શોધખોળ કરો

Jio નો મોટો ધમાકો: 3-ઇન-1 પ્લાન લોન્ચ, એક જ રિચાર્જમાં ઈન્ટરનેટ, TV અને OTT ફ્રી!

હવે વારંવાર અલગ રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ, Jio Home ના નવા સસ્તા પ્લાન્સમાં 1000 થી વધુ લાઇવ ટીવી ચેનલો, હાઇ-સ્પીડ વાઇફાઇ અને 12 પ્રીમિયમ OTT એપ્સની મજા લો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • Jio એ Jio Home 3-in-1 બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યા.
  • રૂ 2122 માં 3 મહિના માટે ઇન્ટરનેટ, TV, OTT સુવિધા.
  • ફક્ત ડિજિટલ ટીવી કે ઇન્ટરનેટ માટે અલગ પેક રજૂ.

Jio 3 in 1 recharge plan: રિલાયન્સ જિયો (Reliance Jio) એ તેના ગ્રાહકોને ખુશ કરવા માટે એક શાનદાર ભેટ આપી છે. હવે તમારે ઈન્ટરનેટ, OTT સબસ્ક્રિપ્શન અને ડિજિટલ ટીવી માટે અલગ-અલગ રિચાર્જ કરવાની કોઈ જ જરૂર નથી. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની જિયોએ તેના બ્રોડબેન્ડ યુઝર્સ માટે 'Jio Home' નામથી નવા 3-ઇન-1 પ્લાન રજૂ કર્યા છે. આ એક જ રિચાર્જમાં તમને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, લાઈવ ટીવી અને મનોરંજન માટે OTT એપ્સની મજા એકસાથે મળશે. ખાસ કરીને ઘરમાં વાઈફાઈ વાપરતા લોકો માટે આ પેક આશીર્વાદ સમાન છે, જેમને હવે અલગ અલગ બિલ ચૂકવવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળી જશે. ચાલો જાણીએ આ ધમાકેદાર પ્લાન્સની તમામ વિગતો.

Jio નો 2122 રૂપિયાનો 3-ઇન-1 ધમાકા પેક

જો તમે ઈન્ટરનેટ, ટીવી અને OTT બધું જ એકસાથે ઈચ્છતા હોવ, તો કંપનીનો 2122 રૂપિયાનો પ્લાન તમારા માટે બેસ્ટ છે. આ પ્લાનની વેલિડિટી આમ તો 2 મહિનાની છે, પણ ખુશીની વાત એ છે કે કંપની અત્યારે 1 મહિનો વધારાનો ફ્રી આપી રહી છે! એટલે કે તમને કુલ 3 મહિનાની વેલિડિટી મળશે. જો મહિનાના હિસાબે ગણતરી કરીએ તો, આ શાનદાર પ્લાન તમને મહિને માત્ર 707 રૂપિયામાં પડશે.
ફાયદાઓ: આખા મહિના માટે 100 Mbps ની સુપરફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડ મળશે. સાથે જ 1000 થી વધુ લાઈવ ટીવી ચેનલો અને YouTube Premium, Amazon Prime, SonyLIV, Zee5 જેવી 12 લોકપ્રિય OTT એપ્સનું ફ્રી એક્સેસ પણ મળશે.

આ પણ વાંચોઃ Jio ની નવી ધમાકેદાર ઓફર: 15 OTT એપ્સ, 30GB ડેટા સાથે સિનેમા ટિકિટ પર મેળવો મોટું ડિસ્કાઉન્ટ

ફક્ત ડિજિટલ ટીવી જોનારા માટે ખાસ પ્લાન

જે યુઝર્સને ઈન્ટરનેટ નથી જોઈતું અને ફક્ત ડિજિટલ ટીવી સેવાનો જ ઉપયોગ કરે છે, તેમના માટે પણ જિયોએ એક સરસ પ્લાન બનાવ્યો છે.

આ પ્લાનની કિંમત 2000 રૂપિયા છે.

તેની વેલિડિટી 5 મહિનાની છે. એટલે કે, દર મહિને તમારા ખિસ્સામાંથી માત્ર 400 રૂપિયાનો ખર્ચ થશે.

આ પેકમાં ગ્રાહકોને 200 થી વધુ HD ચેનલો સહિત કુલ 1000 થી પણ વધુ લાઈવ ટીવી ચેનલો જોવાનો લહાવો મળશે.

આ પણ વાંચોઃ માત્ર 1 રૂપિયામાં મેળવો JioHotstar નું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન, જાણો કેવી રીતે કરશો ક્લેમ

ફક્ત વાઈફાઈ (WiFi) વાપરવા માંગતા લોકો માટેના વિકલ્પો

જે લોકો માત્ર ઈન્ટરનેટ સેવાઓ જ વાપરવા માંગે છે, તેમના માટે પણ Jio Home માં ખાસ વાઈફાઈ પેક્સ લોન્ચ કરાયા છે. આ પેક્સમાં 100 Mbps અને 30 Mbps એમ બે અલગ-અલગ સ્પીડના વિકલ્પો મળે છે:

100 Mbps પ્લાન: આ હાઈ-સ્પીડ પ્લાન લેવા માટે તમારે 3000 રૂપિયા ચૂકવવા પડશે, જેમાં તમને 6 મહિનાની લાંબી વેલિડિટી મળશે. આ ગણતરી મુજબ તમને મહિને અંદાજે 500 થી 600 રૂપિયાનો ખર્ચ આવશે. જો તમારે ઓછી વેલિડિટી જોઈતી હોય, તો 1500 રૂપિયા આપીને 2 મહિનાનો વિકલ્પ પણ તમે પસંદ કરી શકો છો.

30 Mbps પ્લાન: જેમને સામાન્ય સ્પીડની જરૂર હોય તેમના માટે 2200 રૂપિયાનો પ્લાન છે, જેમાં 5 મહિનાની વેલિડિટી મળે છે. આ પેક તમને દર મહિને આશરે 450 રૂપિયામાં પડશે. આ સ્પીડ કેટેગરીમાં પણ કંપની 1100 રૂપિયામાં 2 મહિનાની વેલિડિટી વાળો બીજો નાનો વિકલ્પ ઓફર કરી રહી છે.

Frequently Asked Questions

જિયો હોમ 3-ઇન-1 પ્લાન શું છે?

આ પ્લાનમાં તમને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, લાઈવ ટીવી અને OTT એપ્સનું સબસ્ક્રિપ્શન એકસાથે મળે છે. તે બ્રોડબેન્ડ યુઝર્સ માટે છે જેમને અલગ-અલગ બિલ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે.

જિયોના ₹2122 ના 3-ઇન-1 પ્લાનમાં કઈ સુવિધાઓ મળે છે?

આ પ્લાનમાં 3 મહિના માટે 100 Mbps ઇન્ટરનેટ, 1000+ લાઈવ ટીવી ચેનલો અને 12 લોકપ્રિય OTT એપ્સનું ફ્રી એક્સેસ મળે છે. આ પ્લાન તમને મહિને આશરે ₹707 માં પડશે.

જે યુઝર્સને ફક્ત ડિજિટલ ટીવી સેવા જોઈતી હોય તેમના માટે કયો પ્લાન ઉપલબ્ધ છે?

હા, ₹2000 નો એક ખાસ પ્લાન છે જેની વેલિડિટી 5 મહિનાની છે. આમાં 1000 થી વધુ લાઈવ ટીવી ચેનલો, જેમાં 200+ HD ચેનલોનો સમાવેશ થાય છે, તે જોવાનો લહાવો મળશે.

જે લોકોને ફક્ત ઇન્ટરનેટ વાપરવું હોય તેમના માટે કયા વાઈફાઈ પેક્સ ઉપલબ્ધ છે?

ઇન્ટરનેટ માટે 100 Mbps અને 30 Mbps સ્પીડના વિકલ્પો છે. 100 Mbps માટે ₹3000 (6 મહિના) અને 30 Mbps માટે ₹2200 (5 મહિના) ના પ્લાન ઉપલબ્ધ છે.

Advertisement

ટોપ સ્ટોરી

સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Embed widget