શોધખોળ કરો

WhatsApp નો નવો ધમાકો! હવે ફક્ત સેકન્ડોમાં કરો Log Out, ચેટ્સ પણ નહીં થાય ગાયબ

Whatsapp New Feature: WABetaInfo ના એક અહેવાલમાં આ ફીચર અંગેની વિગતો સામે આવી છે. રિપોર્ટ અનુસાર, આ ફીચર એન્ડ્રોઇડ વર્ઝન 2.26.21.9 માટે વોટ્સએપ બીટામાં જોવા મળ્યું હતું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વોટ્સએપમાં લોગઆઉટ ફીચર ટૂંક સમયમાં આવશે.
  • ડેટા ગુમાવ્યા વગર એપમાંથી સાઇન આઉટ કરી શકાશે.
  • બીટા વર્ઝનમાં જોવા મળ્યું, જલદી તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ.
  • ડિજિટલ ડિટોક્સ ઈચ્છતા લોકો માટે આ ફીચર રાહતરૂપ.

Whatsapp New Feature:  જો તમે પણ ક્યારેક વોટ્સએપમાંથી થોડા સમયનો બ્રેક લેવા માંગો છો પરંતુ ચેટ્સ અને સેટિંગ્સ ગુમાવવાના ડરથી એવું નથી કરી શકતા, તો ટૂંક સમયમાં જ તમારી આ સમસ્યા ખતમ થઈ શકે છે. મેટા (Meta) ની માલિકી ધરાવતું આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ હવે એક નવા Logout ફીચર પર કામ કરી રહ્યું છે, જેની મદદથી યુઝર્સ ચેટ્સ કે ડેટા ડિલીટ કર્યા વગર જ એપમાંથી સાઇન આઉટ કરી શકશે.

બીટા વર્ઝનમાં જોવા મળ્યું નવું ફીચર

આ ફીચરની માહિતી WABetaInfo ના એક રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટ અનુસાર, આ ફીચર WhatsApp Beta for Android વર્ઝન 2.26.21.9 માં જોવામાં આવ્યું છે. હાલમાં તેને કેટલાક બીટા ટેસ્ટર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે અને આગામી મહિનાઓમાં તેને તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. રિપોર્ટ મુજબ, વોટ્સએપ હવે એવો વિકલ્પ આપવા જઈ રહ્યું છે જેમાં યુઝર એપ ડિલીટ કર્યા વગર સીધા લોગઆઉટ કરી શકશે અને તેમનો તમામ ડેટા ફોનમાં સુરક્ષિત રહેશે.

આ પણ વાંચો...AC ખરીદતી વખતે રૂમની સાઈઝનું રાખો ખાસ ધ્યાન, જાણો તમારા રુમ માટે કેટલા ટનનું એસી લેવું જોઈએ

અત્યાર સુધી શું મુશ્કેલી હતી?

અત્યાર સુધી વોટ્સએપમાં કોઈ સત્તાવાર (ઓફિશિયલ) Logout ઓપ્શન ઉપલબ્ધ નથી. જો કોઈ યુઝર થોડા સમય માટે એપથી દૂરી બનાવવા માંગતો હોય, તો તેણે મજબૂરીમાં એપને અનઇન્સ્ટોલ કરવી પડતી હતી. આ પછી ફરીથી વોટ્સએપ વાપરવા માટે એપ ડાઉનલોડ કરવી, નંબર વેરિફાય કરવો અને ચેટ બેકઅપ રીસ્ટોર કરવો પડતો હતો. સતત નોટિફિકેશન અને મેસેજથી પરેશાન યુઝર્સ માટે આ પ્રક્રિયા ખૂબ જ ઝંઝટભરી સાબિત થતી હતી.

કઈ રીતે કામ કરશે નવું Logout ફીચર?

નવા અહેવાલો અનુસાર, વોટ્સએપ સેટિંગ્સના Account સેક્શનમાં Logout નો વિકલ્પ આપવામાં આવશે. જ્યારે યુઝર આ ઓપ્શન પર ટેપ કરશે, ત્યારે પહેલા એક કન્ફર્મેશન સ્ક્રીન દેખાશે. આ પછી એકાઉન્ટ ડિવાઇસમાંથી અસ્થાયી (Temporary) ધોરણે ડિસ્કનેક્ટ થઈ જશે. સૌથી ખાસ વાત એ છે કે આ દરમિયાન ચેટ્સ, મીડિયા ફાઇલો અને એકાઉન્ટ સેટિંગ્સ ફોનમાં જ સુરક્ષિત રહેશે. એટલે કે જ્યારે પણ યુઝર પાછો આવવા માંગશે, ત્યારે તે સરળતાથી લોગિન કરીને ત્યાંથી જ વાતચીત શરૂ કરી શકશે જ્યાંથી તેણે છોડી હતી.

ડિજિટલ ડિટોક્સ ઈચ્છતા લોકો માટે મોટી રાહત

આજકાલ ઘણા લોકો સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સથી થોડી દૂરી બનાવીને માનસિક શાંતિ મેળવવા માંગે છે. એવામાં વોટ્સએપનું આ ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. યુઝર્સ પોતાનો ડેટા ગુમાવ્યા વગર થોડા સમય માટે એપથી દૂર રહી શકશે અને પછીથી સરળતાથી વાપસી કરી શકશે.

WhatsApp માં પહેલાથી જ ઉપલબ્ધ છે આ ખાસ ફીચર્સ

વોટ્સએપ પહેલાથી જ એક ફોનમાં બે અલગ-અલગ એકાઉન્ટ વાપરવાની સુવિધા આપે છે. આનાથી પર્સનલ અને ઓફિસ એકાઉન્ટને સરળતાથી અલગ રાખી શકાય છે. આ સિવાય પ્રાઈવસી વધારવા માટે App Lock ફીચર પણ ઉપલબ્ધ છે, જેમાં ફિંગરપ્રિન્ટ, ફેસ અનલોક કે પાસકોડ દ્વારા ચેટ્સને સુરક્ષિત કરી શકાય છે.

નાનો ફેરફાર પણ મોટી અસર

જોવામાં આ ફીચર નાનું લાગી શકે છે, પરંતુ કરોડો વોટ્સએપ યુઝર્સ માટે તે ખૂબ જ કામનું સાબિત થઈ શકે છે. ખાસ કરીને એવા લોકો માટે જેઓ વારંવાર આવતા નોટિફિકેશનથી પરેશાન રહે છે અથવા થોડા સમય માટે ડિજિટલ દુનિયાથી દૂરી બનાવવા માંગે છે. જો બધું પ્લાનિંગ મુજબ રહ્યું તો આગામી સમયમાં વોટ્સએપ છોડવું અને ફરીથી વાપસી કરવી પહેલા કરતાં ઘણી સરળ થઈ જશે.

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget