![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Google Doodle: 5 લીટર દૂધ, એક દેસી મુરઘો અને ડાઇટમાં ઘણુબધું.... કોણ છે હમીદા બાનો જેના પર ગૂગલે બનાવ્યું ડૂડલ
હમીદા બાનુ 1940-50ના દાયકાની સૌથી લોકપ્રિય મહિલા રેસલર હતી. તેના વિશે એક જાણીતી વાત એ છે કે તેણે એક શરત રાખી હતી કે જે તેને કુસ્તીની મેચમાં હરાવશે તેની સાથે તે લગ્ન કરશે
![Google Doodle: 5 લીટર દૂધ, એક દેસી મુરઘો અને ડાઇટમાં ઘણુબધું.... કોણ છે હમીદા બાનો જેના પર ગૂગલે બનાવ્યું ડૂડલ Google Makes Doodle of Hamida Banu: technology india first female wrestler hamida banu google doodle diet marriage incident Google Doodle: 5 લીટર દૂધ, એક દેસી મુરઘો અને ડાઇટમાં ઘણુબધું.... કોણ છે હમીદા બાનો જેના પર ગૂગલે બનાવ્યું ડૂડલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/04/ff1b3cecff2310d9ed6a4a51f67cca0d171480290034577_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Google Makes Doodle of Hamida Banu: ભારતની મહિલા કુસ્તીબાજોએ આજે પોતાની મહેનતથી ઘણી ઊંચાઈઓ હાંસલ કરી છે, પરંતુ શું તમે ભારતની પ્રથમ મહિલા રેસલર વિશે જાણો છો ? આજે એટલે કે 4 મે 2024 ના રોજ ગૂગલે ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજ હમીદા બાનુને યાદ કરીને એક ડૂડલ બનાવ્યું છે. હમીદા એ મહિલા કુસ્તીબાજ હતી, જેને કોઈ પુરુષ કુસ્તીબાજ પણ હરાવી શક્યો ન હતો.
હમીદા બાનુ 1940-50ના દાયકાની સૌથી લોકપ્રિય મહિલા રેસલર હતી. તેના વિશે એક જાણીતી વાત એ છે કે તેણે એક શરત રાખી હતી કે જે તેને કુસ્તીની મેચમાં હરાવશે તેની સાથે તે લગ્ન કરશે, પરંતુ તેમ થયું નહીં. ક્યારેક એવું બનતું કે જેઓ તેની સાથે લડતા હતા તેઓ કોઈને કોઈ બહાને મેચમાંથી ખસી જતા અને ક્યારેક હમીદા તે બધા કુસ્તીબાજોને હરાવી દેતી. હમીદાનો આહાર પણ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
ડાઇટ હતું મોટી ચર્ચાનો વિષય
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હમીદાની હાઇટ 5 ફૂટ 3 ઇંચ અને તેનું વજન 108 કિલો હતું. તેમના દૈનિક આહારમાં 5.5 લિટર દૂધ, 2.8 લિટર સૂપ, 1.8 લિટર ફળોનો રસ, એક દેશી મુરગો, એક કિલો મટન, 1 કિલો બદામ, અડધો કિલો ઘી, 6 ઇંડા અને બિરયાનીની બે પ્લેટનો સમાવેશ થતો હતો. આ સાથે હમીદા 9 કલાક ઊંઘ લેતી અને 6 કલાક કસરત કરતી. બાકીના સમયમાં હમીદા જમતી.
ભારતમાં સફળતા બાદ હમીદાએ નક્કી કર્યું કે તે યુરોપ જઈને રેસલિંગ કરશે, પરંતુ આ શક્ય બન્યું નહીં. આ પછી બાનુ અચાનક કુસ્તીની દુનિયામાંથી ગાયબ થઈ ગઈ. આ અંગે એવું કહેવાય છે કે હમીદાના કૉચ સલામ પહેલવાનને રેસલરનો યુરોપ જવાનો નિર્ણય પસંદ નહોતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)