શોધખોળ કરો

UPI Alert: મોબાઇલ નંબર બદલતા જ કરો આ જરૂરી કામ, નહીંતર બંધ થઈ શકે છે બેંકિંગ સેવાઓ

Financial Services: મોબાઇલ નંબર બદલ્યા પછી બેંક, UPI, ક્રેડિટ કાર્ડ અને અન્ય નાણાકીય ખાતાઓમાં નવો નંબર અપડેટ કરવો જરૂરી છે. બેદરકારીના કારણે OTP, બેંક એલર્ટ અને ઓનલાઇન ચુકવણી સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નવો મોબાઈલ નંબર નાણાકીય સેવાઓ માટે અપડેટ કરવો જરૂરી.
  • સૌપ્રથમ બેંક ખાતામાં નવો નંબર અપડેટ કરાવો ફરજિયાત.
  • UPI, ક્રેડિટ કાર્ડ, રોકાણ ખાતાઓમાં પણ નંબર અપડેટ કરવો.

Mobile Number Update: જો તમે તાજેતરમાં જ તમારો મોબાઇલ નંબર ચેન્જ કર્યો છે, તો માત્ર મિત્રો અને સંબંધીઓને જ નવા નંબર વિશે જણાવવું પૂરતું નથી. આજના સમયમાં લોકો બેંકિંગ, યુપીઆઈ, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ખૂબ વધારે કરી રહ્યા છે, આ બધી સેવાઓ તેમના મોબાઇલ નંબર સાથે રજિસ્ટર્ડ હોય છે. એવામાં જો તમે તમારો નવો નંબર યોગ્ય સમયે અપડેટ નહીં કરો, તો ઓટીપી, બેંક એલર્ટ અને ઓનલાઇન પેમેન્ટ જેવી ઘણી જરૂરી સેવાઓ બંધ થઈ શકે છે. આ જ કારણ છે કે નવું સિમ લીધા પછી તમારા તમામ નાણાકીય ખાતાઓમાં મોબાઇલ નંબર અપડેટ કરવો ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ કઈ-કઈ જગ્યાઓ પર નવો નંબર અપડેટ કરવાનું ભૂલવું ન જોઈએ.

સૌથી પહેલા બેંક ખાતામાં અપડેટ કરો નવો નંબર

જો તમે નવો નંબર લીધો છે, તો સૌથી પહેલા તમારા બેંક ખાતામાં તમારો નવો નંબર અપડેટ કરો. અવારનવાર બેંક તે જ નંબર પર ઓટીપી, ટ્રાન્ઝેક્શન એલર્ટ, ઇન્ટરનેટ બેંકિંગ લોગિન અને ડેબિટ કાર્ડ વેરિફિકેશનથી જોડાયેલી માહિતી મોકલે છે, જે બેંક ખાતા સાથે રજિસ્ટર્ડ હોય. એવામાં જો તમે નવા નંબરને અપડેટ નહીં કરો, તો તમારા બેંક ખાતામાં જૂનો નંબર જ નોંધાયેલો રહેશે. આના કારણે તમને બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો...સિમ એક્ટિવ રાખવા BSNL નો સસ્તો પ્લાન, માત્ર 107 રુપિયામાં મળશે મફત કોલિંગ અને ડેટા બેનિફિટ્સ

UPI એપ્સ અને કાર્ડ ડિટેલ્સ પણ કરો અપડેટ

માત્ર બેંકમાં નંબર બદલવો જ પૂરતો નથી, પરંતુ Google Pay, PhonePe, Paytm અને BHIM જેવી યુપીઆઈ એપ પણ તમારા બેંક સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરના આધારે જ કામ કરે છે. એવામાં જો તમે નવો નંબર અપડેટ નથી કરતા, તો તમને પૈસા મોકલવામાં કે મેળવવામાં મુશ્કેલી થઈ શકે છે.

આ સિવાય તમારા ક્રેડિટ કાર્ડ, ડીમેટ એકાઉન્ટ, મ્યુચ્યુઅલ ફંડ, શેર ટ્રેડિંગ પ્લેટફોર્મ અને અન્ય રોકાણ ખાતાઓમાં પણ નવો મોબાઇલ નંબર અપડેટ કરવો ખૂબ જ જરૂરી છે. જો તમારી પાસે વીમા પોલિસી (ઇન્સ્યોરન્સ), હોમ લોન, પર્સનલ લોન કે અન્ય નાણાકીય સેવાઓ છે, તો ત્યાં પણ નવો નંબર અપડેટ કરવાનું ન ભૂલતા. આનાથી ઈએમઆઈ, પ્રીમિયમ અને અન્ય જરૂરી સૂચનાઓ સમયસર મળતી રહેશે.

Frequently Asked Questions

નવો મોબાઇલ નંબર અપડેટ કરવો શા માટે જરૂરી છે?

નવો મોબાઇલ નંબર અપડેટ કરવો જરૂરી છે કારણ કે બેંકિંગ, યુપીઆઈ અને ક્રેડિટ કાર્ડ જેવી સેવાઓ તેના પર આધાર રાખે છે. અપડેટ ન કરવાથી OTP, બેંક એલર્ટ અને ઓનલાઇન પેમેન્ટમાં મુશ્કેલી પડી શકે છે.

નવો મોબાઇલ નંબર સૌપ્રથમ ક્યાં અપડેટ કરવો જોઈએ?

નવો મોબાઇલ નંબર સૌથી પહેલા તમારા બેંક ખાતામાં અપડેટ કરવો જોઈએ. બેંક OTP, ટ્રાન્ઝેક્શન એલર્ટ અને ઇન્ટરનેટ બેંકિંગ જેવી માહિતી રજિસ્ટર્ડ નંબર પર મોકલે છે.

બેંક સિવાય કઈ નાણાકીય સેવાઓમાં નંબર અપડેટ કરવો જરૂરી છે?

બેંક સિવાય UPI એપ્સ, ક્રેડિટ કાર્ડ, ડીમેટ એકાઉન્ટ, મ્યુચ્યુઅલ ફંડ અને વીમા પોલિસી જેવી સેવાઓમાં પણ નવો નંબર અપડેટ કરવો જરૂરી છે. આનાથી EMI અને પ્રીમિયમની સૂચનાઓ સમયસર મળે છે.

Advertisement

ટોપ સ્ટોરી

Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget