શોધખોળ કરો
Advertisement
Vodafoneના 399ના પ્લાન પર હવે મળશે આટલા GB એકસ્ટ્રા ડેટા ? જાણો
વોડાફોન-આઈડિયાએ પોતાના હાલનાં એક પ્લાન પર યૂઝર્સને વધારે ડેટા આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
મુંબઈ: વોડાફોન-આઈડિયાએ પોતાના હાલનાં એક પ્લાન પર યૂઝર્સને વધારે ડેટા આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. વોડાફોને 399 રૂપિયાનાં પોસ્ટ પેડ પ્લાન પર હવે 150 જીબી એકસ્ટ્રા ડેટા આપવામાં આવશે. વધારે ડેટાની મર્યાદા છ મહિના સુધી રહેશે. વોડાફોન 399 રૂપિયાનાં રેડ પોસ્ટપેડ પ્લાન અંતર્ગત યૂઝર્સને દર મહિને 40જીબી ડેટા મળશે. આ સિવાય અનલિમિટેડ કોલિંગ અને રોમિંગ પણ મળશે. હવે કંપની આ પ્લાન અંતર્ગત 150જીબી ડેટા એકસ્ટ્રા આપશે અને તેની મર્યાદા 6 મહિના સુધી રહેશે.
હાલમાં વોડાફોન પ્લાનમાં 200 જીબી ડેટા રોલઓવર મર્યાદા છે. ડેટાનો ઉપયોગ કરવામાં આવતો નથી, તો તે આગામી મહિનાના ડેટામાં ઉમેરવામાં આવશે. આ સાથે, આ પેક સાથે વોડાફોન પ્લે, મોબાઇલ શિલ્ડ અને જી 5 નું સબ્સ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ છે. વોડાફોનનો દાવો છે કે ગ્રાહકોને આ પોસ્ટપેડ યોજના હેઠળ કુલ 2,497 રૂપિયાનો લાભ મળે છે.
ટેલિકોમ કંપનીઓ પોસ્ટપેડ પર ઘણી આકર્ષક ઓફર્સ આપી રહી છે, જેથી પોસ્ટપેડ ગ્રાહકો પ્રીપેડ પર સ્વિચ ન કરે. રિલાયન્સ જિઓના આગમન પછી, અન્ય ટેલિકોમ કંપનીઓએ તેમની પ્રીપેઇડ યોજનાઓને સસ્તી કરી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement