શોધખોળ કરો

Google Warning: 100 કરોડ એન્ડ્રોઈડ ફોન પર હેકિંગનું જોખમ; શું તમારો મોબાઈલ 'ડેન્જર ઝોન'માં છે? ગૂગલે આપી ચેતવણી

Google Security Warning: જૂના ફોન રાખવા હવે જોખમી: એન્ડ્રોઈડ 12 અને જૂના વર્ઝનમાં હવે નહીં મળે 'સિક્યુરિટી અપડેટ'; બેંકિંગ ફ્રોડ અને ડેટા ચોરીથી બચવું હોય તો નવો ફોન લેવાની ગૂગલની સલાહ.

Google Security Warning: મોબાઈલ યુઝર્સ માટે લાલબત્તી સમાન સમાચાર આવ્યા છે. જો તમે પણ લાંબા સમયથી એકનો એક સ્માર્ટફોન વાપરી રહ્યા છો અને તેને અપડેટ નથી કર્યો, તો ચેતી જજો. ટેક દિગ્ગજ ગૂગલે (Google) વિશ્વભરના એન્ડ્રોઈડ યુઝર્સ માટે 'રેડ એલર્ટ' (Red Alert) જાહેર કર્યું છે. કંપનીના ચોંકાવનારા અહેવાલ અનુસાર, દુનિયાભરમાં અંદાજે 1 Billion (એક અબજ) થી વધુ એન્ડ્રોઈડ ફોન હવે 'સિક્યુરિટી રિસ્ક' (Security Risk) હેઠળ છે, જે ગ્રાહકો માટે ચિંતાનો વિષય છે.

ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે 'એન્ડ્રોઈડ 12' (Android 12) અને તેનાથી જૂના વર્ઝન પર ચાલતા ફોન હવે સુરક્ષા પેચની પહોંચની બહાર છે. ગૂગલની નવી પોલિસી મુજબ, 2021 કે તે પહેલાં લોન્ચ થયેલા મોટાભાગના ફોન, જે હજુ પણ જૂના ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલી રહ્યા છે, તેમને હવે કંપની તરફથી કોઈ 'સુરક્ષા કવચ' (Security Shield) મળશે નહીં. જો તમારો ફોન Android 12, 11, 10 કે 9 પર ચાલે છે, તો તમારા ડેટાની સુરક્ષા રામભરોસે છે.

હાલમાં માત્ર Android 13, 14, 15 અને લેટેસ્ટ Android 16 ધરાવતા ફોનને જ સુરક્ષિત માનવામાં આવે છે. લેટેસ્ટ ડેટા મુજબ, વિશ્વના 40% થી વધુ એન્ડ્રોઈડ ડિવાઈસ જૂના વર્ઝન પર ચાલી રહ્યા છે. જેમાં એન્ડ્રોઈડ 13 થી 16 સુધીના વર્ઝનનો ઉપયોગ કરતા યુઝર્સ માત્ર 57.9% છે. જ્યારે એન્ડ્રોઈડ 12 (11.4%), એન્ડ્રોઈડ 11 (13.7%) અને તેનાથી જૂના વર્ઝન વાપરતા કરોડો યુઝર્સ હાલ હેકિંગના રડારમાં છે.

જ્યારે ગૂગલ સિક્યુરિટી અપડેટ બંધ કરે છે, ત્યારે ફોનમાં રહેલી 'સિસ્ટમ લૂપહોલ્સ' (System Loopholes) ને રિપેર કરી શકાતી નથી. આ ખામીઓનો લાભ ઉઠાવીને હેકર્સ સરળતાથી તમારા ફોનમાં ખતરનાક 'માલવેર' (Malware) કે 'સ્પાયવેર' (Spyware) ઘુસાડી શકે છે. જેના પરિણામે તમારા બેંકિંગ પાસવર્ડ અને અન્ય નાણાકીય વિગતો ચોરી થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.

માત્ર પૈસા જ નહીં, તમારી ગોપનીયતા પણ જોખમમાં છે. જૂના વર્ઝનમાં SMS અને 'ઓટીપી' (OTP) ઈન્ટરસેપ્ટ કરવા એટલે કે વચ્ચેથી વાંચવા હેકર્સ માટે ડાબા હાથનો ખેલ બની જાય છે. તમારા અંગત ફોટા, મેસેજ અને કોન્ટેક્ટ્સ સુરક્ષિત રહેતા નથી. આ 'ડેટા લીક' (Data Leak) ની સમસ્યા યુઝર્સ માટે મોટી મુસીબત બની શકે છે.

એપલ (Apple) ની સરખામણીએ એન્ડ્રોઈડમાં આ સમસ્યા વધુ ગંભીર છે, જેને ટેકનિકલ ભાષામાં 'એન્ડ્રોઈડ ફ્રેગમેન્ટેશન' (Android Fragmentation) કહેવાય છે. સેમસંગ, શાઓમી, વિવો જેવી ઘણી કંપનીઓ 2-3 વર્ષ પછી જૂના મોડલ્સને સોફ્ટવેર અપડેટ આપવાનું બંધ કરી દે છે, જેના કારણે ગ્રાહકો મજબૂરીમાં જૂના અને અસુરક્ષિત સોફ્ટવેર વાપરવા મજબૂર બને છે.

આ સ્થિતિમાં ગૂગલે સ્પષ્ટ સલાહ આપી છે કે જો તમારો ફોન લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ થઈ શકતો નથી, તો તેને બદલી નાખવો જ હિતાવહ છે. એક જૂનો અને મોંઘો ફ્લેગશિપ ફોન વાપરવા કરતા, નવો 'મિડ-રેન્જ' (Mid-range) ફોન વાપરવો સુરક્ષાની દ્રષ્ટિએ વધુ સારો છે. જોકે, 'ગૂગલ પ્લે પ્રોટેક્ટ' (Google Play Protect) હજુ પણ જૂના ફોનમાં એપ સ્કેનિંગની સુવિધા આપે છે, પરંતુ તે ઓપરેટિંગ સિસ્ટમની મૂળભૂત ખામીઓને પૂરી શકતું નથી.

ટોપ સ્ટોરી

BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
Embed widget