શોધખોળ કરો

હવે Chats માં જ દેખાશે Status! WhatsApp ની નવી ડિઝાઇન યૂઝર્સનો એક્સપીરિયન્સ સંપૂર્ણ બદલી નાખશે

WhatsApp Upcoming Feature: આ નવા ફીચર હેઠળ Chats સ્ક્રીનની ઉપર એક અલગ સેક્શન ઉમેરી શકાય છે, જ્યાં તમારા કોન્ટેક્ટ્સના લેટેસ્ટ સ્ટેટસ અપડેટ્સ જોવા મળશે.

WhatsApp Upcoming Feature: WhatsApp પોતાના યુઝર્સના અનુભવને બહેતર બનાવવા માટે એક નવી ડિઝાઇન પર કામ કરી રહ્યું છે. અહેવાલો મુજબ, હવે એપમાં Status જોવાની રીત સંપૂર્ણપણે બદલાઈ શકે છે. આ નવો ફેરફાર Status અપડેટને સીધા Chats ટેબમાં બતાવવા પર ફોકસ કરે છે, જેથી યુઝર્સને વારંવાર ટેબ બદલવાની જરૂર નહીં પડે.

Chats ટેબમાં જ દેખાશે Status અપડેટ
આ નવા ફીચર હેઠળ Chats સ્ક્રીનની ઉપર એક અલગ સેક્શન ઉમેરવામાં આવી શકે છે જ્યાં તમારા કોન્ટેક્ટ્સના લેટેસ્ટ Status અપડેટ દેખાશે. યુઝર્સ ચેટ લિસ્ટને નીચે ખેંચીને (pull down) આ અપડેટ્સ સરળતાથી જોઈ શકશે. તેનો મુખ્ય હેતુ એ છે કે યુઝર્સને અપડેટ જોવા માટે અલગ ટેબમાં જવાની જરૂર ન પડે અને બધું એક જ જગ્યાએ મળી રહે.

 

iOS અને Android બંને પર ટેસ્ટિંગ શરૂ
આ નવી ડિઝાઇન હાલમાં ટેસ્ટિંગ ફેઝમાં છે. iOS પર તેને TestFlight દ્વારા કેટલાક બિલ્ડ્સમાં જોવામાં આવ્યું છે, જ્યારે Android માટે પણ તેનું ડેવલપમેન્ટ ચાલુ છે. જોકે, હજુ સુધી આ ફીચર સામાન્ય યુઝર્સ કે બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ થયું નથી.

Navigation બારમાં પણ મળી શકે છે નવું સેક્શન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, WhatsApp એ Navigation બારમાં પણ Status સાથે જોડાયેલું એક નવું સેક્શન ઉમેરવાની યોજના બનાવી છે. અહીં તમને એવા લોકોના અપડેટ્સ પહેલા દેખાઈ શકે છે જેમની સાથે તમે વધુ વાતચીત કરો છો. સાથે જ, મ્યૂટ (Mute) કરેલા Status ને અલગથી જોવાનો વિકલ્પ પણ આપવામાં આવી શકે છે.

Status પોસ્ટ કરવું પણ થશે સરળ
આ અપડેટ પછી યુઝર્સ સીધા Chats ટેબથી જ પોતાનું Status પોસ્ટ કરી શકશે. એટલે કે હવે ચેટિંગ અને Status અપડેટ બંને કામ એક જ સ્ક્રીન પરથી સરળતાથી કરી શકાશે, જેનાથી એપનો ઉપયોગ વધુ સરળ બનશે. હાલમાં આ ફીચર પૂરી રીતે તૈયાર નથી અને કંપનીએ તેની લોન્ચ ડેટ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

પરંતુ માનવામાં આવે છે કે આગામી સમયમાં આ ફેરફાર WhatsApp યુઝર્સ માટે મોટું અપડેટ સાબિત થઈ શકે છે. તેનાથી યુઝર્સનો ચેટિંગ અનુભવ પણ બદલાઈ જશે. WhatsApp સમયાંતરે પોતાના પ્લેટફોર્મ પર નવા ફેરફારો કરતું રહે છે, ત્યારે આ નવું ફીચર યુઝર્સને કેટલું પસંદ આવશે તે તો રોલ-આઉટ થયા પછી જ ખબર પડશે.

ટોપ સ્ટોરી

AI Fashion App: ઘરના કબાટમાં મુકેલા કપડામાંથી AI બનાવશે નવા આઉટફિટ, Metaની નવી એપ
AI Fashion App: ઘરના કબાટમાં મુકેલા કપડામાંથી AI બનાવશે નવા આઉટફિટ, Metaની નવી એપ
5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
Phone Charging Tips: રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
Phone Charging Tips :રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના બજારોમાં સાવધાન ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયા પકડાયા, બુટલેગર ક્યારે ?
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
CM Bhupendra Patel: વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
Embed widget