શોધખોળ કરો

Meta AI Glasses:  હવે તમારી દરેક એક્ટિવિટી થશે રેકોર્ડ? મેટા લોન્ચ કરવા જઈ રહી છે નવા AI સ્માર્ટ ગ્લાસિસ

Meta AI Glasses: મેટા એવા નવા AI આધારિત સ્માર્ટ ગ્લાસિસ પર કામ કરી રહી છે, જે દર થોડા સેકન્ડે ફોટા કૅપ્ચર કરશે અને સતત આસપાસનો અવાજ પણ સાંભળતા રહેશે. આ ટેક્નોલોજીને લઈને પ્રાઇવસી અંગે નવી ચિંતાઓ ઉભી થઈ છે

Meta AI Glasses: મેટા હવે એવા AI-પાવર્ડ સ્માર્ટ ગ્લાસિસ લાવવાની તૈયારીમાં છે, જે તમારી લગભગ દરેક એક્ટિવિટી પર નજર રાખી શકશે. તમે શું જોઈ રહ્યા છો, શું સાંભળી રહ્યા છો અને ક્યાં-ક્યાં ગયા છો, તે જેવી માહિતી આ સ્માર્ટ ગ્લાસિસ નોંધશે. એટલું જ નહીં, તે તમારી વાતચીતને યાદ રાખી શકશે અને તમે અગાઉ મુલાકાત લીધેલી જગ્યાઓને પણ ઓળખી શકશે.

 

જો તમે આ ગ્લાસિસને પૂછશો કે આખા દિવસ દરમિયાન શું થયું હતું, તો તે AI અસિસ્ટન્ટની જેમ તમને દિવસભરની તમામ મહત્વની માહિતી જણાવી શકશે. જોકે આ સુવિધાઓ આકર્ષક લાગે છે, પરંતુ પ્રાઇવસીના દૃષ્ટિકોણથી તે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે.

નવું ફીચર કેવી રીતે કામ કરશે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેટા તેના હાલના મોડેલના એક ફીચરને વધુ વિકસાવીને નવા સ્માર્ટ ગ્લાસિસમાં સામેલ કરી રહી છે. આંતરિક રીતે તેને 'Super Sensing' નામ આપવામાં આવ્યું છે.

હાલના મોડેલમાં આ ફીચરને મેન્યુઅલી ચાલુ કરવું પડે છે, પરંતુ નવા સ્માર્ટ ગ્લાસિસમાં તે ડિફૉલ્ટ રીતે સક્રિય રહેશે. એટલે કે, ગ્લાસિસ સતત વિઝ્યુઅલ અને ઓડિયો માહિતી એકત્રિત કરતા રહેશે. આ માહિતી મેટા AI સુધી પહોંચશે, જેથી તે યુઝરના પ્રશ્નોના વધુ સચોટ અને સંદર્ભ આધારિત જવાબ આપી શકે.

જો આ ટેક્નોલોજી બજારમાં આવશે, તો સ્માર્ટ ગ્લાસિસ વધુ સ્માર્ટ બની જશે અને વ્યક્તિગત AI અસિસ્ટન્ટ અથવા ગાઇડની જેમ કામ કરી શકશે.

દર થોડા સેકન્ડે ફોટા અને ઓડિયો રેકોર્ડ કરશે

રિપોર્ટ મુજબ, પ્રોટોટાઇપ સ્માર્ટ ગ્લાસિસને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તે દર થોડા સેકન્ડે ફોટો કૅપ્ચર કરશે અને સતત આસપાસના અવાજ પર નજર રાખશે.

મેટાનું કહેવું છે કે ફોટા અને ઓડિયો રેકોર્ડિંગને કાયમી રીતે સ્ટોર કરવામાં આવશે નહીં. તેના બદલે માત્ર તેમાંથી જરૂરી મેટાડેટા કાઢીને કંપનીના સર્વર પર અપલોડ કરવામાં આવશે, જેથી Meta AI યુઝરના પ્રશ્નોના વધુ અસરકારક જવાબ આપી શકે.

આ પણ વાંચો: Apple Watch ધરાવતા લોકો ભૂલથી પણ ન કરે આ ભૂલો, નહિતર થઇ શકે છે હજારો રૂપિયાનું નુકસાન

પ્રાઇવસીને લઈને વધી રહી છે ચિંતા

ભલે મેટા દાવો કરે છે કે, તે ફોટા અને ઓડિયો કાયમી રીતે સ્ટોર નહીં કરે, છતાં સર્વેલન્સ અને લોકોની સંમતિ (Consent)ને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

પ્રાઇવસી મામલે મેટાનો અગાઉનો ટ્રેક રેકોર્ડ પણ વિવાદાસ્પદ રહ્યો છે. ઉપરાંત, ફેશિયલ રિકગ્નિશન ટેક્નોલોજીના ઉપયોગને લઈને પણ કંપની અગાઉ અનેક વખત ટીકાનો સામનો કરી ચૂકી છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે Super Sensing ફીચરને ફોટો અથવા વીડિયો રેકોર્ડિંગ મોડ તરીકે નહીં પરંતુ AI ફંક્શન તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. તેથી, આ ફીચર સક્રિય હોય ત્યારે સ્માર્ટ ગ્લાસિસ પર લાગેલી LED ઇન્ડિકેટર લાઇટ બંધ રહેશે.

આ કારણે સામેની વ્યક્તિને ખબર પણ નહીં પડે કે તેની આસપાસની માહિતી અથવા વાતચીત AI દ્વારા પ્રોસેસ થઈ રહી છે કે નહીં. પરિણામે, લોકોની જાણ અથવા તેમની સંમતિ વિના માહિતી એકત્રિત થવાની આશંકા વધુ વધી શકે છે.

 

ટોપ સ્ટોરી

GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક
GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન

વિડિઓઝ

Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન
Accident: બનાસકાંઠાનો પરિવાર રાજસ્થાનમાં ભયંકર અકસ્માતનો બન્યો ભોગ
Gujarat Politics:ભાજપના ત્રણ નેતાના પુત્રોની રાજનિતીમાં વધી સક્રિયતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Embed widget