ રહી છે, તો એલન મસ્કની જવાબદારી સંભાળતા જ ભારતીય યુઝર્સ માટે આ સારા સમાચાર છે.

મફત નહી હોય આ ફીચર

આ ફીચર વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે મફતમાં નથી. એટલે કે તેના યુઝર્સને પૈસા ચૂકવવા પડી શકે છે. યુઝર્સે આ માટે ટ્વિટર બ્લુને સબ્સ્ક્રાઇબ કરવું પડશે, જેની કિંમત યુએસમાં દર મહિને $4.99 (લગભગ રૂ. 400) છે. ભારતમાં તેના સબ્સ્ક્રિપ્શન માટે દર મહિને 250 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે.

ટોપ સ્ટોરી

Technolog: Vivo X500sની એન્ટ્રીની તૈયારી, મળશે આ ફ્લેગશિપ ફિચર્સ
Technolog: Vivo X500sની એન્ટ્રીની તૈયારી, મળશે આ ફ્લેગશિપ ફિચર્સ
OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક
GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Alpesh Thakor: ભાગળ હુમલા બાદ અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 'હવે હિંસા થશે તો આખું ગામ ખાલી કરાવી દઈશ'
Alpesh Thakor: ભાગળ હુમલા બાદ અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 'હવે હિંસા થશે તો આખું ગામ ખાલી કરાવી દઈશ'
Delimitation Bill: સિમાંકન બિલ સામે ઈન્ડિયા ગઠબંધન સક્રિય, સોનિયા-રાહુલ-ખડગે ચેન્નાઈ પહોંચ્યા, ટ્રાઇડેન્ટ હૉટેલમાં ધામા
Delimitation Bill: સિમાંકન બિલ સામે ઈન્ડિયા ગઠબંધન સક્રિય, સોનિયા-રાહુલ-ખડગે ચેન્નાઈ પહોંચ્યા, ટ્રાઇડેન્ટ હૉટેલમાં ધામા
Alpesh Thakor: ભાગળ ગામ અથડામણ બાદ અલ્પેશ ઠાકોર મેદાને, પીડિત પરિવારને મદદની ખાતરી, ગેંગ સામે કડક ચેતવણી
Alpesh Thakor: ભાગળ ગામ અથડામણ બાદ અલ્પેશ ઠાકોર મેદાને, પીડિત પરિવારને મદદની ખાતરી, ગેંગ સામે કડક ચેતવણી
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
Embed widget