શોધખોળ કરો

હવે WhatsApp કોલનો આનંદ થશે બમણો, આવી રહ્યું છે દમદાર ફીચર

WhatsApp Noise Cancellation Feature: વોઇસ અને વિડીયો કોલ્સને સુધારવા માટે, વોટ્સએપ પર ટૂંક સમયમાં નોઈઝ કેન્સલેશન સુવિધા આવવાની તૈયારીમાં છે. આ સુવિધા બેકગ્રાઉન્ડ નોઈઝને ફિલ્ટર કરવામાં સક્ષમ હશે.

WhatsApp Noise Cancellation Feature: મેસેજિંગ એપ WhatsApp હવે કોલિંગ એક્સપિરિયન્સને બહેતર બનાવવા માટે નવું ફીચર લાવવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં કંપનીને વોઈસ અને વીડિયો કોલ માટે નોઈઝ કેન્સલેશન ફીચરનું પરીક્ષણ કરતી જોવામાં આવી છે. આ ફીચરને આગામી અપડેટ સાથે રોલ આઉટ કરવામાં આવી શકે છે. જેવું નામ પરથી જ સ્પષ્ટ છે, આ ફીચર કોલ દરમિયાન બેકગ્રાઉન્ડમાંથી આવતા અવાજ (નોઈઝ) ને ઓછો કરશે, જેનાથી વાતચીત સરળ બનશે.

કેવી રીતે કામ કરશે ફીચર?

જો તમારું ભીડભાડવાળી જગ્યાઓ પર આવવા-જવાનું રહેતું હોય તો કોલ દરમિયાન અવારનવાર બેકગ્રાઉન્ડમાં ટ્રાફિકનો શોરબકોર, લોકોના અવાજો અને અન્ય અવાજો આવતા રહે છે. ઘણીવાર આ અવાજ એટલો હોય છે કે સામેવાળી વ્યક્તિને તમારો અવાજ સ્પષ્ટ સંભળાતો નથી. વોટ્સએપનું નવું ફીચર આ જ સમસ્યાને દૂર કરશે. આ ફીચર તમારી આસપાસના શોરબકોરને ઓળખીને તેને ફિલ્ટર કરી દેશે અને સામેવાળા યુઝર પાસે ફક્ત તમારો અવાજ જશે, ભલે તમારી પાછળ ગાડીઓના હોર્ન વાગી રહ્યા હોય કે તેજ પવન ફૂંકાઈ રહ્યો હોય.

એન્ડ્રોઇડ અને આઇફોન બંને પર કામ કરશે ફીચર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફીચર એન્ડ્રોઇડ અને એપલ ડિવાઈસ પર કામ કરશે. આઇફોન અને આઇપેડમાં પહેલાથી જ ઇન-બિલ્ટ વોઈસ આઈસોલેશન ફીચર છે, જે કોલ દરમિયાન બેકગ્રાઉન્ડ નોઈઝને ઓછો કરી દે છે. વોટ્સએપ ઓડિયો સેટિંગ દ્વારા તેનો ઉપયોગ કરી શકે છે. એન્ડ્રોઇડમાં આવું ફીચર મળતું નથી. એવામાં વોટ્સએપનું આ નવું નોઈઝ કેન્સલેશન ફીચર એન્ડ્રોઇડ યુઝર્સને મોટી રાહત આપી શકે છે.

યુઝર પાસે રહેશે પૂરો કંટ્રોલ

આ ફીચરનો પૂરો કંટ્રોલ યુઝરના હાથમાં રહેશે. એટલે કે યુઝર એ નક્કી કરી શકશે કે તે નોઈઝ કેન્સલેશન ફીચરનો ઉપયોગ કરવા માંગે છે કે નહીં. તેની પાસે તેને બંધ કરવાનો કંટ્રોલ રહેશે. સાથે જ તેનાથી મેસેજના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પ્રોટેક્શન પર પણ કોઈ અસર પડશે નહીં.

હવે એકાઉન્ટ વગરના લોકો સાથે પણ કરી શકશો ચેટ 

Guest Chat ફીચરના માધ્યમથી WhatsApp વપરાશકર્તાઓ એપ્લિકેશનમાં રહેલ 'Invite a friend' સેક્શનમાં એક ખાસ ઈનવિટેશન લિંક બનાવી શકે છે. આ લિંક SMS અથવા અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા અન્ય વ્યક્તિને મોકલી શકાય છે. જ્યારે કોઈ વ્યક્તિ આ લિંક ખોલે છે, ત્યારે WhatsApp વેબ દ્વારા તેમના ફોન અથવા કમ્પ્યુટર પર ચેટ વિન્ડો ખુલે છે, ભલે તેમની પાસે WhatsApp એકાઉન્ટ ન હોય. ચેટ શરૂ કરવા માટે  તેમણે WhatsApp ની શરતો સ્વીકારવી પડશે અને તેમનું નામ નોંધણી કરવી પડશે. પછી તેઓ વાતચીત શરૂ કરી શકે છે. જ્યારે કોઈ  Guest Chat માં જોડાય છે, ત્યારે તેમનું નામ Guest ટેગ  સાથે દેખાય છે. આ સૂચવે છે કે તેઓ WhatsApp પર રજીસ્ટર નથી.

ટોપ સ્ટોરી

OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
Embed widget