શોધખોળ કરો

યુદ્ધની માઠી અસર: પેટ્રોલ બાદ હવે સ્માર્ટફોન પણ થશે મોંઘા, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?

મધ્ય પૂર્વના યુદ્ધની અસર હવે ટેક્નોલોજી ક્ષેત્રે પણ પહોંચી; સેમિકન્ડક્ટર બનાવવા માટે જરૂરી કાચા માલની અછત સર્જાતા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના ભાવ ભડકે બળશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મધ્ય પૂર્વના તણાવે સ્માર્ટફોન, લેપટોપ, ગેજેટ્સને મોંઘા કર્યા.
  • ચિપ બનાવવાના કાચા માલ, હિલિયમ, બ્રોમિન, સલ્ફ્યુરિક એસિડની અછત.
  • વધતા ક્રૂડ ઓઈલ ભાવે વીજળી, ઉત્પાદન, પરિવહન ખર્ચ વધાર્યો.
  • ભારત માટે આત્મનિર્ભરતાની તક, કાચા માલ ઉત્પાદન પર ધ્યાન.

અત્યાર સુધી આપણે જોયું છે કે મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલતા યુદ્ધ અને તણાવની અસર માત્ર ક્રૂડ ઓઈલ, પેટ્રોલ અને ગેસના ભાવ પર જ પડતી હતી. પરંતુ હવે આ યુદ્ધની આગ ધીમે ધીમે ટેક્નોલોજીની દુનિયા સુધી પહોંચી ગઈ છે. આગામી સમયમાં તમારે તમારા મનપસંદ સ્માર્ટફોન, લેપટોપ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ ખરીદવા માટે વધારે ખિસ્સા ખાલી કરવા પડી શકે છે. સેમિકન્ડક્ટર ચિપ બનાવવા માટે જરૂરી અગત્યનો કાચો માલ મધ્ય પૂર્વના દેશોમાંથી આવે છે, અને ત્યાંની અશાંતિના કારણે સપ્લાય ખોરવાઈ રહ્યો છે. આ પરિસ્થિતિ લાંબી ચાલશે તો ગેજેટ્સના ભાવમાં મોટો ઉછાળો જોવા મળશે.

ચિપ બનાવતી કંપનીઓ કેમ મુશ્કેલીમાં?

સામાન્ય રીતે જ્યારે સ્માર્ટફોન કે કોમ્પ્યુટરની ચિપ (સેમિકન્ડક્ટર) ની વાત આવે, ત્યારે આપણું ધ્યાન અમેરિકા, તાઈવાન કે દક્ષિણ કોરિયા તરફ જ જાય છે. પણ આ વખતે સમસ્યાનું મૂળ મધ્ય પૂર્વમાં છુપાયેલું છે. ભલે ત્યાં કોઈ મોટી ચિપ બનાવતી ફેક્ટરીઓ ન હોય, પરંતુ આ ચિપ બનાવવા માટે જે કાચો માલ જોઈએ છે, તેનો મોટો જથ્થો આ દેશોમાંથી જ પૂરો પાડવામાં આવે છે. દાખલા તરીકે, ચિપના ઉત્પાદન વખતે કૂલિંગ (ઠંડક) અને લેસર પ્રક્રિયા માટે 'હિલિયમ' (Helium) ગેસની ખૂબ જરૂર પડે છે, જે મોટાભાગે આ જ વિસ્તારમાંથી આવે છે. જો યુદ્ધના કારણે આ સપ્લાય અટકી જાય, તો સીધી અસર ચિપના પ્રોડક્શન પર પડે છે.

રસાયણોની અછત અને વધતો ખર્ચ

આટલું જ નહીં, ચિપના પેકેજિંગમાં વપરાતા 'બ્રોમિન' જેવા રસાયણો અને સાફ-સફાઈ માટે જરૂરી 'સલ્ફ્યુરિક એસિડ' નો મોટો હિસ્સો પણ મધ્ય પૂર્વ સાથે જોડાયેલો છે. જો ત્યાં તણાવ વધુ વણસશે, તો આ જરૂરી વસ્તુઓ મળવી મુશ્કેલ બનશે અને તેના ભાવ પણ આસમાને પહોંચશે.

આ ઉપરાંત, કાચા તેલના (ક્રૂડ ઓઈલ) ભાવ વધવાથી આખી પરિસ્થિતિ વધુ જટિલ બની છે. ચિપ બનાવતી ફેક્ટરીઓને ખૂબ મોટા પ્રમાણમાં વીજળીની જરૂર પડે છે. ઊર્જા મોંઘી થવાથી ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. સાથે જ માલસામાનની હેરફેર (ટ્રાન્સપોર્ટેશન) અને વીમાનો ખર્ચ પણ વધી રહ્યો છે, જે કંપનીઓ માટે માથાના દુખાવા સમાન છે.

ભારત માટે આ સ્થિતિ પડકાર છે કે તક?

એક્સપર્ટ્સનું સ્પષ્ટ માનવું છે કે જો આ તણાવ લાંબો ચાલ્યો તો ચિપની અછત સર્જાશે, જેની સીધી અસર ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર પડશે અને માત્ર મોબાઈલ-લેપટોપ જ નહીં, પરંતુ નવી કાર પણ મોંઘી થઈ શકે છે.

ભારતની વાત કરીએ તો આ સ્થિતિ આપણા માટે પડકાર અને તક બંને લઈને આવી છે. એક તરફ વધતો ખર્ચ ભારતના ઉભરતા સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, તો બીજી તરફ તે આપણને આત્મનિર્ભર બનવાની એક મોટી તક પણ આપે છે. હવે આપણે માત્ર ચિપ બનાવવા પૂરતું જ સીમિત નથી રહેવાનું, પરંતુ તેને લગતા કાચા માલ અને રસાયણોનું ઉત્પાદન પણ દેશમાં જ થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આજના વૈશ્વિક અર્થતંત્રની આ જ વાસ્તવિકતા છે કે દુનિયાના કોઈ એક ખૂણે ચાલતું યુદ્ધ સીધું આપણા ખિસ્સા પર કાતર ચલાવી શકે છે.

Frequently Asked Questions

મધ્ય પૂર્વના તણાવની ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પર શું અસર થઈ રહી છે?

મધ્ય પૂર્વમાં યુદ્ધ અને તણાવને કારણે સેમિકન્ડક્ટર ચિપ બનાવવા માટે જરૂરી કાચા માલનો સપ્લાય ખોરવાઈ રહ્યો છે. આનાથી સ્માર્ટફોન, લેપટોપ અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ મોંઘા થઈ શકે છે.

ચિપ ઉત્પાદન માટે કયા પ્રકારનો કાચો માલ મધ્ય પૂર્વમાંથી આવે છે?

ચિપ ઉત્પાદન માટે જરૂરી 'હિલિયમ' ગેસ, જે ઠંડક અને લેસર પ્રક્રિયા માટે વપરાય છે, તે મોટાભાગે મધ્ય પૂર્વમાંથી આવે છે. આ ઉપરાંત 'બ્રોમિન' અને 'સલ્ફ્યુરિક એસિડ' જેવા રસાયણો પણ ત્યાંથી સપ્લાય થાય છે.

કાચા તેલના ભાવ વધવાથી ચિપ ઉત્પાદન પર શું અસર થાય છે?

કાચા તેલના ભાવ વધવાથી ઊર્જા મોંઘી થાય છે, જે ચિપ બનાવતી ફેક્ટરીઓના ઉત્પાદન ખર્ચમાં વધારો કરે છે. આ ઉપરાંત, માલસામાનની હેરફેર અને વીમાનો ખર્ચ પણ વધી જાય છે.

ભારત માટે મધ્ય પૂર્વની પરિસ્થિતિ પડકાર છે કે તક?

આ પરિસ્થિતિ ભારતના સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે પડકાર અને તક બંને છે. તે દેશમાં કાચા માલ અને રસાયણોના ઉત્પાદન દ્વારા આત્મનિર્ભર બનવાની તક પૂરી પાડે છે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Harsh Sanghavi Statement: 2030માં પણ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી!: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Embed widget