શોધખોળ કરો

108 MP કેમેરા સાથે આવતીકાલે Xiaomi લૉન્ચ કરશે આ દમદાર ફોન, જાણો વિગતે

રિપોર્ટ પ્રમાણે, નવા Mi10 5Gની પ્રી-બુકિંગ 8 મેથી 17 મે સુધી ચાલશે, બુકિંગ કરનારા ગ્રાહકોને 2499 રૂપિયાની વાયરલેસ પાવરબેન્ક ફ્રીમાં મળશે

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની શ્યાઓમી પોતાના નવો સ્માર્ટફોન Mi10 5G ભારતમાં 8મી મેએ લૉન્ચ કરવા જઇ રહી છે. આ કંપનીનો 5G સ્માર્ટફોન હશે. શ્યાઓમીના આ Mi10 5G ફોનની સૌથી મોટી ખાસિયત તેનો કેમેરો છે. આ ફોનમાં 108MPનો કેમેરો આપવામાં આવશે. શ્યાઓમીના નવા Mi10 5G સ્માર્ટફોનની ભારત વિશેની હજુ કોઇ માહિતી સામે નથી આવી, પણ શ્યાઓમીના વાઇસ પ્રેસિડેન્ટ અને ઇન્ડિયા એમડી મનુ કુમાર જૈને પહેલા જ જણાવી દીધુ હતુ કે ડાયરેક્ટ ઇમ્પોર્ટ, હાઇ જીએસટી રેટ અને રૂપિયામાં ઉતાર-ચઢાવના કારણે આની કિંમત ચીનમાં લૉન્ચ થયેલા મૉડલ કરતા અલગ હશે. માનવામાં આવે છે કે ફોનની કિંમત CNY 3,999 (લગભગ 42,400 રૂપિયા) હોઇ શકે છે. રિપોર્ટ પ્રમાણે, નવા Mi10 5Gની પ્રી-બુકિંગ 8 મેથી 17 મે સુધી ચાલશે, બુકિંગ કરનારા ગ્રાહકોને 2499 રૂપિયાની વાયરલેસ પાવરબેન્ક ફ્રીમાં મળશે. 108 MP કેમેરા સાથે આવતીકાલે Xiaomi લૉન્ચ કરશે આ દમદાર ફોન, જાણો વિગતે Xiaomi Mi10 5Gના સંભવિત ફિચર્સ Xiaomi Mi10 5Gમાં 6.67 ઇંચની ફૂલ એચડી કર્વ્ડ એમૉલેડ ડિસ્પ્લે મળશે. ફોટોગ્રાફી માટે આમાં ચાર રિયર કેમેરાનો સેટઅપ આપવામાં આવ્યો છે. જેમા સૌથી ખાસ આનુ 108MPનુ પ્રાઇમરી સેન્સર છે. આ ઉપરાંત આમાં 13MPનો વાઇડ એન્ગલ લેન્સ અને 2 MP ના બે સેન્સર સામેલ છે. આ ઉપરાંત આ ફોનમાં 20MPનો પંચ હૉલ ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. આ ફોનથી 8K વીડિયો રેકોર્ડિંગ કરી શકાય છે. નવા Xiaomi Mi10 5G માં પરફોર્મન્સ માટે ઓક્ટા-કૉર સ્નેપડ્રેગન 865 પ્રૉસેસર મળશે, આ ઉપરાંત 12GB સુધીની રેમ અને 256GB સુધીનુ સ્ટૉરેજ મળશે. આમાં 4,780mAh ની બેટરી પણ મળશે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget