શોધખોળ કરો

India App Block Order: ભારત સરકારની મોટી કાર્યવાહી, 100થી વધુ વિદેશી એપને કરી બ્લોક

India App Block Order: ભારત સરકારે ગૂગલ પ્લે સ્ટોરને 119 વિદેશી એપ્સ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે

India App Block Order: ભારત સરકારે ગૂગલ પ્લે સ્ટોરને 119 વિદેશી એપ્સ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આમાંની મોટાભાગની વિડિઓ અને વોઇસ ચેટ એપ્લિકેશનો છે અને ચીન અને હોંગકોંગ સાથે જોડાયેલી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આઇટી એક્ટની કલમ 69A હેઠળ આ સંદર્ભમાં આદેશો જાહેર કર્યા છે. આ કલમ સરકારને રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા માટે ખતરો ઉભો કરી શકે તેવી સામગ્રી અથવા પ્લેટફોર્મને અવરોધિત કરવાની સત્તા આપે છે.

બ્લોક કરવામાં આવનારી બધી એપ્સ વિદેશી

સરકારે ગૂગલ પ્લે સ્ટોરને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે તેમાંથી કેટલીક એપ્સ સિંગાપોર, અમેરિકા, યુનાઇટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયા વગેરે સાથે પણ જોડાયેલી છે. મનીકંટ્રોલના જણાવ્યા અનુસાર, આદેશ છતાં અત્યાર સુધીમાં 119 એપ્સમાંથી માત્ર 15 જ દૂર કરવામાં આવી છે અને બાકીની હજુ પણ ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. આમાંની કેટલીક એપ્સના ડેવલપર્સે કહ્યું છે કે તેમને ગુગલ દ્વારા આ વિશે જાણ કરવામાં આવી છે અને તેઓ આ સમસ્યાના ઉકેલ માટે ભારત સરકાર સાથે કામ કરવા તૈયાર છે. જે એપ્સ બ્લોક કરવામાં આવશે તેમાં ChangApp, HoneyCam અને ChillChatનો સમાવેશ થાય છે.

ઘણા ડેવલપર્સ સ્પષ્ટતાની આશા રાખી રહ્યા છે

રિપોર્ટ અનુસાર, ઘણા ડેવલપર્સે કહ્યું છે કે તેમને ગૂગલ તરફથી આ વિશે માહિતી મળી છે, પરંતુ તેઓ આ સંદર્ભમાં વધુ સ્પષ્ટતાની અપેક્ષા રાખી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ઓર્ડરથી તેમના વ્યવસાય તેમજ યુઝર્સ પર મોટી અસર પડશે. તેમાંથી કેટલાકે કહ્યું છે કે તેઓ ભારત સરકાર સાથે કામ કરવા તૈયાર છે.

ભારત સરકારે અગાઉ પણ એપ્સ બ્લોક કરી છે

2020  ચીન સાથે તણાવ વધ્યા પછી ભારત સરકારે ચીની એપ્સ સામે કડક કાર્યવાહી કરી હતી. સરકારે અલગ અલગ આદેશો જાહેર કરીને 100 થી વધુ ચાઇનીઝ એપ્સને બ્લોક કરી હતી. આમાં TikTok, UC બ્રાઉઝર અને PUBG જેવી એપ્સનો સમાવેશ થતો હતો. જોકે, આમાંથી કેટલાક એપની વાપસી થઇ છે.                      

UPI યુઝર્સને મોટો ઝટકો! હવે અલગ અલગ સેવાઓ માટે તમારે ચૂકવવી પડશે ફી, આ કંપનીએ કરી શરુઆત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vibrant Gujarat: સૌરાષ્ટ્ર-કચ્છ બનશે દેશનું ગ્રોથ એન્જિન; ₹5.78 લાખ કરોડના 5492 MoU, 2047 સુધીમાં બદલાઈ જશે ચિત્ર

Gujarat TRB Salary Hike: ટ્રાફિક બ્રિગેડ જવાનોના પગારમાં 50% નો મોટો વધારો, જાણો હવે રોજ કેટલા રૂપિયા મળશે?

Weather: ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, દિલ્હીથી કાશ્મીર સુધી કોલ્ડવેવને લઈ હવામાનનું એલર્ટ 

શરમજનક! 1971 ના વોર હીરો અને નિવૃત્ત નેવી ચીફને ચૂંટણી પંચે SIR નોટીસ ફટકારીને નાગરિકતા સાબિત કરવા બોલાવ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ પરિવારની 'હસતી' દીકરી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું નર્ક !
Hun To Bolish : હું તો બોલીશ : એક જ બાળક કેમ ?
Gujarat Assembly : બજેટ સત્ર શરૂ થાય તે પહેલા વિધાનસભાને મળી જશે નવા ઉપાધ્યક્ષ
Silver Price All Time High : ચાંદીના ભાવ આસમાને, એક જ દિવસમાં 14 હજાર રૂપિયાનો ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vibrant Gujarat: સૌરાષ્ટ્ર-કચ્છ બનશે દેશનું ગ્રોથ એન્જિન; ₹5.78 લાખ કરોડના 5492 MoU, 2047 સુધીમાં બદલાઈ જશે ચિત્ર
Vibrant Gujarat: સૌરાષ્ટ્ર-કચ્છ બનશે દેશનું ગ્રોથ એન્જિન; ₹5.78 લાખ કરોડના 5492 MoU, 2047 સુધીમાં બદલાઈ જશે ચિત્ર
Gujarat TRB Salary Hike: ટ્રાફિક બ્રિગેડ જવાનોના પગારમાં 50% નો મોટો વધારો, જાણો હવે રોજ કેટલા રૂપિયા મળશે?
Gujarat TRB Salary Hike: ટ્રાફિક બ્રિગેડ જવાનોના પગારમાં 50% નો મોટો વધારો, જાણો હવે રોજ કેટલા રૂપિયા મળશે?
Weather: ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, દિલ્હીથી કાશ્મીર સુધી કોલ્ડવેવને લઈ હવામાનનું એલર્ટ 
Weather: ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, દિલ્હીથી કાશ્મીર સુધી કોલ્ડવેવને લઈ હવામાનનું એલર્ટ 
શરમજનક! 1971 ના વોર હીરો અને નિવૃત્ત નેવી ચીફને ચૂંટણી પંચે SIR નોટીસ ફટકારીને નાગરિકતા સાબિત કરવા બોલાવ્યા
શરમજનક! 1971 ના વોર હીરો અને નિવૃત્ત નેવી ચીફને ચૂંટણી પંચે SIR નોટીસ ફટકારીને નાગરિકતા સાબિત કરવા બોલાવ્યા
હેવાનિયતની હદ! 18 વર્ષના છોકરાની 34 વર્ષની મહિલા પર દાનત બગડી, શારીરિક સંબંધની ના પાડતા સળગાવીને....

Surat Fire News: સત્યમ ઈન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ! પેપર રોલ વચ્ચે ફસાયેલા બાળકનું કરુણ મોત

રોકાણકારો ધ્યાન આપે! 15 જાન્યુઆરીએ શેરબજારમાં અચાનક રજા? જાણો BSE-NSE એ કેમ લીધો નિર્ણય

Budget 2026: પ્રથમ વખત કેંદ્રીય બજેટ રવિવારે રજૂ થશે, લોકસભાના અધ્યક્ષે ઔપચારિક જાહેરાત કરી

Embed widget