શોધખોળ કરો

Googleના નવા Live AI ફીચર્સની એન્ટ્રી! હવે બોલીને થઈ જશે તમામ કામ, જાણો કેવી રીતે

Googleના નવા Live AI ફીચર્સથી Gmail, Docs અને Keepમાં કામ વધુ સરળ બનશે. હવે માત્ર બોલીને ઈમેલ શોધી શકશો, ડોક્યુમેન્ટ બનાવી શકશો અને નોટ્સને વ્યવસ્થિત કરી શકશો.

Googleએ પોતાના AI ઇકોસિસ્ટમને વધુ સરળ બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. કંપનીએ Gmail Live, Docs Live અને Keep Live ફીચર્સનું રોલઆઉટ શરૂ કરી દીધું છે. આ ફીચર્સની જાહેરાત Google I/O 2026 દરમિયાન કરવામાં આવી હતી અને છેલ્લા કેટલાક સમયથી તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું. હવે આ ફીચર્સ સામાન્ય યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

આ ત્રણેય ફીચર્સની ખાસિયત એ છે કે, યુઝરે દરેક કામ માટે સ્ક્રીન પર ટાઈપ કરવાની જરૂર નહીં પડે. Geminiની મદદથી Gmail, Google Docs અને Google Keep સાથે અવાજ દ્વારા વાતચીત કરી શકાશે.

Docs Live બનશે તમારો AI કો-રાઇટર

Google Docs Liveને કંપની એક પ્રકારના હેન્ડ્સ-ફ્રી AI પાર્ટનર તરીકે રજૂ કરી રહી છે. તેનો ઉપયોગ શરૂઆતનો ડ્રાફ્ટ તૈયાર કરવા, સમરી બનાવવા, પ્રપોઝલ લખવા અને અન્ય ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે કરી શકાશે.

તેની ખાસિયત એ છે કે Gemini માત્ર Docsમાં રહેલી માહિતી સુધી મર્યાદિત નહીં રહે. જરૂર પડ્યે તે Gmail, Drive, Chat અને વેબ પરથી મળતી માહિતીનો પણ ઉપયોગ કરી શકે છે. ડોક્યુમેન્ટ તૈયાર કરતા પહેલાં Gemini ઉપલબ્ધ માહિતીનો ટૂંકો રિકેપ પણ બતાવશે.

ત્યારબાદ યુઝર બોલીને જણાવી શકશે કે કઈ પ્રકારની માહિતી ઉમેરવાની છે અને ડોક્યુમેન્ટનું ફોર્મેટ કેવું રાખવાનું છે. Google Docs એપમાં ફ્લોટિંગ એક્શન બટન દબાવ્યા બાદ Create with voice ઓપ્શન દેખાશે. તેના દ્વારા Docs Live શરૂ કરી શકાશે.

આ પણ વાંચો: Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી

Gmail Liveથી ઈનબોક્સ સાથે કરો વાતચીત

મીડિયા રિપોર્ટ અનુસાર, Gmail Liveનો હેતુ ઈમેલ શોધવા અને સમજવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. હવે જૂના ઈમેલ અથવા લાંબી ઈમેલ થ્રેડમાં માહિતી શોધવા માટે એક પછી એક મેસેજ વાંચવાની જરૂર નહીં પડે.

યુઝર Gmail Liveને સીધો સવાલ પૂછી શકશે અને Gemini ઈનબોક્સમાં રહેલી માહિતીના આધારે જવાબ આપશે. તેની ખાસ વાત એ છે કે વાતચીત દરમિયાન વારંવાર સંપૂર્ણ વિગતો જણાવવાની પણ જરૂર નહીં પડે.

જો વાતચીત દરમિયાન વિષય બદલવો હોય તો તેને તરત રોકી પણ શકાય છે. ફુલ-સ્ક્રીન ઈન્ટરફેસમાં વાતચીતનું ટ્રાન્સક્રિપ્ટ જોવા મળશે અને જવાબની સાથે સંબંધિત ઈમેલની લિંક્સ પણ મળશે.

તેનો ઉપયોગ કરવા માટે Gmail એપના સર્ચ બારમાં દેખાતા નવા Live આઇકોન પર ટેપ કરવાનું રહેશે. હાલમાં આ સુવિધા Android અને iOS પર અંગ્રેજી ભાષામાં વિશ્વભરના Google AI Plus, Pro અને Ultra યુઝર્સ માટે ઉપલબ્ધ છે.

Keep Liveમાં બોલતાં જ બનશે નોટ્સ અને લિસ્ટ

Google Keep Live એવા લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે જેમને અચાનક કોઈ આઈડિયા, કામ અથવા જરૂરી વસ્તુ યાદ આવે છે. તેમાં યુઝર કોઈ ચોક્કસ ફોર્મેટ વગર પોતાની વાત બોલી શકે છે અને Gemini તે ઓડિયોને સમજીને વ્યવસ્થિત લિસ્ટ તૈયાર કરી શકે છે.

ઉદાહરણ તરીકે, જો તમે કહો કે તમને પેસ્ટો પાસ્તા બનાવવા માટે જરૂરી સામાન ખરીદવાનો છે, તો Keep Live તમારી વાત સમજીને સંબંધિત શોપિંગ લિસ્ટ તૈયાર કરી શકે છે. એક જ સેશનમાં અનેક નોટ્સ બનાવી શકાય છે. એટલું જ નહીં, યુઝર બાદમાં અવાજ દ્વારા નોટમાં ફેરફાર પણ કરી શકશે.

હાલમાં કયા યુઝર્સને મળશે આ ફીચર્સ?

Keep Live હાલમાં Android ડિવાઇસ પર ઉપલબ્ધ છે અને તેના માટે Google AI Plusનું અપડેટેડ વર્ઝન, Pro અથવા Ultra સબસ્ક્રિપ્શન જરૂરી છે. બીજી તરફ, Gmail Live અને Docs Liveની ઉપલબ્ધતા AI પ્લાનના આધારે નક્કી કરવામાં આવી રહી છે.

Googleએ એ પણ જણાવ્યું છે કે Gmail Live, Docs Live અને Keep Liveને ટૂંક સમયમાં Google Workspaceના બિઝનેસ યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવશે

Advertisement

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget