Instagram અને Facebook માટે લૉન્ચ થયા નવા ફિચર્સ, જાણો કેવી રીતે કરશો યૂઝ
તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક માટે નવા ફિચર લૉન્ચ કરવામાં આવ્યા છે, જેનો ઉપયોગ કરીને યૂઝર પોતાના એક્સપીરિયન્સને ખુબ સારો બનાવી શકે છે. ચાલો જાણીએ આ નવા ફિચર્સ વિશે.......
![Instagram અને Facebook માટે લૉન્ચ થયા નવા ફિચર્સ, જાણો કેવી રીતે કરશો યૂઝ instagram and facebook new features has launched Instagram અને Facebook માટે લૉન્ચ થયા નવા ફિચર્સ, જાણો કેવી રીતે કરશો યૂઝ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/01/cf6053b2660054e3a4cc2f36accebc27_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Instagram-Facebook New Features: દુનિયાભરમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સૌથી વધુ યૂઝ થનારા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં સામેલ છે. સતત કંપની યૂઝર્સ માટે નવા નવા ફિચર લૉન્ચ કરતી રહી છે. તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક માટે નવા ફિચર લૉન્ચ કરવામાં આવ્યા છે, જેનો ઉપયોગ કરીને યૂઝર પોતાના એક્સપીરિયન્સને ખુબ સારો બનાવી શકે છે. ચાલો જાણીએ આ નવા ફિચર્સ વિશે.......
યૂઝ કરી શકશો Hide Like Count ફિચર....
ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના યૂઝર્સ હવે પોતાની પૉસ્ટ પર લાઇક્સને હાઇડ (Hide) કરી શકશે. એટલે જો તમે ઇચ્છો તો જ લોકો તમારી પૉસ્ટ પર આવનારી લાઇક્સને જોઇ શકશે. આ માટે તમારે તમારા એકાઉન્ટના સેટિંગમાં જવુ પડશે. અહીં Hide Like Countનુ ફિચર મળી જશે. આનાથી યૂઝર્સને પોતાના એકાઉન્ટ પર વધુ કન્ટ્રૉલ મળી શકશે.
ફેસબુક ફીડ પર કન્ટેન્ટને કરી શકશો ફિલ્ટર.....
ફેસબુક યૂઝર્સ માટે એક એવુ ટૂલ લૉન્ચ કરવામાં આવ્યુ છે, જેના દ્વારા તે પોતાની ફેસબુક ફીડ પર દેખાતી કન્ટેન્ટને ફિલ્ટર કરી શકશે. કોઇપણ રીતની આપત્તિજનક કન્ટેન્ટને તે પોતાના એકાઉન્ટને હાઇડ કરી શકશો. આ ફિચર ખુબ કામની સાબિત થઇ શકે છે. જો તમે એક પૉસ્ટ પર આવુ કરશો તો આ ફિચર ઓટોમેટિક તમામ પૉસ્ટ પર એપ્લાય થઇ જશે.
ઇન્સ્ટામાં કેટલાય ફિચર થયા એડ......
ગયા મહિને ઇન્સ્ટાગ્રામની સ્ટરીને એટ્રેક્ટિવ બનાવવા માટે એક ફિચર લૉન્ચ કરવામાં આવ્યુ હતુ. આમાં તે પોતાની તસવીરોની સાથે કોઇપણ ગીતને ટેક્સ્ટ સ્ક્રીન પર શૉ કરી શકશે. આનો ઉપયોગ કરોડો લોકો દરરોજ કરી રહ્યાં છે. આ ઉપરાંત પણ ઇન્સ્ટાગ્રામે આ વર્ષ ઇન્સ્ટા રીલ્સ કેટલાય બેસ્ટ ફિચર લૉન્ચ કર્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)