શોધખોળ કરો

શું છે Dual Chip ટેકનોલોજી? જાણો કેવી રીતે આનાથી બદલાઈ જશે તમારો આખો સ્માર્ટફોન

Dual Chip ટેકનોલોજી સ્માર્ટફોનની પરફોર્મન્સ અને પાવર મેનેજમેન્ટને સારુ બનાવવાનું કામ કરે છે. પરંતુ શું આ સ્માર્ટફોન ચલાવવાના એક્સપીરિયન્સને પણ બદલી નાખશે, ચાલો જાણીએ પૂરી કહાની.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ડ્યુઅલ ચિપ ટેકનોલોજી ફોનમાં બે અલગ ચિપ્સ વાપરે છે.
  • તે કાર્યભાર વહેંચી પરફોર્મન્સ, બેટરી કાર્યક્ષમતા સુધારે છે.
  • આ AI પ્રોસેસિંગ, કેમેરાને વધુ સ્માર્ટ બનાવે છે.
  • શરૂઆતમાં પ્રીમિયમ ફોનમાં, ભવિષ્યમાં મિડ-રેન્જમાં આવશે.

Dual Chip Technology: ટેકનોલોજીની દુનિયામાં સ્માર્ટફોન એક એવો ડિવાઈસ બની ચૂક્યો છે જેની મોટાભાગના લોકોને જરૂરિયાત હોય છે. આ સિવાય હવે એડવાન્સ સ્માર્ટફોનમાં ઘણા બધા એવા ફીચર્સ આવી ચૂક્યા છે જે લોકોના કામને સરળ બનાવવાનું કામ કરે છે. એટલું જ નહીં દર વર્ષે સ્માર્ટફોનમાં નવી-નવી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. ક્યારેક કેમેરાની ક્વાલિટી સારી કરવામાં આવે છે  તો ક્યારેક પ્રોસેસર અને બેટરીમાં મોટો ફેરફાર જોવા મળે છે. હવે Dual Chip ટેકનોલોજીને લઈને ચર્ચા બહુ થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ટેકનોલોજી ભવિષ્યના સ્માર્ટફોનમાં પરફોર્મન્સ, બેટરી અને AI ફીચર્સને પહેલા કરતાં વધુ સારી બનાવી શકે છે. ચાલો જાણીએ કે શું છે આ નવી ટેકનોલોજી.

 

શું છે Dual Chip ટેકનોલોજી?

વાસ્તવમાં Dual Chip ટેકનોલોજીમાં સ્માર્ટફોનની અંદર બે અલગ-અલગ ચિપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે આનો અર્થ એ નથી કે ફોનમાં બે નોર્મલ પ્રોસેસર લગાવી દેવામાં આવશે. બંને ચિપ્સને અલગ-અલગ કામ માટે ડિઝાઈન કરવામાં આવે છે. જેમ કે એક મેઈન ચિપ ડેઈલીના કામ, ગેમિંગ અને એપ્સને સંભાળી શકે છે જ્યારે બીજી ચિપ AI પ્રોસેસિંગ, કેમેરા પ્રોસેસિંગ, કનેક્ટિવિટી કે કોઈ ખાસ કામને સંભાળી શકે છે. આનાથી મેઈન પ્રોસેસર પર પડતો લોડ ઓછો કરી શકાય છે.

આ પણ વાંચો...WhatsApp ચેટમાં જૂનો મેસેજ શોધવાનો સ્માર્ટ રસ્તો, આવી રીતે કરો સર્ચ

ફોનના પરફોર્મન્સ પર શું અસર થશે?

તમને જણાવી દઈએ કે, આજે સ્માર્ટફોનમાં એક સાથે ઘણા કામ થાય છે. ગેમિંગ, વિડીયો એડિટિંગ, કેમેરા પ્રોસેસિંગ અને AI ફીચર્સ જેવા કામ પ્રોસેસર પર ઘણું પ્રેશર નાખે છે. એવામાં Dual Chip સિસ્ટમમાં કામને અલગ-અલગ ચિપ્સ વચ્ચે વહેંચી દેશે જેનાથી પ્રોસેસર પર ઓછો લોડ પડશે.

આનો ફાયદો એ થશે કે ફોન મલ્ટીટાસ્કિંગ દરમિયાન વધુ ઝડપથી કામ કરે અને ભારે એપ્સ ચલાવતી વખતે પણ પરફોર્મન્સ સ્ટેબલ જળવાઈ રહે. ખાસ કરીને ગેમિંગ અને હાઈ-એન્ડ સ્માર્ટફોનમાં આની અસર વધુ જોવા મળી શકે છે.

બેટરી પર કેવી અસર થશે?

Dual Chip ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો પાવર મેનેજમેન્ટમાં જોવા મળે છે. દરેક કામ માટે પાવરફુલ મેઈન પ્રોસેસરને ચલાવવાને બદલે ઓછા પાવર વાળી બીજી ચિપ નોર્મલ કે બેકગ્રાઉન્ડ ટાસ્ક સંભાળી શકે છે.

AI ફીચર્સ થશે વધુ સ્માર્ટ

આવનારા સમયમાં સ્માર્ટફોનમાં AI ની ભૂમિકા સતત વધવાની છે. ફોટો એડિટિંગ, વોઈસ કમાન્ડ, લાઈવ ટ્રાન્સલેશન, ટેક્સ્ટ સમરી અને ઓન-ડિવાઈસ AI જેવા ફીચર્સ માટે વધુ પ્રોસેસિંગ પાવર જોઈએ.

Dual Chip ડિઝાઈનમાં એક ચિપને ખાસ કરીને AI સાથે જોડાયેલા કામો માટે ઉપયોગ કરવામાં આવે છે. આનાથી કેટલાક AI પ્રોસેસિંગ સીધા ફોન પર થઈ શકશે અને દરેક નાના કામ માટે ક્લાઉડ સર્વર પર નિર્ભરતા ઓછી થાય છે.

શું દરેક ફોનમાં આવશે આ ટેકનોલોજી?

હાલમાં Dual Chip ટેકનોલોજીને દરેક સ્માર્ટફોનમાં જરૂરી ફીચર માનવામાં આવી શકતું નથી. બે ચિપ્સ લગાવવાથી ડિઝાઈન, કોસ્ટ, સોફ્ટવેર ઓપ્ટિમાઈઝેશન અને હીટ મેનેજમેન્ટ જેવી પડકારો પણ વધવા લાગ્યા છે.

એટલા માટે શરૂઆતમાં આનો ઉપયોગ પ્રીમિયમ અને ફ્લેગશિપ સ્માર્ટફોનમાં વધુ જોવા મળે છે. જો કંપનીઓ પડતર અને પાવર મેનેજમેન્ટના પડકારોને ઉકેલી લે છે તો ભવિષ્યમાં આ ટેકનોલોજી મિડ-રેન્જ ફોન સુધી પણ પહોંચી શકે છે.

બદલાઈ જશે સ્માર્ટફોનનો અનુભવ

Dual Chip ટેકનોલોજી માત્ર બે ચિપ્સ લગાવવાનું નામ નથી પરંતુ સ્માર્ટફોનના અલગ-અલગ કામોને વધુ બહેતર રીતે વહેંચવાની દિશામાં એક પગલું છે. બહેતર પરફોર્મન્સ, ઓછી બેટરી વપરાશ અને વધુ પાવરફુલ AI તાકાત આને ભવિષ્યના સ્માર્ટફોન માટે જરૂરી ટેકનોલોજી બનાવી શકે છે. જોકે આનો અસલી ફાયદો ત્યારે જ સામે આવશે, જ્યારે હાર્ડવેર સાથે સોફ્ટવેર પણ આ બંને ચિપ્સ વચ્ચે કામને યોગ્ય રીતે વહેંચી શકે.

Frequently Asked Questions

Dual Chip ટેકનોલોજી શું છે?

આ ટેકનોલોજીમાં સ્માર્ટફોનમાં બે અલગ-અલગ ચિપ્સનો ઉપયોગ થાય છે. એક ચિપ મુખ્ય કાર્યો સંભાળે છે, જ્યારે બીજી AI, કેમેરા પ્રોસેસિંગ જેવા ખાસ કાર્યો માટે હોય છે. આનાથી મેઈન પ્રોસેસર પરનો લોડ ઓછો થાય છે.

Dual Chip ટેકનોલોજી ફોનના પરફોર્મન્સ પર કેવી અસર કરશે?

આ ટેકનોલોજી કામને અલગ-અલગ ચિપ્સ વચ્ચે વહેંચી દે છે, જેનાથી મુખ્ય પ્રોસેસર પરનો ભાર ઘટે છે. પરિણામે, ફોન મલ્ટીટાસ્કિંગ અને ભારે એપ્સમાં વધુ ઝડપથી અને સ્થિર પરફોર્મન્સ આપે છે.

આ ટેકનોલોજી બેટરી પર શું અસર કરશે?

Dual Chip ટેકનોલોજી પાવર મેનેજમેન્ટ સુધારે છે. ઓછા પાવરવાળી બીજી ચિપ સામાન્ય કે બેકગ્રાઉન્ડ કાર્યો સંભાળે છે, જેનાથી મેઈન પ્રોસેસરનો વપરાશ ઘટે છે અને બેટરી બચે છે.

શું આ ટેકનોલોજી બધા સ્માર્ટફોનમાં આવશે?

શરૂઆતમાં આ ટેકનોલોજી મુખ્યત્વે પ્રીમિયમ અને ફ્લેગશિપ સ્માર્ટફોનમાં જોવા મળશે. ખર્ચ અને પાવર મેનેજમેન્ટના પડકારો ઉકેલાય તો ભવિષ્યમાં તે મિડ-રેન્જ ફોન સુધી પણ પહોંચી શકે છે.

Dual Chip ટેકનોલોજી AI ફીચર્સને કેવી રીતે વધુ સ્માર્ટ બનાવશે?

આ ડિઝાઇનમાં એક ચિપ ખાસ કરીને AI કાર્યો માટે ઉપયોગમાં લેવાય છે. તેનાથી કેટલાક AI પ્રોસેસિંગ સીધા ફોન પર જ થાય છે અને દરેક નાના કામ માટે ક્લાઉડ સર્વર પરની નિર્ભરતા ઘટે છે.

Advertisement

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget