શોધખોળ કરો

WhatsApp માં આવી ગયું Incognito Chat ફીચર, હવે દિલ ખોલીને કરો AI સાથે ચેટ

WhatsApp Incognito Chat: હવે તમે મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp પર Meta AI સાથે ચેટ કરતી વખતે સંપૂર્ણ પ્રાઈવસીનો આનંદ માણી શકશો. આના માટે કંપનીએ 'Incognito Chat' નામનું એક નવું ફીચર લોન્ચ કર્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • WhatsApp પર Meta AI સાથે હવે 'ઇનકોગ્નીટો ચેટ' મોડ ઉપલબ્ધ.
  • આ સુવિધા Meta AI સાથેની વાતચીતને ખાનગી રાખશે.
  • ઝુકરબર્ગે જાહેરાત કરી, ચેટ સર્વર પર સેવ નહીં થાય.
  • વપરાશકર્તાઓને આ નવી પ્રાઈવસી સુવિધાનો અનુભવ મળશે.

WhatsApp Incognito Chat: Meta એ તેના મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp માટે એક નવું ફીચર રોલ આઉટ કર્યું છે. હવે તમે આ પ્લેટફોર્મ પર AI સાથે દિલ ખોલીને વાતો કરી શકશો અને કોઈ તમારી ચેટિંગ વાંચી લેશે તેવી ટેન્શન લેવાની જરૂર નથી. હવે WhatsApp પર Meta AI સાથે વાત કરવા માટે તમે Incognito Chat મોડ ઓન કરી શકો છો. આ તમને પૂરેપૂરી પ્રાઈવસી આપશે. મેટાનું કહેવું છે કે આ મોડમાં થયેલી વાતચીત કંપનીના સર્વર પર સ્ટોર કરવામાં આવશે નહીં. WhatsApp ની સાથે સાથે Meta AI એપ પર પણ આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે.

 

ખુદ ઝુકરબર્ગે કરી Incognito Chat ફીચરની જાહેરાત

મેટા સીઈઓ માર્ક ઝુકરબર્ગે પોતાની વોટ્સએપ ચેનલ પર આ ફીચરની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ AI સાથે વાત કરવાની એક પ્રાઈવેટ રીત છે, જે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગની જેમ કામ કરશે. ઝુકરબર્ગે કહ્યું કે WhatsApp અને Meta AI એપ સાથે આની શરૂઆત થઈ રહી છે અને ત્યારબાદ મેટા અને વોટ્સએપ સહિત કોઈ પણ તમારી ચેટિંગ વાંચી શકશે નહીં. અહીં એ ધ્યાન આપવા જેવી બાબત છે કે યુઝર્સને ઇનકોગ્નિટો ચેટિંગનો ઓપ્શન માત્ર Meta AI સાથે જ મળશે. બાકીના કોન્ટેક્ટ્સ સાથે ચેટિંગ કરતી વખતે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન લાગુ રહેશે.

કેવી રીતે કામ કરશે Incognito Chat ફીચર?

મેટાના જણાવ્યા અનુસાર, આ ફીચર એક ટ્રસ્ટેડ એક્ઝીક્યુશન એન્વાયરમેન્ટ (TEE) માં AI વિનંતીઓને પ્રોસેસ કરે છે. આ કારણે મેટા અથવા વોટ્સએપ તેને એક્સેસ કરી શકશે નહીં. આ સિવાય સેશન પૂરું થયા પછી આ વાતચીત યુઝરના ફોનમાંથી પણ ગાયબ થઈ જશે. ઝુકરબર્ગનું કહેવું છે કે આ જ બાબત આ ફીચરને બાકીની ડિસએપીયરિંગ (અદ્રશ્ય થતી) AI ચેટ સર્વિસિસથી અલગ બનાવે છે, જ્યાં વાતચીતના લોગ્સને મહિનાઓ સુધી સર્વર પર સેવ રાખવામાં આવી શકે છે.

કેમ પડી Incognito Chat ફીચરની જરૂર?

આ ફીચરની જરૂરિયાત જણાવતા ઝુકરબર્ગે કહ્યું કે AI સિસ્ટમ અને AI ટૂલ્સ હવે પર્સનલ કામો માટે પણ યુઝ થવા લાગ્યા છે અને આ કારણે યુઝર્સને તેમની સાથે વાતચીત કરતી વખતે પ્રાઈવસીની જરૂર છે. પર્સનલ સુપરઇન્ટેલિજન્સનો વધુમાં વધુ ફાયદો ઉઠાવવા માટે આપણને સંવેદનશીલ વિષયો પર ચર્ચા કરવા માટે એવી રીતોની જરૂર છે, જેનાથી તેને અન્ય કોઈ એક્સેસ ન કરી શકે. કંપનીએ અત્યારે આ ફીચરને WhatsApp અને Meta AI એપ પર રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, આ માહિતી મળી નથી કે તેને કયા-કયા દેશોમાં લોન્ચ કરવામાં આવશે.

Frequently Asked Questions

Incognito ચેટ ફીચર કોણે જાહેરાત કર્યું?

મેટા સીઈઓ માર્ક ઝુકરબર્ગે પોતાની વોટ્સએપ ચેનલ પર Incognito ચેટ ફીચરની જાહેરાત કરી છે.

Incognito ચેટ ફીચર કેવી રીતે કામ કરે છે?

આ ફીચર AI વિનંતીઓને ટ્રસ્ટેડ એક્ઝીક્યુશન એન્વાયરમેન્ટ (TEE) માં પ્રોસેસ કરે છે, જેથી મેટા કે વોટ્સએપ તેને એક્સેસ કરી શકતું નથી. સેશન પૂરું થયા પછી ચેટ યુઝરના ફોનમાંથી પણ ગાયબ થઈ જાય છે.

Incognito ચેટ ફીચર શા માટે જરૂરી છે?

AI સિસ્ટમનો પર્સનલ કામો માટે ઉપયોગ વધતાં યુઝર્સને તેની સાથે વાતચીત કરતી વખતે પ્રાઈવસીની જરૂર છે. આ ફીચર સંવેદનશીલ વિષયો પર ચર્ચા કરવા માટે સુરક્ષિત માધ્યમ પૂરું પાડે છે.

ટોપ સ્ટોરી

આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
Embed widget