શોધખોળ કરો

Tech Tips: WhatsApp પર સાયબર હુમલાઓથી બચાવશે ટુ-સ્ટેપ વેરિફિકેશન, આ સરળ રીતે કરો ઈનેબલ

WhatsApp Two-Step Verification: તમારા WhatsApp એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન એક આવશ્યક સુવિધા છે. તેને સરળ પગલાં દ્વારા ઈનેબલ કરી શકાય છે અને આ મજબૂત સુરક્ષા પૂરી પાડે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • WhatsApp પર ટુ-સ્ટેપ વેરિફિકેશનથી એકાઉન્ટ સુરક્ષિત રાખો.
  • નવા ડિવાઇસ પર OTP સાથે પિન નંબર પણ જરૂરી બનશે.
  • સેટિંગમાં એકાઉન્ટમાંથી ટુ-સ્ટેપ વેરિફિકેશન સક્રિય કરો.
  • રિકવરી માટે ઈમેલ એડ્રેસ ઉમેરવાથી પિન ભૂલ્યા તો ઉપયોગી.

WhatsApp Two-Step Verification: તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે ઈટાલીમાં Fake WhatsApp App દ્વારા લોકોના ફોનમાં સ્પાયવેર ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યો છે. ખુદ વોટ્સએપે પણ આ અંગે એલર્ટ જાહેર કર્યું હતું. આ ઘટનાએ વોટ્સએપ એકાઉન્ટ સિક્યુરિટીને લઈને ચિંતા પેદા કરી દીધી છે. વોટ્સએપે આ નકલી એપ પાછળ જવાબદાર લોકો સામે એક્શન લેવાની વાત કહી છે. સાથે જ એક જરૂરી ફીચરને પણ હાઈલાઈટ કર્યું છે. કંપનીનું કહેવું છે કે WhatsApp Two-Step Verification તમારા એકાઉન્ટને વધુ સુરક્ષિત બનાવે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ ફીચર શું છે અને તેને કેવી રીતે એક્ટિવેટ કરી શકાય છે.

શું છે WhatsApp Two-Step Verification?

જો તમે વોટ્સએપ પર Two-Step Verification એક્ટિવ કરી લો છો તો જ્યારે પણ તમે નવા ડિવાઈસ પર તમારો નંબર રજિસ્ટર કરશો, ત્યારે તે તમારી પાસે SMS OTP ની સાથે સાથે 6 ડિજિટનો પિન નંબર પણ માંગશે. આનો અર્થ એ છે કે જો કોઈ તમારા OTP ને એક્સેસ કરી પણ લે છે, તો પિન નંબર વગર તમારા એકાઉન્ટને એક્સેસ કરી શકશે નહીં. એવામાં જો કોઈ સિમ સ્વેપ અથવા ડિવાઈસ ચોરી થયા પછી તમારા નંબરથી વોટ્સએપ પર રજિસ્ટર કરવા માંગશે તો તેને સફળતા મળશે નહીં. તાજેતરની સ્પાયવેર વાળી ઘટના જેવા કિસ્સાઓમાં સિક્યુરિટીનું આ એક્સ્ટ્રા લેયર ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કેવી રીતે એક્ટિવેટ કરવું WhatsApp Two-Step Verification?

  • વોટ્સએપ પર ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન કરવા માટે સૌથી પહેલા એપ ઓપન કરો.
  • હવે સેટિંગ આઈકોન પર ટેપ કરી એકાઉન્ટમાં જાઓ.
  • એકાઉન્ટમાં ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઓપ્શન દેખાશે. તેને ટર્ન ઓન કરી લો.
  • આ માટે તમારી પાસે 6 ડિજિટનો પિન નંબર માંગવામાં આવશે. પિન એન્ટર કરી કન્ફર્મ કરી દો.
  • તમે ઈચ્છો તો તેમાં ઈમેલ એડ્રેસ પણ એન્ટર કરી શકો છો. જો તમે ઈમેલ એન્ટર કરો છો તો તેને વેરિફાય કરવામાં આવશે.
  • છેલ્લે ડન (Done) કરી તેને સેવ કરી દો.

Two-Step Verification ને બંધ કેવી રીતે કરવું?

જો તમે ટુ-સ્ટેપ વેરિફિકેશનને બંધ કરવા અથવા પિન ચેન્જ કરવા માંગો છો તો તેની રીત પણ સરળ છે. આ માટે તમારે સેટિંગમાં જઈને એકાઉન્ટમાં જવું પડશે. અહીં ટુ-સ્ટેપ વેરિફિકેશન પર ટેપ કરતા જ તેને ટર્ન ઓફ અને ચેન્જ યોર પિનનો ઓપ્શન દેખાઈ જશે. તમે ઈચ્છો તો આ જ ઓપ્શનમાં તમારું ઈમેલ એડ્રેસ પણ અપડેટ કરી શકો છો. ઈમેલ એડ (Add) કરવાનો ફાયદો એ થાય છે કે પિન નંબર ભૂલી જવાની સ્થિતિમાં તે રિકવરી માટે કામ આવશે.

ટોપ સ્ટોરી

OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
OnePlus Turbo 6Vs Launch: ગેમિંગ અને લાંબી બેટરી બેકઅપ પર OnePlusનો દાવ, Turbo 6V લૉન્ચ
OnePlus Turbo 6Vs Launch: ગેમિંગ અને લાંબી બેટરી બેકઅપ પર OnePlusનો દાવ, Turbo 6V લૉન્ચ
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
Ahmedabad: વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ! અમિત શાહના હસ્તે કરાશે ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ
Ahmedabad: વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ! અમિત શાહના હસ્તે કરાશે ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ
EPFOની મોટી જાહેરાત, ક્લેમ વિના ખાતામાં જમા થશે PFના પૈસા, જાણો નિયમ
EPFOની મોટી જાહેરાત, ક્લેમ વિના ખાતામાં જમા થશે PFના પૈસા, જાણો નિયમ
Canvaમાં છંટણી, નોકરી ગુમાવનારા કર્મચારીઓને શું લાભ આપશે કંપની?
Canvaમાં છંટણી, નોકરી ગુમાવનારા કર્મચારીઓને શું લાભ આપશે કંપની?
US Midterm Election Results: મિડ ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકનની હાર બાદ ટ્રમ્પની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- '...તો અમારી જીત થાત'
US Midterm Election Results: મિડ ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકનની હાર બાદ ટ્રમ્પની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- '...તો અમારી જીત થાત'
Motor Insurance Rules: હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, 15 ડિસેમ્બરથી લાગુ થશે IRDAIનો નવો નિયમ
Motor Insurance Rules: હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, 15 ડિસેમ્બરથી લાગુ થશે IRDAIનો નવો નિયમ
Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ
Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ
Embed widget