શોધખોળ કરો

Google Chrome  જાણ કર્યા વગર ડાઉનલોડ કરી રહ્યું છે 4GB AI ફાઇલ, આ છે રોકવા અને ડિલીટ કરવીની રીત 

થોડા દિવસો પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે ગૂગલ ક્રોમ વપરાશકર્તાઓના ઉપકરણો પર તેમની જાણ વગર 4GB AI મોડેલ ફાઇલ ડાઉનલોડ કરી રહ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ક્રોમ વપરાશકર્તાઓની જાણ બહાર 4GB AI મોડેલ ફાઈલ ડાઉનલોડ કરી રહ્યું છે.
  • આ weights.bin ફાઈલ જેમિની નેનો AI મોડેલનો ભાગ છે.
  • ફાઈલ ડિલીટ કરતાં પહેલાં ઓન-ડિવાઇસ AI સુવિધા બંધ કરવી પડશે.

Google Chrome AI File Download: થોડા દિવસો પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે ગૂગલ ક્રોમ વપરાશકર્તાઓના ઉપકરણો પર તેમની જાણ વગર 4GB AI મોડેલ ફાઇલ ડાઉનલોડ કરી રહ્યું છે. આ ફાઈલનું નામ  weights.bin નામ છે અને ગૂગલના ઓન-ડિવાઇસ જેમિની નેનો AI મોડેલ સાથે જોડાયેલ છે, જે સ્કેમ ડિટેક્શન, ઓટોફિલ સજેશન અને હેલ્પ મી રાઈટ જેવી સુવિધાઓને સપોર્ટ કરે છે.આ ફાઈલ 4GB ની છે,  સ્ટોરેજ સાથે સંઘર્ષ કરી રહેલા વપરાશકર્તાઓ માટે આ ઘણી મોટી છે.  જો તમે આ ફાઇલને તમારા ઉપકરણ પર ન ઇચ્છતા હોય તો તેને સરળતાથી કાઢી શકાય છે. આજે, અમે તમને બતાવીશું કે તેને કેવી રીતે હટાવવી અને ફરીથી ડાઉનલોડ થતી કઈ રીતે અટકાવવી.

સૌથી પહેલા જાણો આ ફાઇલની અંદર શું છે?

રિપોર્ટ્સ અનુસાર, આ ફાઇલ ગૂગલની જેમિની નેનો ઓન-ડિવાઇસ AI સિસ્ટમનો ભાગ છે. ક્લાઉડ-આધારિત સર્વર્સ પર આધાર રાખવાને બદલે ગૂગલ ચોક્કસ સુવિધાઓ ચલાવવા માટે વપરાશકર્તાઓના કમ્પ્યુટર પર સંગ્રહિત AI મોડેલનો ઉપયોગ કરે છે. આ ફાઇલ ક્રોમના એપ્લિકેશન ડેટા ફોલ્ડરમાં સંગ્રહિત છે અને ક્રોમના નવા વર્ઝન પર અપડેટ કર્યા પછી જોવા મળે છે. સૌથી મહત્વની વાત એ છે કે ક્રોમ તેને ડાઉનલોડ કરતા પહેલા વપરાશકર્તાને કોઈ સૂચના અથવા ચેતવણી પ્રદાન કરતું નથી.

આ પણ વાંચો- New Aadhaar Card Rules: આધાર કાર્ડ સાથે જોડાયેલા 5 નવા અપડેટ, જાણી લેશો તો સરળતાથી બનાવી શકશો ID

શું આ ફાઇલ તમારા ડિવાઈસ પર સ્ટોર છે?

સૌ પ્રથમ તમારે એ જોવાની જરૂર છે કે આ ફાઇલ તમારા ડિવાઈસ પર સ્ટોર છે કે નહીં. આ કરવા માટે તમારા MacBook પર Google ખોલો પછી એપ્લિકેશન સપોર્ટ ખોલો. ત્યાંથી, Chrome વિભાગ ખોલો અને Default પર જાઓ. અહીં "OptGuideOnDeviceModel" નામથી બનેલા  ફોલ્ડરને ઓપન કરો.  જો તમને તેમાં weights.bin નામની ફાઇલ દેખાય તો તેનો અર્થ એ કે તે તમારા ઉપકરણ પર ડાઉનલોડ થઈ ગઈ છે. Windows લેપટોપ પર, File Explorer ખોલો અને તેમાં  “%LOCALAPPDATA%GoogleChromeUser Data”  પેસ્ટ કરો. તેને દાખલ કર્યા પછી દેખાતી સૂચિમાં "OptGuideOnDeviceModel" નામનું ફોલ્ડર ખોલો. જો weights.bin નામની ફાઇલ તેમાં હોય તો આ મોડેલ તમારા ડિવાઈસ પર  સ્ટોર થઈ ગયું છે.

તેને કેવી રીતે ડિલીટ કરવી?

જો તમે આ ફાઇલને ફોલ્ડરમાં જ કાઢી નાખો છો તો Chrome તેને ફરીથી ડાઉનલોડ કરી શકે છે. આનાથી છુટકારો મેળવવા માટે તમારે Chrome ની ઓન-ડિવાઇસ AI સુવિધાને ડિસેબલ કરવાની જરૂર પડશે. તમારું Chrome બ્રાઉઝર ખોલો સેટિંગ્સ પર જાઓ, પછી સિસ્ટમ પર જાઓ અને ઓન-ડિવાઇસ AI બંધ કરો. પછી તમે આ ફાઇલને ડિલીટ કરી શકો છો.

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget